________________
૪૯૦
સમયસાર સિદ્ધિ-૬ લીધા. જાણનાર-દેખનાર એનું સ્વરૂપ છે. રાગ-દ્વેષ એટલે પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ બેય પુગલવિકાર હોવાથી જડ છે...” આહા...હા...!
પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય.. અનાદિ અજ્ઞાનને લઈ ચૈતન્યસ્વરૂપ એ જાણે રાગરૂપ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને ભાસે છે. રાગથી ભિન્ન છે એ ભાસતું નથી. આ.હા...! “રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બને એકરૂપ-જડરૂપ–ભાસે છે.” આ...હા....! રાગ જડ છે અને આ જીવ ચૈતન્ય સ્વરૂપ છે. એને બે જડરૂપે ભાસે છે. રાગ હું છું એમ ભાસે છે). અસ્તિત્વ એનું જે ચૈતન્યસત્ત્વ છે એ સત્તાનું સત્ત્વ ખબર નથી અને આ રાગ છું એમ અચેતનને જડને પોતાનો જાણી અને જડરૂપે પરિણમે છે. આહાહા.... - જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ..” જીવ કરે. તીવ્ર દારુણ આવ્યું હતું ને ? ચૈતન્યના સ્વરૂપને અંતરમાં વાળીને રાગથી ભિન્ન પાડી અંદર ચૈતન્યનો અભ્યાસ કરે. આહાહા...નહિતર ચૈતન્ય તો જાણ્યો નથી તેથી એના જાણવામાં ક્યાંક પોતાપણું તો માનશે ને ? ચૈતન્યપણે જણાણું નહિ એટલે દયા, દાન, રાગાદિ ભાવ એ મારા છે, એમ પોતાનું અસ્તિત્વ એને માને. પોતાનું અસ્તિત્વ ચૈતન્ય છે એ જાણ્યું નહિ (એટલે) ક્યાંક પોતાની હયાતી તો માનવી પડશે ને ! એ રાગ અને દ્વેષના પરિણામ... આહા...હા..! એ અચેતનને આત્મા તરીકે માને છે.
ભેદજ્ઞાન કરવાથી અંતરંગમાં આત્મા અને રાગનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી. વાંચીને કે એમ નહિ. એમ કહે છે. અંદર ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ. જ્ઞાનસ્વરૂપ અને પર તરફ જતા રાગાદિની દિશા બેના લક્ષણો જુદા જાણી અને જે ભેદજ્ઞાનનો તીવ્ર અભ્યાસ કરે. આહા...હા...! “ભેદજ્ઞાન પ્રગટ થાય છે... “ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન...” આત્માનું જ્ઞાન જુદું પડે છે. આ..હા...!
‘ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે...” આ.હા...હા...! બધી લાખ વાત આવે, કરોડ વાત આવે. જડ બધા, ચૈતન્ય બધા, એના ગુણ-પર્યાયો બધાય ખરેખર તો જાણવાનો સ્વભાવ છે. કોઈ મારા છે એમ માનવાનો એનો સ્વભાવ નથી. જાણવું. સમય સમયની અવસ્થા થાય તે અવસ્થા જીવદ્રવ્યની છે. એમ એ અવસ્થાનું લક્ષ છોડી અને દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે અને તીવ્ર પુરુષાર્થથી આ અભ્યાસ કરે તો એને ભેદજ્ઞાન થાય.
મુમુક્ષુ :- અંતરંગમાં શું લેવું ?
ઉત્તર – અંતરંગમાં રાગ અને આત્મા, બે (લેવા). એ તો વાત થઈ ને ! આ ચૈતન્યસ્વરૂપ છે અને આ રાગ, એ બેનો ભેદ. અંતરમાં બે ભેદ પાડ, બહારમાં નહિ એમ કહે છે. બહાર નહિ. અંદરમાં રાગ અને આત્મા બેય ભિન્ન પાડે. આહા..હા..! અંતરંગમાં એટલે અંદરમાં. બહારથી કાંઈ ભેદ) પાડવો છે ? અંદરમાં રાગ, દયા, દાનનો વિકલ્પ આવે એનાથી