________________
સમયસાર સિદ્ધિ-૬ જેમ એ શુભ-અશુભ ભાવ, પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ અને કામ, ક્રોધ, આ ૨ળવું, વિષય-વાસના એ બધા ભાવો આત્માની ચીજથી બીજી ચીજ છે, એની જાત બીજી છે. આ જાત છે ત્યારે એ કજાત છે. અને તેથી તેના રહેવાના અંશો જુદા છે. અને તેથી તેની સત્તા જુદી છે અને તેથી તેના આધાર-આધેય જુદા છે અને તેથી તેની સ્વરૂપ વિપરીતતા, સ્વરૂપની વિપરીતતા અનંતી ભિન્ન છે. આહા..હા...! અને તેથી તે અજ્ઞાન અને જ્ઞાન બે ભિન્ન છે. અજ્ઞાન (એટલે) એ પુણ્ય-પાપના પરિણામને અજ્ઞાન કહ્યું. આહા...હા...! સમજાણું કાંઈ ? આ તો સમજાય એવું છે, કાંઈ બહુ ઝીણું નથી. આહા..હા...!
અંદર જાણનાર છે એ કોને ન જાણે ? એને જાણના૨ને મર્યાદા શું હોય ? અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત દર્શન એનો જો વિચાર કરવામાં આવે... આ..હા..હા...! જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે...' આ..હા..હા...! ‘ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી...' આ..હા..હા...! એ વસ્તુ છે, જ્ઞાનસ્વરૂપી પ્રભુ એ કોઈ બીજી ચીજને આધારે છે એમ છે જ નહિ. એ ચીજ પોતે વસ્તુ છે એ પોતે પોતાના આધારે (છે). એટલે પર્યાય જેનું સ્વરૂપ જાણવું (છે), એને જાણવાની જે સ્વરૂપની બુદ્ધિ, એ સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ છે. તેથી જ્ઞાનસ્વરૂપ જાણનક્રિયા તે આધાર છે અને આત્મા તે આધેય છે. પણ આત્મા આધેય છે અને કોઈ બીજાને આધારે રહે છે, રાગને આધારે ને પુણ્યને આધારે રહે છે એમ નથી. આહા..હા...! આવી વાતું. વાડાવાળાને તો આકરી લાગે એવી છે. (વાડા) બાંધીને બેઠા છે. ત્રણે કાળ આવો માર્ગ છે, બાપુ ! શું કહ્યું ?
જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...' જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, હોં ! કો'કની બુદ્ધિમાં સ્થાપીને તું વિચાર કર, એમ (નથી કહ્યું). જ્ઞાનમાં જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને ‘(જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી...' ત્યારે આત્મા બીજા કોઈપણ તત્ત્વને આધારે છે એમ છે જ નહિ. એ તો પોતે પોતાને આધારે જ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા....હા...!
બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે' એટલે શું કહ્યું ? જાણક સ્વભાવ જે છે, કાયમી અસલી ત્રિકાળી જ્ઞાનસ્વભાવનો વિચાર કરતાં એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે” એટલે કે બીજી કોઈ ચીજ નહિ. એનું જે જ્ઞાનનું પરિણમન કર્યું, જ્ઞાનનું પરિણમન પર્યાયમાં દશા કરી, તે દશાને આધારે એ જણાણો. એથી જ્ઞાનદશા એ આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ (છે). જ્ઞાનના સ્વરૂપને જ્ઞાનના જ સ્વરૂપનો આધાર છે. આહા..હા...! આવું હવે ધર્મને નામે.. વસ્તુ એવી છે, બાપુ ! આકરી છે. ધર્મ તો એક સેકંડ થાય તો એને જન્મ-મ૨ણ મટે એવી ચીજ છે. પણ ધર્મ કોને કહેવો એ સમજવું કઠણ બહુ, બાપુ ! આહા..હા....!
૪૮૦