________________
૪૭૮
સમયસાર સિદ્ધિ-૬
કે જેથી એને આધારે આકાશ હોય. આહા..હા...! એમાં કહેશે. આકાશ ક્ષેત્રથી મોટું છે, ભગવાન શાન અને આનંદથી મોટો છે. આહા..હા...!
મુમુક્ષુ :– બે મોટામાંથી મોટું કોણ ?
ઉત્તર :– મોટો આત્મા. એ આકાશને પણ જાણનારો આત્મા છે). આ...હા...! ઝીણી વાત છે, ભાઈ ! તાત્ત્વિક વિષય બહુ સૂક્ષ્મ છે.
આત્માને, એ પાંચ બોલે કહ્યો એનો આ તો હવે દાખલો આપે છે. (આકાશનો) આધારાધેયભાવ વિચારવામાં આવે...' જ્ઞાનમાં – બુદ્ધિમાં આકાશનો વિચાર કરો કે એ સર્વવ્યાપક આકાશ છે એ અરૂપી છે, ઈ અરૂપી છે, હોં ! એને આધા૨ કોણ ? એનાથી મોટું કોણ છે કે જે આધાર હોય ? આહા..હા..! એ આકાશ છે એ જ આધાર અને આધેય છે. આધા૨ે એ અને આધેય પણ ઈ. આહા..હા...! આકાશ. ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ હોવાથી (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી..’ જ્ઞાનમાં વિચાર કરે તો આકાશને લક્ષમાં લે અને એ આકાશને આધાર કોણ ? એમ વિચાર કરે તો બુદ્ધિમાં આધાર-આધેય, એવી ભિન્નતા એમાં ભાસતી નથી. આકાશ આધાર અને આકાશ આધેય. બાકી બીજી આધાર અને આકાશ આધેય, એમ નથી. આહા..હા...!
‘અને તે નહિ પ્રભવતાં...’ શું કહે છે ? બુદ્ધિમાં આકાશનો વિચાર કરતાં.. આ..હા..હા...! એક તો આચાર્ય કહે છે કે, અમે તને તારા આત્માની વાત કરશું પણ એક આકાશનો તો તારી બુદ્ધિમાં વિચાર કર. નાસ્તિક હોય તોય એને જરી વિચા૨ ક૨વો પડશે કે, આકાશ ખાલી ખાલી અરૂપી છે. અહીંયાં છે, બહાર ખાલી અલોક છે, જ્યાં આ ચૌદ બ્રહ્માંડ છે નહિ. જીવ, જડનો જ્યાં સંગ્રહ નથી. ખાલી ભાગ અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત... અનંત... અનંત... ક્યાંય ચાલ્યા જાવ તોય ક્યાંય અંત નથી. એવું અનંત આકાશ ચારે બાજુ છે. આહા..હા...! એવડા આકાશને બુદ્ધિમાં સ્થાપીને વિચાર કર. આહા..હા...! કે, એ આકાશને રહેવાનું સ્થાન કોણ ? કે, એ પોતે જ રહેવાનું સ્થાન અને પોતે આધેય છે. એને બીજો કોઈ આધાર હોતું નથી. આ..હા...! છે ?
એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે’ આ..હા...! એક આકાશ જ આકાશને આધારે છે. પ્રતિષ્ઠિત (એટલે) આધારે. ઓ..હો..હો....! આકાશનો દાખલો આપ્યો. એ ક્ષેત્રથી આમ વ્યાપક છે. આ ચૌદ બ્રહ્માંડ જે જડ અને ચૈતન્યનો (સંગ્રહ) છે એ અસંખ્ય જોજનમાં જ છે, અનંતમાં નહિ. આ જડ-ચૈતન્યનો સંગ્રહ અસંખ્ય જોજનમાં (છે), પછી ખાલી ભાગ છે અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત... ત્યાં અરૂપી આકાશ છે. એનો ક્યાંય અંત નથી. એવડા આકાશને તું બુદ્ધિમાં લે, વિચાર કર. આહા..હા...! અને એનો વિચાર કરતાં તને એમ આવશે કે, આકાશ આવડું મોટું એને આધા૨ કોણ ? એ જ મોટી ચીજ છે.