________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૮૫ થયું. લ્યો. આ રીતે ભાવકર્મ (અર્થાતુ) પુણ્ય-પાપ, દ્રવ્ય કર્મ જડ અને નોકર્મ (એટલે) બહારની ચીજો. (એમનું) “ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. આહા...હા...!
ભાવાર્થ – “ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે.” એ વ્યાખ્યા કરી. ઉપયોગમાં ઉપયોગ છે, એમ કહ્યું હતું ને ? ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે, આત્મસ્વરૂપ છે. “અને ક્રોધાદિ ભાવકર્મ” પુણ્ય અને પાપના ભાવ, ભાવકર્મ, વિકાર છે. “
"જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ જ્ઞાનાવરણાદિ આઠ જડ કર્મ છે ને ! અને શરીરાદિ નોકર્મ.” શરીરને આધારે આત્મા અત્યારે નથી. તેમ શરીર આત્માને આધારે અત્યારે નથી. અરે. અરે..! આવી વાતું ! કઈ જાતની વાત હશે આ? આ (શરીર) માટી, ધૂળ છે (એ) અજીવતત્ત્વ છે એને આધારે અંદર આત્મા નથી. તેમ આત્માને આધારે આ શરીર રહ્યું છે એમ નથી. શરીર શરીરની પર્યાયને આધારે શરીર રહ્યું છે. આહા..હા.. કેટલું ફેરવવું એણે. ધાર્યું હોય કાંઈક, નીકળે કાંઈક. હવે બધું ફેરવી નાખવું પડે. આહાહા! શ્રદ્ધા આખી લાઈને ફેરવી નાખવી પડે. આહા..!
એ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી કોણ ? એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ, કર્મ અને શરીર એ બધાં પુગલના પરિણામ હોવાથી પુદ્ગલદ્રવ્ય છે. આહા..હા..! એ જીવદ્રવ્ય નહિ. “પુદ્ગલ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે;..” આહાહા...! વ્રત કરું ને તપ, અપવાસ કરું ને એવો જે વિકલ્પ હોય એ જડ છે. પુદ્ગલના પરિણામ (છે), જીવના નહિ. આહાહા....! અજીવ છે.
મુમુક્ષુ :- પર કરે એમ કહે તો જડ થઈ જાય.
ઉત્તર :- એ માન્યતા એની જડ થઈ જાય. મને ધર્મ થયો, અપવાસ કરું છું તો મેં વસ્તુ છોડી, એ માન્યતા મિથ્યાત્વ – જડ છે. આહા..હા...! આવું આકરું છે. લૌકિક કેળવણીથી આ કેળવણી જુદી જાત છે. આહા..હા...!
તેમને અને જ્ઞાનને...” એટલે (ક્રોધાદિને) અને જ્ઞાનને, આત્માને એટલે જ્ઞાનને અને તેમને એટલે પુણ્ય-પાપાદિ ભાવને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે. જેમાંથી જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય એ પ્રદેશ ભિન્ન છે. જડના પ્રદેશો, જડના ભાવ એ જે પ્રદેશ છે ચૈતન્યનો પણ એ પ્રદેશ ભિન્ન પ્રદેશ છે. આહા...હા...! ‘અત્યંત ભેદ છે.
માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી.” ચૈતન્યના પરિણમનમાં અને ચૈતન્ય વસ્તુમાં એ રાગ-દ્વેષાદિ નથી તેમ કર્મ અને શરીરાદિ નથી. આહા..હા....! “અને ક્રોધાદિકમાં....” એ રાગાદિમાં ‘કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. એમાં આત્મા નથી. આત્મામાં એ નથી અને એમાં આત્મા નથી. આહાહા...! જાણક સ્વભાવથી જે આત્મા જણાણો એમાં રાગ નથી, ક્રોધ નથી, કર્મ નથી, શરીર નથી. અને શરીર અને રાગ એ પુદ્ગલના પરિણામ