________________
૪૮૬
સમયસાર સિદ્ધિ-૬
(છે) તેમાં આત્માનું પરિણમન જ્ઞાન કે આત્મા એમાં છે જ નહિ. આત્માનું પરિણમન એમાં નથી. આત્માનું પરિણમન તો શુદ્ધ છે. આહા..હા...! શુદ્ધ પરિણમનને આધારે આત્મા જણાણો માટે શુદ્ધ પરિણમન આધાર છે. એમ અહીં લેવું છે. આહા..હા...!
આ રીતે તેમને પારમાર્થિક આધારાધેયસંબંધ નથી;...' આત્માને અને રાગને, કર્મને અને શરીરને આધાર-આધેય નથી. દરેક વસ્તુને પોતપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે.’ આહા..હા...! આ માથા ઉપર આ પરમાણુ છે ને, ઉ૫૨નો પરમાણુ, એ નીચલા ૫૨માણુને આધારે નથી. એના આધારે ઈ છે. આ ચોપડીને આધારે આ નથી. એનામાં આધાર નામનો ગુણ છે એને આધારે ઈ છે. આવું દુનિયાથી (ઊંધું).
મુમુક્ષુ :- ઠવણીના આધારે ચોપડી છે.
ઉત્તર :– એને આધારે ચોપડી નથી. આહા..હા...! વ્યવહારને આધારે નિશ્ચય નથી અને નિશ્ચયને આધારે વ્યવહાર નથી. આહા..હા...! એવી ચીજ છે. અરે...! પોતાનો વિચાર કરીને હું કોણ છું ? આ શું છે ? નિર્ણય કરવાના ટાણા ઓછા. જગતના પાપના ધંધા આખો દિ'. આહા..હા...! અરે...! આ તે શું ચીજ છે ? અને આ શું કહે છે આ ? આહા..હા...! પહેલી ત્રણ ગાથામાં તો ગજબ કામ કર્યું છે ! ત્રણ છે ને ? ઓ...હો..હો....!
ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી...' ઉપયોગ એટલે આત્મા. અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારાધેયસંબંધ નથી; દરેક વસ્તુને પોતાપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ.... એટલે આત્મા ઉપયોગમાં જ છે,...' આત્મા આત્મામાં જ છે. ઈ આત્માનું પિરણમન થયું એ ઉપયોગ, એ આત્મા. એને આધારે આત્મા છે. રાગનું પરિણમન થયું એ જડને આધારે છે, ઈ જડ છે. આહા..હા...! અંદર ભિન્ન પડીને જ્ઞાનનું પરિણમન થયું એમાં આત્મા છે. કારણ કે એ પરિણમનમાં આત્મા જણાણો છે. આ..હા....! રાગ પરિણમનમાં જડ જણાણું છે, અજ્ઞાન જણાણું છે. આહા..હા...!
ઉપયોગ ઉપયોગમાં જ છે,.. મૂળ પાઠ હતો એનું લીધું. ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું.' લ્યો. જુદાપણું બરાબર સિદ્ધ થયું. જેવું જુદું છે તેવું જુદું બરાબર સિદ્ધ થયું. આહા..હા...! ‘(ભાવકર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે).’ ભાવકર્મ, હોં ! ‘ભાવકર્મ વગેરેને અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે).' છેલ્લું.