________________
શ્લોક-૧૨૬
૪૯૩
એ ચૈતન્યની જાતનો નમૂનો, સ્વાદનો અર્થ કે સમ્યજ્ઞાનનો સ્વાદ) નહિ આવે. નમૂનો આવ્યો એ દ્વારા જણાવ્યું કે આ તો આખો આત્મા આ સ્વરૂપે જ છે. જ્ઞાનસ્વરૂપે જ છે અને આનંદસ્વરૂપે જ છે. આહાહા....!
પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે....” જોયું ? “સ્વરૂપ જ રહ્યો છે” એમ કહ્યું). વસ્તુ જે છે એ દયા, દાનના રાગરૂપે કોઈ દિ થઈ જ નથી. આહાહા..! થઈ હોય તો ભિન્ન જણાણું કેમ? એમ. આહા..હા...! રાગના વિકલ્પ દયા, દાનથી ભિન્ન પાડીને જણાણો ત્યારે જણાણો કે, આ કોઈ દિ' રાગરૂપ થયો નથી. થયો હોય તો આ અનુભવમાં કેમ આવે? સમજાણું કાંઈ ? આહા..હા...! મૂળ સમ્યગ્દર્શનની વાત મૂકીને બધી વાતું લોકો કરે). વ્રત પાળવા ને અપવાસ કરવા ને આ કરવા ને તે કરવા. લોકોમાં (ધર્મીષ્ઠ) માને, લોકો માને કરી શકે નહિ અને (કહે), બિચારા કષ્ટ કરે છે. પણ એના ફળ તો ચાર ગતિના રખડવાના છે. આ.હા...! આ વસ્તુ ભવના અભાવની છે.
ચૈતન્ય સ્વરૂપ જાણક સ્વભાવ અને રાગ આકુળતા અને આ (સ્વરૂ૫) અનાકુળ. બેની ભિન્નતા જાણી એટલે આત્માને જાણ્યો. આત્માને જાણ્યો એટલે કે આત્મા આવો જ સદાય રહ્યો છે એમ જાણ્યું. આહા..હા...! “રાગાદિરૂપ કદી થયો નથી માટે આચાર્યમમહારાજે કહ્યું છે કે, “હે સત્પરુષો !” આ...હા...! જુઓને કરુણા ! છે ને કળશમાં ? હે સત્રપુરુષો ! આ.હા..! “મેરેજ્ઞાનમુતિ નિર્મમિદં મોમ્બમધ્યાસિતા:' આમ કરો, પ્રભુ ! એમ કહે છે. આહાહા....! હે સપુરુષો! “લિંગ પાહુડમાં બહુ આવે, લિંગ પાહુડ છે ને ? એમાં હે મહાજન ! એવા શબ્દ આવે. એ ગમે એવો હોય પણ એને હે મહાજન ! હે મહાસંત ! હે મારા મિત્ર ! મિત્ર ! એવી ભાષા ઘણી આવે છે, હોં ! હે મહાભાગ્ય ! એમ કહીને બોલાવે. આહા..હા...! “અષ્ટ પાહુડ' ! આ...હા...!
અહીં તો એને જુદો પાડીને અનુભવવાવો છે ને ! રાગના કણથી પણ જુદો. હવે પછી બહારના પદાર્થોનું) શું ? લોઢાના (વેપાર કરે). આહા...! બહુ આકરું કામ. ધંધો કરી શકે નહિ. કરી શકે એમ માને છે. ધંધો કરી શકતો નથી. આહા..હા..! કેમકે એ જ્ઞાનસ્વરૂપ છે. જે જ્ઞાન છે એ કોઈ એક ચીજને મારી માને એ તો જ્ઞાનનું સ્વરૂપ જ નથી. જ્ઞાન સર્વને જાણે એ એનું સ્વરૂપ છે. આત્મા સિવાય સર્વ વસ્તુઓ એ માહ્યલી કોઈ એક-બે ચીજ પણ મારી છે એમ માનવું એ વસ્તુ નથી. પણ આત્મા સિવાય અનંતી ચીજો છે તે બધાને જાણે એવો એનો સ્વભાવ છે. માટે જ્ઞાતા-દૃષ્ટા પોતે છે. આહા..હા..! આ બધું કહીને પણ જ્ઞાતા-દેષ્ટા કરાવવો છે. આહાહા...!
“હે સપુરુષો ! હવે તમે મુદિત થાઓ. આહા..હા....! હે ધર્માત્મા ! આ.હા..હા....! હવે ધર્મમાં આનંદ કરો. ધર્મનો આનંદ લ્યો. રાગનો આનંદ તો અનંતકાળથી લીધો. દુઃખનો (સ્વાદ હતો). ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ હોય કે ચાહે તો હિંસા, જૂઠું,