________________
૪૯૪
સમયસાર સિદ્ધિ-૬ ચોરીના પરિણામ હોય) એ બધા પરિણામ દુઃખરૂપ છે, આકુળતા છે. ભગવાનઆત્મા ! અતીન્દ્રિય આનંદનો સાગર છે. કેમ બેસે ? અતીન્દ્રિય વીતરાગ સ્વભાવથી ભરેલો છે. આહાહા..! અતીન્દ્રિય શાંતિ એ ચારિત્ર (છે). વીતરાગ સ્વરૂપી ચારિત્રથી ભરેલો ભગવાન છે. આ..હા...હા...! એમાં વિકાર તો નથી પણ અપૂર્ણતા નથી. એવી પરમાત્મ વસ્તુ પોતે છે. આહાહા...! એને રાગથી ભિન્ન પાડીને એને જો.
હે સત્પરુષો ! હવે તમે મુદિત થાઓ.” હવે ગયો કાળ ગયો કાળ ભલે ગયો, પણ હવે અતીન્દ્રિય આનંદના સ્વાદમાં આવો. આહા..હા...! લ્યો, આવું છે, “ચીમનભાઈ ! ફલાણું કરો, એમ નથી કહ્યું. હે સપુરુષો ! મંદિર બનાવો, શાસ્ત્રો બનાવો, દાન કરો એમ નથી કહ્યું). આહાહા.! ભગવાનની ભક્તિ કરો, એ તો બધો રાગ છે. આહા...હા...! વીતરાગ સ્વરૂપ જ પ્રભુ છે. ચારિત્ર સ્વરૂપ કહો કે રાગરહિત વીતરાગ સ્વરૂપ કહો. એનું સ્વરૂપ જ વીતરાગ છે, એનું સ્વરૂપ જ જ્ઞાન છે, એનું સ્વરૂપ જ શ્રદ્ધા છે, એનું સ્વરૂપ જ શાંતિ છે, એનું સ્વરૂપ સ્વચ્છતા છે, એનું સ્વરૂપ પ્રભુતા છે. એવા અનંતા ગુણથી પવિત્રતાથી ભરેલો ભગવાન એને આ કૃત્રિમ ક્ષણિક વિકારના દુઃખમાંથી ભિન્ન પાડી પ્રભુને જો. આહા..હા...! અને જોઈને આનંદ કરો, એમાં આનંદ થશે. આહાહા....! “મુદિત થાઓ.” એમાં તને આનંદ આવશે. કેટલાક આમ કહે છે કે, આવી દશા સાતમે ગુણસ્થાને હોય. આવું બધું પાળે, વ્રત બધા પાળે) પછી સાતમે ગુણસ્થાને આવી દશા) થાય. અરે..રે....! ઘણું ઊંધું.
ટીકા :- “આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂ૫) વિપરીતતા નહિ પમાડતું.” ભેદવિજ્ઞાન – રાગથી જુદાપણાનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્મજ્ઞાન થયું એટલે રાગથી ભિન્ન પડ્યો. “આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ...” આત્માને જરી અણુમાત્ર રાગનો અંશ, ગુણ-ગુણીના ભેદનો અંશ એક રાગ, એવા અણુમાત્ર રાગને પણ. આહાહા...! (રાગાદિવિકારરૂપ) વિપરીતતા નહિ પમાડતું.” જ્ઞાનસ્વભાવમાં રાગ મારો છે, એમ વિપરીતતા નહિ પમાડતું. આહા..હા...! ચોથે ગુણસ્થાને આમ થાય છે. રાગ આવે છતાં પોતાપણે નહિ માનતો. જ્ઞાનસ્વરૂપી ભગવાન હું જ્ઞાતા-દષ્ટા છું. આહાહા.! એ જ્ઞાતા-દ્રષ્ટા અનાદિનો સ્વભાવ છે. આ રાગાદિ કૃત્રિમ હતા, ક્ષણિક અને કૃત્રિમ હતા. આ સદાય અકૃત્રિમ રહે છે. રાગથી ભિન્ન પડી.. આહાહા...! “વિપરીતતા નહિ પમાડતું.” જ્ઞાન અણુમાત્ર રાગને પોતાનો નહિ માનતો. આહાહા..!
ભગવાનને સાંભળવાનો ભાવ એ રાગ (છે). આ.હા...! આવી વાતું. સ્વદ્રવ્યના આશ્રય સિવાય કોઈપણ પરદ્રવ્ય ઉપર લક્ષ ગયું એટલે રાગ થયા વિના રહે જ નહિ. એનો અર્થ કહે છે. રાગથી જુદો પાડ એટલે તારો આશ્રય લે. ભગવાન ચૈતન્યજ્યોતિ સચ્ચિદાનંદ પ્રભુ, એનો આશ્રય લે. આહા..હા..! આત્મા શું છે ? (એ) જણાયા વિના આશ્રય શી રીતે લેવો ?