________________
૪૮૨
સમયસાર સિદ્ધિ-૬ આધેય પણ ભિન્ન છે. અને તેથી તે બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. માટે તેનો આધાર-આધેય ભિન્ન છે. આહા..હા...! આવી વાત છે. અત્યારે તો આ દયા પાળે ને વ્રત કરે ને ભક્તિ, પૂજા કરે ત્યાં ધર્મ થઈ જશે. ધૂળેય ધર્મ નથી. એ તો બધી રાગની ક્રિયા છે. આત્મા તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. જે જ્ઞાન જાણવું અને આનંદ સ્વરૂપ (છે) તે અજ્ઞાન અને દુઃખરૂપ રાગાદિ, એના પરિણામથી એ જણાય ? આહા..હા...! અજ્ઞાનથી જ્ઞાન જણાય ? દુઃખથી આનંદ જણાય ? આહા..હા...! ‘શશીભાઈ’ આ ‘સંવર અધિકા૨’(ની) શરૂઆતમાં છે. આહા...હા...! ચૈતન્યપ્રકાશનો પૂર, નૂર પ્રભુ, એ ચૈતન્યના પ્રકાશનું પૂર, એનાથી દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ તદ્દન જુદી જાત છે. જાત જુદી, ભાત જુદી, ક્ષેત્ર જુદું અરે...! કાળ જુદો. એ એક સમય રહે છે અને અહીં ભગવાન તો ત્રિકાળ રહે છે. આહા..હા...! ભાવ જુદો (છે). આહા..હા...! સમજાણું કાંઈ ? બેય ભાઈ આવ્યા લાગે છે. માણેકચંદજી’ આવ્યા લાગે છે. આહા..હા...! આવી વાત છે.
આચાર્યોએ તો એવી ભાષા કરીને, કરુણા કરીને જગતને સત્યમાં એને બેસાડ્યો છે. પ્રભુ ! તું સત્ય વસ્તુ છો ને ! અને સત્ય વસ્તુ તારામાં પ્રભુ ! જ્ઞાન અને આનંદ છે ને ! એ જ્ઞાન અને આનંદનો વિચા૨ ક૨ તો એ વિચાર ને મનનને આધારે એ જણાય છે માટે મનન પરિણમન આધાર અને એ પોતે) આધેય. રાગ આધાર ને આધેય ત્રણકાળમાં નહિ. આહા..હા...! આવું છે. લોકોને ન બેસે એટલે એકાંત કહે, પછી લોકો એમ કહે. એ હતું નહિ. નહોતું એટલે (એકાંત લાગે). વસ્તુ તો આ છે, બાપુ ! આહા..હા...! અને તે ન્યાયથી વિચા૨ ક૨ે તો એને બેસી જાય એવું છે.
ન્યાયથી વિચાર કરે કે, જે વિકારી ભાવ છે, શુભ-અશુભ ભાવ, પુણ્ય-પાપ (ભાવ છે) એ દુઃખરૂપ છે, આકુળતા છે. ભગવાનઆત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. એ આકુળતા અને આનંદ સ્વરૂપની જાત એક છે ? અને એ આકુળતાને આધારે આત્મા જણાય એમ છે ? આહા..હા...! એનું જાણવું તો, બુદ્ધિમાં આત્માને સ્થાપીને, બુદ્ધિમાં રાગ (સ્થાપીને) નહિ, જ્ઞાનમાં (સ્થાપીને), જ્ઞાનની પર્યાયમાં – બુદ્ધિમાં આત્માને સ્થાપીને વિચાર કરતાં એ બુદ્ધિમાં બીજો આધાર છે એમ પ્રસરતું નથી, એમ જણાતું નથી. કેટલા બોલ નાખ્યા છે ને એમાં ? પહેલા નાખ્યા છે. પ્રભવતી નથી, નાખ્યું ને ? પહેલા (આવી ગયું છે). ક્યાં આવ્યું ઈ ? (શ્રોતા : બીજા પેરેગ્રાફની ચોથી લીટી). ચાલે એની ચોથી ? હા, ઈ. બરાબર છે. પ્રભવતી નથી.’ ઈ લ્યો. ભિન્ન) આધાર-આધેયની અપેક્ષા પ્રભવતી નથી. (ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી);...' આહા...હા....!
બુદ્ધિમાં આત્માને લઈને લક્ષમાં લઈને જો એનો વિચાર કર તો તને એમ લાગશે કે, આત્મા જે હું જાણું છું, વિચાર મનન (કરું છું), એ સ્વરૂપમાં એ જણાણો. એ સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ જ છે. માટે સ્વરૂપનો આધાર એ જાણક્રિયાનો આધાર, આત્મા