________________
૪૯૨
સમયસાર સિદ્ધિ-૬ રાગનો સ્વાદ હતો એ છૂટી જાય છે. આ..હા...! એટલે અંશે (છૂટી જાય છે). અને આત્માના આનંદનો સ્વાદ આવે, ત્યારે એને ભેદજ્ઞાન થયું કહેવાય. આહા..હા...! ત્યારે એને સમ્યગ્દર્શન
થાય. આહા..હા...!
આ તો પહેલી શરૂઆતની વાત છે. પહેલી ભૂમિકા. સમ્યગ્દર્શનના ઠેકાણા ન મળે. શું કહેવાય, કેમ થાય એની ખબરું ન મળે અને વ્રત ને તપ ને અપવાસ કરીને... આહા...! જિંદગી મિથ્યાત્વમાં ગાળે.
અર્થાત્ અનુભવ થાય છે.' ભેદજ્ઞાન થાય છે એટલે રાગ અને દ્વેષના વિકલ્પો.. આ..હા...! એ આકુળતા છે અને ભગવાન અંદર નિરાકુળ આનંદસ્વરૂપ છે. એમ ભેદજ્ઞાન થતાં એ આત્માનો જે સ્વભાવ છે તેનો અંશે આનંદનો સ્વાદ આવે છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? ત્યારે તેને ભેદજ્ઞાન કહેવામાં આવે છે. આ..હા...! અનુભવ થાય છે.’
જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે...' આ..હા...! આવ્યું હતું ને ? આનંદ આવે. રાગના વિકલ્પની આકુળતા અને ભગવાન સ્વભાવની અનાકુળ દશા, બેનો આંતરો પાડતા એને અતીન્દ્રિય આનંદ આવે એટલે કે અતીન્દ્રિય આનંદનો – આત્માનો અનુભવ થાય. ત્યારે એને જ્ઞાનમાં જણાય કે, આ આત્મા આવો છે. એ જ્ઞાનમાં જણાયા વિના આત્મા આવો છે, એવો નિર્ણય અજ્ઞાનીને થાય નહિ. આહા..હા...! આવો માર્ગ. આ તો ધર્મની પહેલી સીઢીની વાત છે.
કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે,...' એ શું કહ્યું ? કે, રાગ-દ્વેષના પરિણામ જે પુણ્ય-પાપના વિકલ્પ હતા એ આકુળતા હતી. એનાથી આત્માના ચૈતન્યસ્વરૂપ તરફ ઝુકાવથી તેનાથી – વિકારથી ભેદ પડી ગયો. ભેદ પડતાં આનંદનો સ્વાદ આવ્યો. સ્વાદ આવતાં જણાણું કે, આત્મા તો સદાય આવો જ રહ્યો છે, કોઈ દિ’ રાગરૂપે થયો નથી. આહા..હા...! દૃષ્ટિ જ્યાં પડીને આત્માનો અનુભવ થયો એથી (એમ થયું કે), આ આત્મા જો આવો ને આવો ન રહેતો હોય તો અનુભવ થયો તે ટાણે આ ક્યાંથી આવ્યું ? એ અનુભવ થતાં આત્મા અનાદિથી) આવો જ છે. એમાં નથી રાગ, નથી દ્વેષ, નથી વિકલ્પ, દયા, દાનનો વિકલ્પ એમાં નથી. આહા..હા...!
આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે,...’ એટલે કે જ્ઞાનની પર્યાય રાગથી ભિન્ન પડતાં જ્ઞાનનો ભાવ સ્વાદ આવ્યો એથી તેમાં જણાણું કે આ આત્મા તો આ જ્ઞાનસ્વરૂપ અને આનંદ સ્વરૂપ જ સદાય છે. કોઈ દિ' રાગરૂપે આત્મા થયો નથી. આકરી વાત છે, ભઈ ! મૂળ વાત (મૂકીને) આ બધું ઉપરટપકે કરે, લોકોને અભ્યાસ નહિ. વ્રત ને તપ ને એમાં જોડી રે. ધામધૂમ ! મોટી મૂર્તિઓ સ્થાપે ને વરઘોડા (કાઢે).
જ્યાં લગી રાગના વિકલ્પથી ચૈતન્યસ્વભાવી પ્રભુ, ભિન્ન છે એમ ભાન થયા વિના
―