________________
૪૭૬
સમયસાર સિદ્ધિ-૬. છે. એકલો છે. આહા..હા...! ક્યાં છે કાંઈ? છે અનંત પણ એનામાં. બેની સત્તા જ જુદી છે, કીધું ને ? રાગની, દયા, દાનની સત્તા અને આત્માની સત્તા જ ભિન્ન ભિન્ન છે. આહાહા....! તો દયા, દાન, વ્રત, પૂજાના પરિણામનો આધાર અને આત્મા એનાથી) જણાય (એનો) નિષેધ છે. કહો, “ચીમનભાઈ ! આહા...હા...! આ શાસ્ત્ર કાંઈ “સોનગઢ'નું છે ? આ...હા...! “સોનગઢ'માં છપાણું છે.
ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે. પ્રભુ “સીમંધર ભગવાન, એમની આ વાણી છે. અરે...! જગતના જીવો ! “સમયસાર' ભેટશું રહી ગયું. લોકોને ભેટ આપી, ભેટ, ભાઈ ! એકવાર તું આ “સમયસાર લે. લે એટલે કે પરિણતિમાં આત્માને લઈ લે. આહા..હા...! આ.હાહા...! થોડું પણ સત્ય હોવું જોઈએ, ભાઈ ! એ. મોટી ક્રિયા ને અપવાસ ને વર્ષીતપ ને મોટા પચીસ, પચાસ, સો છોકરાઓ લઈને સામાયિક કરવા બેસે. એ બધો કાંઈ ધૂળેય ધર્મ નથી, અધર્મ છે, અધર્મનું પોષણ છે. આહા..હા...!
જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે.” (એટલે કે, શુદ્ધ પરિણતિ. “તેમ (જ્ઞાનનું સ્વરૂ૫) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે. ક્રોધાદિક્રિયા લેવી છે ને ? અહીં જાણનક્રિયા છે ને ત્યાં ક્રિયા લેવી છે. તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. અહીં વજન છે. આચાર્ય મહારાજનું અહીં વજન છે. આમ કોઈપણ રીતે સ્થાપી શકાતું નથી. કોઈપણમાં બધુંય આવી ગયું. વ્યવહાર પણ આવી ગયો). આહા.હા...! વિશેષ કહેશે.. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૬૧ ગાથા-૧૮૧ થી ૧૮૩, શ્લોક-૧૨૬
રવિવાર, જેઠ વદ ૧૫, તા. ૨૪-૦૬-૧૯૭૯
આ ‘સમયસાર', “સંવર અધિકાર'. સંવર એટલે ધર્મની ઉત્પત્તિ, ધર્મની ઉત્પત્તિ. નિર્જરા એટલે ધર્મની વૃદ્ધિ. એ અધિકાર છે. અહીં તો હવે દૃષ્ટાંત આપશે પણ એના પહેલાં આ આત્મા છે એનાથી પુણ્ય અને પાપના ભાવ જે અંદર (થાય) છે, શુભ-અશુભ ભાવ (છે), દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ, હિંસા, વેપાર-ધંધાના પરિણામ, એ શુભ-અશુભ પરિણામને વસ્તુ જ બીજી ગણી છે. આત્માથી તે વસ્તુ બીજી છે. આહા...હા...!
આત્મા તો સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ અતીન્દ્રિય આનંદઘન (છે) અને આ વિકાર શુભ અને અશુભ ભાવ બેય દુઃખરૂપ અને પરવસ્તુ છે, બેય એક વસ્તુ નથી. એક વસ્તુ નથી તેથી તેના પ્રદેશ એક નથી. આહા..હા..! તેનું રહેવાનું ક્ષેત્ર એક નથી. વસ્તુ જુદી એટલે