________________
શ્લોક-૧૨૬
૪૯૭
છે. આહા..હા...! આ સંવ૨ થયો, સંવ૨. એ રાગ છે તે આસ્રવ છે. એનાથી ભિન્ન પડીને સ્વરૂપનો અનુભવ કરવો તે અનાસ્રવ અને સંવર છે. એનાથી હવે કર્મ આવતું નથી. આ..હા...! આ સંવર. અહીં તો (લોકોએ) સંવ૨ને સહેલો કરી નાખ્યો. સામાયિક કરીને જરી બેઠા (એટલે) થઈ ગયો સંવ૨, પોસો કર્યો એટલે થઈ ગયો સંવ૨. એમ નથી એમ કહે છે. આ..હા...!
‘એવો સંવ૨ થાય છે.’ કેવો ? આત્માનો અનુભવ અને રાગ-દ્વેષ-મોહનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. આહા..હા...! એને સંવર કહીએ, પછી નિર્જરા પછી થાય. રાગ-દ્વેષથી ભિન્ન પડ્યો, પ્રભુ ! એનો અનુભવ થાય ત્યારે તેને સંવર થાય. આહા..હા...! એ પૂરું થયું.
જેને કેવળજ્ઞાનની પર્યાયનો મહિમા આવે, જગતના સર્વદ્રવ્યોની (જે પર્યાયો) થઈ, થાય છે, થશે એ સર્વ પર્યાયોને એક સમયમાં જાણી લે, બધા દ્રવ્યોની પર્યાયોને વર્તમાનવત્ જાણી લે, એવી જ્ઞાનપર્યાયોનું માહાત્મ્ય આવે તેને તેની ધૂન લાગે, અને એવી પર્યાયના ધરનાર દ્રવ્યની ધૂન લાગે, એ ધૂનમાંથી ધ્યાન થઈ જાય છે... જ્ઞાનની આવડી મોટી પર્યાય ! એમ જ્ઞાનની પર્યાયની તાકાતનો ભરોંસો કરવા જાય ત્યાં તેને ધ્યાન થયા વિના રહે નહિ, – એની ધૂન પર્યાય ઉપર ન રહેતાં ગુણ ઉપ૨ ધૂન જાય અને એમાં કેવળજ્ઞાનની પ્રત્યક્ષતા થઈ જાય. જેના જ્ઞાનની વર્તમાન એક દશામાં ત્રણકાળની પર્યાયને જાણે અહો ! આ જ્ઞાનની પર્યાયનું આટલું જોર ! આટલી જોરદાર ! એ જ્ઞાનગુણની ધૂન વિના એને જોર આવે જ નહિ.
–પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ માર્ચ-૨૦૦૨