________________
૪૭૪
સમયસાર સિદ્ધિ-૬ જ્ઞાનસ્વરૂપ (છે). પર્યાયથી જાણ્યો ને એટલે. પર્યાયથી દ્રવ્ય જણાણું એટલે જાણનક્રિયા એ આત્માનું સ્વરૂપ છે.
મુમુક્ષુ :- સમ્યકજ્ઞાન. ઉત્તર :- સમ્યફજ્ઞાનની જ વાત છે ને, ઓલી વાત છે જ નહિ. આહા...હા..!
“(જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) તેમને પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. લ્યો ! આહા..હા...! રાગનો કણિયો મંદ હોય તો આત્માનું જ્ઞાન થાય, આત્મા તરફ ઢળે એમ જરીયે નથી, કહે છે. આહા..હા...! ક્યાં ગયો ? “જીતુ નથી ? જુદી જાત છે આ બે. આહા..હા...! ઝીણી વાત છે, બાપુ ! જન્મમરણ રહિતની વાતું જુદી છે અને જન્મ-મરણ કરી કરીને અનાદિથી મરી ગયો છે. આહાહા..! નરકના, નિગોદના ભવ કરી કરીને મરી ગયો છે. આહા..હા...! જેના દુઃખ દેખીને દેખનારને રોણા આવ્યા છે. એવા દુઃખ અનંત વાર વેક્યા છે, બાપુ ! અત્યારે તું ભૂલી ગયો. આહા..હા...! નરક ને નિગોદના દુઃખો. નિગોદમાં હીણી (દશાનું દુઃખ છે). નરકમાં સંયોગની અપેક્ષાએ દુઃખ કહેવામાં આવે અને નિગોદમાં હીણી દશાની અપેક્ષાએ દુઃખ કહેવામાં આવે. તદ્દન હીણી દશા, અક્ષરનો અનંતમો ભાગ રહી ગયો. આહાહા...આનંદ ને જ્ઞાન ને ક્યાંય નથી). આનંદ તો જરીયે નથી, જ્ઞાન અનંતમાં ભાગનું રહી ગયું. આહાહા.... અને સંયોગી દુઃખ આવે (તો) લોકો એને દેખે.
મુમુક્ષુ :- વ્યવહાર કથનમાત્ર છે.
ઉત્તર :- એ તો કથનમાત્ર છે, કીધું નહિ ? બીજો નય છે પણ એ કથનમાત્ર (છે), જાણવું (કે) આમ કહે છે. બસ ! એટલું. એમાં એ આદરવા લાયક છે નહિ. આહા..હા...!
આ..હા..! માટે “પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી.' કોની સાથે ? જાણનક્રિયા જે આત્માની પરિણતિ છે એનાથી જણાણો એ જાણનક્રિયા અને ક્રોધની જે પરિણતિ. ક્રોધની ક્રિયા, માનની ક્રિયા એ બેને તદ્દન સ્વરૂપ વિપરીત છે. તેથી બેમાં આધાર-આધેય સંબંધ નથી. આહા..હા..! પણ આવે, કોઈ ઠેકાણે આવે), વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે. જયસેનાચાર્યદેવમાં તો બહુ આવે. “જયસેનાચાર્યદેવમાં ! એ તો નિમિત્ત છે એનું જ્ઞાન કરાવ્યું. એક વસ્તુ છે એનું જ્ઞાન કરાવ્યું), બાકી એ તો એનું સ્વરૂપ જ નથી. સ્વરૂપ તો એ જાત જે આનંદ અને જ્ઞાન છે એનું પરિણમન થાય એ એની જાત છે. રાગનું પરિણમન તો કજાત છે. અહીં તો એને જડ કીધું. જડ છે. “વિક્રૂપ’ છે ને ? શ્લોક આવશે ને ? ‘વિદ્રુપ નડતો' એ શ્લોક જ આવશે. વિદ્ગણું ન રુપતાં વાતો: આ..હા....! (૧૨૬) કળશમાં છે).
ભગવાનઆત્મા જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ, એને જાણવાની પરિણતિથી જાણ્યો. આહાહા..! એ ચૈતન્ય છે. ભલે પરિણતિ પર્યાય છે પણ એ ચૈતન્ય છે. એ ચૈતન્યનું