________________
૪૭૨
સમયસાર સિદ્ધિ-૬ એ ક્રોધ ક્રોધમાં છે. એને આધારે આત્મા નથી. અને ક્રોધ આત્માને આધારે થયો નથી. આવી વાત છે. (ક્રોધ ક્રોધમાં જ છે).”
“વળી ક્રોધાદિકમાં....” એટલે વિકારના પરિણામમાં કર્મમાં” પેલા ભાવકર્મ છે. ભાવકર્મ (એટલે) ક્રોધ, માન, માયા, રાગ, દયા, દાનાદિ એ ભાવકર્મ. જડકર્મ, કર્મમાં...” એટલે જડ (કર્મ). એ પણ જડ છે, ઓલા પણ જડ છે. વિકારાદિ એ જડ છે. આ કર્મ દ્રવ્ય જડ છે. અને “નોકર્મ” મન-વચન ને કાયાથી બીજી બધી ચીજો એને નોકર્મ (કહે છે). આહા..હા....! નોકર્મમાં આત્મા નથી. (ક્રોધ ક્રોધમાં જ છે. વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી” આત્મા નથી. આહાહા...! વિકાર વિકારમાં જ છે તેથી વિકાર અને કર્મ, નોકર્મ જ્ઞાન નથી (એટલે કે) આત્મા નથી. આહા..હા..! વિકાર વિકારમાં જ છે. આહા..હા....! તેથી વિકારમાં અને કર્મમાં અને નોકર્મમાં આત્મા નથી. ભાષા તો સાદી છે પણ પરિચય ન મળે એટલે એવું લાગે કે, આ શું વાત કરે છે)? આ તે જેન પરમેશ્વરની વાત હશે ? કે આ તે બીજો ધર્મ હશે ? આહા..હા...! ભઈ ! જૈનધર્મમાં તો સામાયિક, પડિકસ્મણા, પોસા કરો (એવું હોય). ધૂળેય સામાયિક, પોસા નથી. મિથ્યાત્વ છે.
હજી દર્શનની તો ખબર ન મળે. સમકિત ને સામાયિક. સમકિતરૂપી પરિણમનને આધારે દ્રવ્ય છે. કારણ કે જાણવાની પર્યાયમાં સાથે પ્રતીતિ છે ઈ કંઈ દ્રવ્યને જાણતું નથી. તેથી જાણવાની પર્યાયમાં જણાણો છે તેથી તે જાણવાની પર્યાય તે આત્માનું સ્વરૂપ છે. તેથી તે જ્ઞાન એટલે આત્માનું સ્વરૂપ, પર્યાય સ્વરૂપથી ભિન્ન નથી, અભિન્ન છે. આહા..હા..!
વિકારી પરિણામમાં, જડકર્મમાં અને નોકર્મમાં આત્મા નથી અને આત્મામાં ‘ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી.” અરસપરસ લીધું. આહા...! “કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા હોવાથી...” ભાષા દેખો ! “તેમને પરસ્પર... આત્મામાં જે દયા. દાન, વ્રતના પરિણામ થાય અને આત્મા જે જાણનક્રિયાથી જણાય એ બેનું સ્વરૂપ વિપરીત છે. આહાહા..! કારણ કે તેમને તેમને એટલે ? પુણ્ય અને પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા, એ ભાવ... આહાહા..! અને આત્મા. કર્મ, નોકર્મ તો ઠીક જડ છે. તેમને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા હોવાથી... આહાહા...! વ્યવહાર રત્નત્રયનો રાગ અને ભગવાન જાણનક્રિયાથી જણાય એ સ્વરૂપ, બેય વિપરીત છે. આહા..હા.... વિપરીત છે તો વિપરીત ભાવથી આત્મા જણાય એમ નથી). થોડું રાખો, વ્યવહારનું થોડું રાખો (એમ લોકો કહે). શાસ્ત્રમાં આવે, આવે પણ એ તો એક નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું હોય). “મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે, વ્યવહાર આવે. એ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે). એમ નથી. વ્યવહાર થયો એમાં એમ નથી. પણ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવું (છે). આહાહા...!
તેમને... એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામને અને આત્માના સ્વરૂપને એટલે જ્ઞાનથી આત્મા જણાણો એ જ્ઞાનસ્વરૂપને. તેમને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા