________________
૪૮૮
સમયસાર સિદ્ધિ-૬ થયો નથી. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે હે સપુરુષો ! હવે તમે મુદિત થાઓ.” ૧૨૬.
ટીકા :- આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂપ) વિપરીતતા નહિ પમાડતું થયું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધ-ઉપયોગમયાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું જરા પણ રાગદ્વેષમોહરૂપ ભાવને કરતું નથી, તેથી એમ સિદ્ધ થયું કે, ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ થાય છે અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી રાગદ્વેષમોહનો (અર્થાત્ આસવભાવનો) અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય
શ્લોક ૧૨૬ ઉપર પ્રવચન
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :- લ્યો. ૧૨૬ (કળશ).
(શાર્દૂત્તવિઠ્ઠીડિત) चेद्रूप्यं जडरूपतां च दधतो: कृत्वा विभाग द्वयोरन्तारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः
शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ।।१२६ ।। આહા..હા..! અર્થ – ચિદ્રુપતા ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન.... ભગવાન તો આત્મા જાણક સ્વભાવને ધારતો. છે ? “જડરૂપતા ધરતો રાગ....” “રાગ” શબ્દ રાગ-દ્વેષ, પુણ્ય, પાપ બધું લઈ લેવું). આહાહા...! ટીકાનો પાછો ટૂંકો કળશ કર્યો. ટીકાનો જ ભાવ છે. ‘ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ–એ બંનેનો, અંતરંગમાં દારુણ વિદ્યારણ વડે.” આ.હા...હા..! અંદર (ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે),...” આહાહા..! અંતરમાં એ રાગ, વિકલ્પ છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ અને ભગવાન જ્ઞાનસ્વરૂપ છે (એ) બેને ઉગ્ર ભેદ પાડીને. આહા..હા...! આ ભેદજ્ઞાન, આનું નામ ધર્મ. આવી વાત
ભેદ, આ..હા...હા..! “(તારુIકારોન)” “દારુણ વિદારણ વડે (અર્થાતુ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે), જોયું ? આહાહા...! કેમકે અંદર જે રાગાદિ છે એની દિશા પર તરફ જાય છે અને જ્ઞાનસ્વરૂપનું પરિણમન એ સ્વ તરફ જાય છે. આહા..હા..! સમજાય છે કાંઈ ? રાગ થાય છે એનું લક્ષ બહાર જાય છે અને જ્ઞાનનું પરિણમન છે એ ચૈતન્યદ્રવ્ય છે. લક્ષ ત્યાં જાય છે. આહા...હા..! “(તાવારોન) (ઉગ્ર અભ્યાસ વડે),...” “(પરિત: વિમા વૃત્તા)” “ચોતરફથી વિભાગ કરીને.” આહાહા..! –સમસ્ત પ્રકારે બન્નેને જુદાં