________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૭૫ સ્વરૂપ છે અને દયા, દાનનો વિકલ્પ ઉઠે એ જડસ્વરૂપ છે. એક કોર જડ અને એક કોર આત્મા. આહાહા...! અને આમાંય કહેશે. “જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાદિકને આધારાધેયપણું નથી. છેલ્લે કહેશે. (આ) પેરેગ્રાફનો છેલ્લો શબ્દ છે). આહાહા.!
આ તો ફરીને લેવાનું કહ્યું હતું તેથી ફરીને લીધું. “વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન...” જોઈ ભાષા ? આત્માનું સ્વરૂપ તો જાણનક્રિયા છે. આહા...હા..! આ આત્માનું સ્વરૂપ તો જાણનક્રિયા છે. જે પ્રગટ પર્યાય જાણે છે એ આત્માની જાણ નક્રિયા સ્વરૂપ છે. આહાહા....! જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે.” રાગ પણ છે એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી, કોઈ રીતે સ્થાપી શકાતું નથી. આહાહા..! અહીં તો આમ કહે છે, લ્યો ! વ્યવહારે પણ સ્થાપી શકાય કે નહિ ? કોઈ રીતે સ્થાપી શકાય નહિ. જુઓ ! | ‘(ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી;.” ભાષા શું છે ? કોઈ રીતે. એમાં કોઈમાં વ્યવહારથી પણ નહિ એમ કહે છે. આહા..હા....! ‘દેવીલાલજી' ! આવી વાત છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ ! અતીન્દ્રિય અનંત અનંત અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ આત્મા છે. ભગવાન જિનેશ્વરદેવ ત્રિલોકનાથે ભગવાનને આત્મા જોયો એ તો અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. એનું પરિણમન એને જાણનારું થયું એ જાણવાનું થયું એ તો એનું સ્વરૂપ છે, કહે છે. એ સ્વરૂપ વડે જણાણું માટે એ સ્વરૂપ છે. આ...હા...! પર્યાય એનું સ્વરૂપ છે. બીજે ઠેકાણે એમ કહે કે, પર્યાય તે પરદ્રવ્ય છે. આહા..હા..! આશ્રય, એના તરફનું લક્ષ છોડાવવું છે. ત્રિકાળ ઉપર દૃષ્ટિ કરાવવી છે. આનું પરિણામ પણ ત્રિકાળ ઉપર દૃષ્ટિ છે.
રાત્રે કહ્યું હતું કે, સમય સમયની પર્યાય થાય, જે સમયે પર્યાય થાય તે થાય. એક વાત. અને તે પણ નિર્મળ પરિણતિ, જે સમયે નિર્મળ પરિણતિ થાય તે સમયે તે જણાણો. એનો અર્થ કે બધામાં જે સમયે જે પર્યાય થાય છે અને જાણનક્રિયા પણ જે સમયે જાણનક્રિયા થાય તે, એ આત્માને જાણવાની પણ જે સમયે થાય ઈ ક્રિયાનો સમય છે ને ? એટલે ખરેખર તો અવસરે પરિણામ થાય કે જાણનક્રિયાથી જણાય એમ થતાં એની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય. એનો સાર આ છે. આહા...હા...! જેને જાણવો છે એ જાણનક્રિયા એ આવ્યું, એનું સ્વરૂપ આત્મા પોતે જાણે છે. આ..હા...! કેમકે દરેક અનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે. આમાંય આનું તાત્પર્ય તો વીતરાગતા કહેવી છે. વીતરાગતા શી રીતે થાય? જે સમયે જે થાશે તેના ઉપર નજર રાખે ન થાય. આહા...હા...! અને સ્વરૂપને જાણવાની જાણ નક્રિયા એ પણ જે સમયે થવાની તે થશે. એવો નિર્ણય જેને કરવો હોય એણે તો જ્ઞાયકભાવ ઉપર જાવું પડશે. વીતરાગભાવ જેમાંથી પ્રગટે, વીતરાગભાવ પ્રગટે તેમાં જાવું પડશે. આહા...હા...! ગજબ વાત છે ! આ તો આખી દુનિયા મૂકીને એકલો થાવું હોય એની વાત