________________
ગાથા–૧૮૧ થી ૧૮૩
૪૭૩
હોવાથી” એ બેમાં અત્યંત સ્વરૂપવિપરીતતા છે. આહા..હા..! જાણ નક્રિયા જે જાણવાનીદેખવાની, સ્વને દેખીને જાણવાની-દેખવાની ક્રિયા થઈ એ તો આત્મા જ છે. કેમકે આત્માનું સ્વરૂપ છે. અને એને આધારે તો જણાણો માટે ઈ આધાર છે. એ પર્યાયને અને ક્રોધાદિ રાગાદિ દયા, દાનના પરિણામને અંદરમાં પરસ્પર છે ? “અત્યંત સ્વરૂપવિપરીતતા...” છે. આહા..હા...! અત્યંત સ્વરૂપ વિપરીત છે. અરે..! આવો કઈ જાતનો ધર્મ ? એમાં હવે આ ભેદજ્ઞાનનો ‘સંવર અધિકાર’ ગજબ અધિકાર છે !
‘(જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ, નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) જ્ઞાનનું સ્વરૂપ તો જાણનસ્વરૂપ છે અને વિકારનું સ્વરૂપ તો મલિનતા, દુઃખરૂપ છે. અજ્ઞાનમય છે એમ આવશે, આવશે. જ્ઞાનને અને અજ્ઞાનને આધાર-આધેય (સંબંધ) નથી. છેલ્લી લીટી આવશે, આ પેરેગ્રાફની છેલ્લી લીટી. ભગવાન આત્મા, એની વર્તમાન જાણનક્રિયા એનું સ્વરૂપ છે, એમાં એ જણાણો એને અને રાગાદિ છે એ અજ્ઞાન છે. આહા..હા...! આ જ્ઞાનસ્વરૂપ છે. જે પર્યાયમાં જણાણો, એ પર્યાયમાં જણાય છે. એ એનું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં જ પોતે આત્મા છે. એને અને ક્રોધને એટલે અજ્ઞાન છે. આ જ્ઞાનસ્વરૂપ છે. આહા..હા...! દ્રવ્ય જ્ઞાન, ગુણેય જ્ઞાન અને પર્યાયે જ્ઞાન. એ જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ બીજી ચીજ અજ્ઞાન છે. એમાં આ જ્ઞાન નથી. આહાહા..! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના પરિણામમાં જ્ઞાન નથી. ત્યાં આત્મા નથી. એ તો અણાત્મા છે. આહાહા.! આવું ઝીણું છે. ભાષા સાદી છે. બહુ ટીકા સાદી ભાષામાં છે. કેટલા બોલ કહ્યા ! આ..હા...હા....!
(જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી)...” આ..હા..! આત્મામાં રાગ, દયા, દાન, વ્રત, પૂજાનો વિકલ્પ ઉઠે એ આત્મા નથી, એ જડ છે અને ભગવાન(આત્મા) જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનસ્વરૂપ છે એટલે જ્ઞાનની પર્યાયમાં એ જણાણો માટે જ્ઞાનપર્યાય પણ આત્માનું જ સ્વરૂપ છે અને આ રાગાદિ છે એ જડસ્વરૂપ છે. બેય તદ્દન ભિન્ન સ્વરૂપ છે. અરે..! લ્યો, આવું સાંભળે નહિ ને (રાડ પાડે) વ્યવહાર ઉથાપે છે. એકાંત છે. એમ કહે બિચારા. અરે..! ભાઈ ! આ...હા...! માંડ સાચું બહાર આવ્યું ત્યારે આળ દેવા માંડ્યા. એકાંત... એકાંત. એકાંત પોકારે છે. “કરુણાદીપ’ પત્રિકા) આવે છે (એમાં) અહીંનું એકેએક વિરુદ્ધ (આવે). જૈનદર્શનમાં થોડું બીજો નાખે. વસ્તુનો ખ્યાલ નથી, બહુ ગૂઢ વસ્તુ. આહાહા..!
અહીંયાં આત્મા છે એમાં એ જ્ઞાનની જાણવાની પરિણતિ છે. એ જાણવાની પરિણતિ દ્વારા જણાણો. આત્મા રાગ દ્વારા ન જણાણો. જ્ઞાનની પરિણતિ દ્વારા જણાણો. માટે તે પરિણતિ તે જ્ઞાનનું સ્વરૂપ છે અને તેથી તે આત્માનું સ્વરૂપ અભિન્ન છે. સાથે દયા, દાનનો રાગ ઉઠ્યો, એ રાગનું પરિણમન વિકાર છે અને એ ક્રોધાદિનું પરિણમન તે ક્રોધ છે, વિકારનું પરિણામ તે વિકાર છે. એને જડપણું છે, એને અજ્ઞાનપણું છે. આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયે