________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૮૧ અહીંયાં તો કહે છે, જ્યારે આકાશને બુદ્ધિમાં સ્થાપતા એનો આધાર-આધેય કોઈ દેખાતો નથી. એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ ત્રિકાળી, એને વર્તમાન પરિણમન જ્ઞાનમાં વિચારતાં વર્તમાન જ્ઞાનના પરિણમનમાં વિચારતાં એને જ્ઞાનને આધારે જ્ઞાન છે. એ પરિણમન જે થયું એને આધારે જણાણો માટે આત્માને આધારે આત્મા છે, એ જ્ઞાનને આધારે આત્મા છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- જ્ઞાન તો ઇન્દ્રિયો દ્વારા થાય.
ઉત્તર – ધૂળેય ઇન્દ્રિય દ્વારા ન થાય, ઇન્દ્રિય જડ છે, આ તો માટી જડ ધૂળ છે. આ જાણે છે ? જાણે છે તો આત્મા. જેની સત્તામાં જણાય છે, જેની સત્તામાં જણાય છે. તે આત્મા છે. આમાં જણાય છેઆમાં ? આ તો જડ માટી છે. જેના હોવાપણામાં, જેની મોજૂદગીમાં આ છે, આ છે, આ છે એમ જણાય છે એ આત્મા છે, જ્ઞાનસ્વરૂપ છે. આવી વાતું છે. દુનિયાથી જુદી લાગે. શું થાય ? બાપુ ! માર્ગ જ આ છે. આહા..હા...!
જેમ બુદ્ધિમાં આકાશને સ્થાપીને આકાશનો કોઈ આધાર નથી એમ ભાસે છે). એવી બુદ્ધિ પ્રસરતી નથી, એવી બુદ્ધિ થતી જ નથી કે આકાશને કોઈ (બીજો) આધાર હોય. એમ ભગવાન આત્મા વર્તમાન જ્ઞાનનું પરિણમન, જ્ઞાનનો ઉત્પાદ દશા જ છે. આહા..હા..! એ જ્ઞાનની વર્તમાન દશાને એ જ્ઞાનનો વિચાર કર કે, આ આત્માને આધાર કોનો છે ? કે, આત્માને જે જાણવાની દશા પ્રગટ કરી તે જ આત્મા છે. તો તેનો આત્માને આત્માનો આધાર રહ્યો. આહાહા.! સમજાણું કાંઈ ?
રાગ નહિ, પુણ્ય, દયા, દાન, વ્રત, ભક્તિ નહિ. જ્ઞાનાને) બુદ્ધિમાં સ્થાપીને. આહા...હા...! એ કંઈ ઓછી વાત છે ? બુદ્ધિમાં જ્ઞાન આત્મા છે એમ સ્થાપીને વિચાર કરે તો તે જ્ઞાનનું જે પરિણમન છે, જ્ઞાનનો જે જાણવાનો ભાવ થયો તે ભાવમાં આત્મા જણાશે તેથી તે ભાવમાં આત્મા છે. એ ભાવ પણ આત્મા જ છે. એ ભલે જાણનપર્યાય છે પણ છે ઈ આત્મા. તો આત્માને આધારે આત્મા છે, આત્મા બીજાને આધારે છે નહિ. આહા..હા...! એ દયા, દાન ને વ્રત ને ભક્તિ, પૂજાપાઠ કરે તેથી આત્મા જણાય એની ના પાડી છે. એ રાગ છે, એમ કહે છે. આહા...હા..!
મુમુક્ષુ :- છઠ્ઠા ગુણસ્થાન સુધી રાગ છે. ઉત્તર :- બુદ્ધિપૂર્વક રાગ છે. રાગ છે, અચેતન છે. મુમુક્ષુ :- ક્યાં સુધી આધાર છે ?
ઉત્તર :- આત્માનો આત્માને આધાર છે. રાગનો આધાર છે જ નહિ. એ માટે તો આ વાત ચાલે છે. રાગનો આધાર નથી પણ એના કારણો પહેલા આપી ગયા ને ? કે, રાગ અને આત્મા બે વસ્તુ ભિન્ન છે. બેના લક્ષણો ભિન્ન છે, એનો સ્વભાવ ભિન્ન છે અને તેથી બેના પ્રદેશો ભિન્ન છે અને તેથી તેની સત્તા ભિન્ન છે. તેથી તેનો આધાર