________________
૪૯૬
સમયસાર સિદ્ધિ-૬, અને પછી આત્માનુભવ થાય ?
ઉત્તર :– બન્ને એકનું એક જ છે. અહીં ભેદજ્ઞાન થયું ઈ જ (આત્માનુભવનું) સ્વરૂપ છે, શબ્દફેર (છે). રાગથી ભિન્ન પડીને અનુભવ થયો એ જ ભેદજ્ઞાન. શુદ્ધ ઉપયોગ થયો. શુદ્ધ ઉપયોગમાં જ સમ્યગ્દર્શન થાય છે. આહાહા....!
મુમુક્ષુ :- ભેદવિજ્ઞાનને વિકલ્પરૂપી કહ્યો છે.
ઉત્તર :– ઈ અહીં નહિ. ઈ તો (“સમયસાર નાટકમાં છે). ‘જયસેનાચાર્યદેવની ટીકામાં કહ્યું છે કે, ભેદજ્ઞાન તે સમ્યકજ્ઞાન (છે). ઓલો વિકલ્પથી જણાવ્યું. આ હું નહિ, આ હું નહિ, આ હું નહિ. ત્યાં સુધી વિકલ્પ છે, એમ. પણ (અંદર) ઠરે છે ત્યારે વિકલ્પ નથી. આહાહા...! આવો ધર્મ. (શ્રોતા - આવો ધર્મ સાંભળે થોડા).
આ..હા...! શુદ્ધઉપયોગાત્મક થતો ‘જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું જરા પણ રાગદ્વેષમોહભાવને કરતું નથી; તેથી એમ સિદ્ધ થયું કે, ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ).... એનાથી ઉપલબ્ધિ થાય છે). ભેદજ્ઞાનથી રાગ-દ્વેષ-મોહથી ભિન્નતાની ઉપલબ્ધિ (થાય છે). આ..હા...! રાગ કરતા થાશે, વ્યવહાર સાધન છે (એનાથી) થાશે, (એની) અહીં ના પાડે છે. વ્યવહાર સાધન છે, આવ્યું હતું, કાલે આવ્યું હતું. “પ્રવચનસારમાં અંતરંગ, બહિરંગ સાધન (આવ્યું હતું). એ સાધન, નિમિત્ત છે એનું જ્ઞાન કરાવ્યું. આ.હા..! હોય છે, નિમિત્ત યે સમયે ? કયા કાર્ય કાળે નિમિત્ત નથી ? નિમિત્ત હોય જ છે, જાણે છે. એનાથી કાંઈ થાતું નથી. આહાહા.!
આત્માનો અનુભવ ભેદવિજ્ઞાનથી થાય છે. આ સિદ્ધાંત કહ્યો. રાગથી ભેદ પાડવું એવું ભેદજ્ઞાન (તેનાથી) આત્માની પ્રાપ્તિ થાય. રાગને ભેગો રાખીને એનાથી લાભ થાશે, એમ રાખીને આત્માનો લાભ નહિ થાય. આહા...હા...! “ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી.... શુદ્ધ આત્માના અનુભવથી “રાગદ્વેષમોહનો (અર્થાત્ આસવભાવનો) અભાવ..” આ..હા...! જેટલે અંશ અંદરમાં એકાગ્ર થાય એટલે અંશે રાગ-દ્વેષનો અભાવ (થાય). મોહનો અભાવ તો થઈ ગયો છે પણ અસ્થિરતા રહી છે એનો (અભાવ કરે છે). અને શુદ્ધ આત્માના અનુભવથી “રાગદ્વેષમોહનો (અર્થાત્ આસવભાવનો) અભાવ જેનું લક્ષણ છે. એવું જેનું લક્ષણ છે “એવો સંવર થાય છે. લ્યો, આ સંવર. આહા..હા...! અહીં તો અત્યારે લોકો માને છે કે, છોકરા-છોડીયું બેસે ને સંવર થઈ જાય ને પછી લાડવા ને પતાસા એવું કાંઈક મળે. આહા...!
મુમુક્ષુ :- છ કાયની રક્ષા તો થઈ ને.
ઉત્તર :- છ કાયની રક્ષામાં પોતે આત્મા છ કાયામાં) નથી ? અનંત અનંત આનંદનો દરિયો છે, પવિત્ર ગુણથી ભરેલો છે. આહા..હા...! એની સત્તાનો તો સ્વીકાર હજી કરતો નથી, એની હયાતીનો સ્વીકાર કરતો નથી અને બાહ્ય ચીજનો સ્વીકાર કરે છે એ) અજ્ઞાન