________________
ગાથા૧૮૧ થી ૧૮૩
૪૮૩
આધેય. પણ જાણનક્રિયા સિવાય રાગ આધાર અને જાણનક્રિયા બે થઈને આધાર (છે), એમ નથી. કહો, સમજાણું કાંઈ ? છે ને ? સામે પડ્યું છે ને ? આહા..હા...!
પ્રભવતી નથી એટલે અહીં કહેવું છે કે, જ્ઞાનમાં – જ્ઞાન પર્યાયમાં સૂક્ષ્મપણું કરીને જ્યારે આત્મા જે ત્રિકાળ છે, એનો વિચાર કરે આ..હા...! તો એની બુદ્ધિમાં એ આત્માને બીજો કોઈ આધાર છે એ વાત પ્રભવતી નથી, ફાવી (શકતી) નથી, એમ લખ્યું ને ? ફાવી શકતી નથી. આત્માને બીજો કાંઈક રાગનો આધાર છે એમ ફાવી શકતું નથી. ઠરી જાય છે, ઉદ્દભવતી નથી. આહાહા....! એટલે કહે છે, સત્તા સ્વરૂપ ભગવાન ત્રિકાળ, એને બુદ્ધિમાં સ્થાપીને વિચાર કરતાં પરનું આધારપણું છે એ ઠરી જાય છે એટલે હોતું નથી. એનાથી જણાણો એથી જાણનક્રિયા જે ધર્મની (થઈ), સમ્યગ્દર્શન-જ્ઞાનની ક્રિયા (થઈતે આધાર, આત્મા આધેય (છે). એનાથી આત્મા જણાણો માટે (આત્મા) આધય. પહેલું કાલે ઘણું આવી ગયું છે.
‘ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી;” લ્યો ! જેમ આકાશની વાત હતી એમ આની વાત (છે). આહા..હા...! “અને તે નહિ પ્રભવતાં, એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે’ એટલે ? વસ્તુ છે એનું જ્યાં અંતર્મુખ થઈને મનન કરે, જ્ઞાન કરે છે, જ્ઞાનનું પરિણમન થાય છે એ જ્ઞાન જ એક જ્ઞાનમાં જ, જ્ઞાન એટલે આત્મા, એક જ્ઞાન એ પણ એક નિર્વિકલ્પ જ્ઞાન એમ, રાગ, ભેદ નહિ. આહા..હા...! શું આચાર્યની ટીકા !
એક આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ, તે એક જ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. એ એક જ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન પરિણતિ એક જ એની છે. એ પરિણતિમાં એ જણાય છે માટે એ પરિણતિમાં પ્રતિષ્ઠિત છે, પરિણતિમાં એને આધાર છે. આહાહા...! એ શબ્દો બીજા, ભાવ બીજા. આ તો વીતરાગની કૉલેજ છે. જાત જુદી, બાપુ ! અત્યારે બધો ફેરફાર થઈ ગયો છે. ઘણો ફેરફાર, વાડામાં સાચી વાત કહે તો એને ખોટી ઠરાવે, ખોટી વાતને સાચી ઠરાવે. આહા...હા...!
એ “એક જ્ઞાન જ. એટલે આત્મા એક જ્ઞાનમાં જ. એક જ્ઞાનમાં જ એટલે તેની જાતમાં. જ્ઞાનનું પરિણમન, જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનમાં રમણતા વગેરે વગેરે એક જ્ઞાનમાં જ આધાર છે. એ આત્માને, જ્ઞાન એટલે મનન જે પરિણમન થયું એમાં જ એ આત્મા છે, બીજે ક્યાંય આત્મા છે નહિ. “એમ બરાબર સમજી જવાય છે.” એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી.” આહા..હા... એ દયા, દાનનો મંદ રાગ આવ્યો, મંદ હતો એટલે) આ જણાણું એવું ત્યાં રહેતું નથી. ધર્મી જીવને જ્ઞાન સ્વરૂપના પરિણમનથી આ આત્મા છે, એમ જણાણું એને આ જ્ઞાન પરિણમનનો આધાર છે, પણ રાગ આધાર છે (એમ) જણાતું નથી. આહા...હા...! વ્યવહાર