________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
४७७ એનું ક્ષેત્ર પણ જુદું. બે (વાત થઈ). ત્રીજું એની સત્તા ભિન્ન છે. તેથી પુણ્ય-પાપના ભાવ અને આત્મા આનંદકંદ, સચ્ચિદાનંદ પ્રભુ – બેયની સત્તા ભિન્ન છે, બેયનું હોવાપણું ભિન્ન છે અને તેથી બેયમાં આધાર-આધેયપણું નથી. કે શુભ-અશુભ ભાવ આધાર અને એને લઈને આત્મા જણાય, એમ નથી. આહા..હા...! અને શુભ-અશુભ ભાવ અને આત્મા, બેને પરસ્પર અત્યંત વિપરીતતા છે. એ આવી ગયું છે. પરસ્પર વિપરીત છે. આહાહા...! આત્મ સ્વભાવ અને પુણ્ય-પાપના ભાવ બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. એટલું કહીને છેલ્લે એમ કહ્યું કે, એ રીતે જ્ઞાનને અને અજ્ઞાને આધાર-આધેયપણું નથી. છે છેલ્લી લીટી? એટલે શું કહ્યું ?
આ રીતે છે માટે જ્ઞાન એટલે આત્મા – પ્રજ્ઞાચક્ષુ, જે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા એને અને અજ્ઞાન એટલે પુણ્ય અને પાપના શુભ-અશુભ ભાવ એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. તેથી બે તદ્દન જુદા છે. જ્ઞાનને અને અજ્ઞાનને આધારાધેયપણું નથી. એટલે કે રાગાદિ દયા, દાન, વ્રત પરિણામ આધાર અને એને લઈને આત્મા જણાય અને સમ્યકુશાન થાય, એમ નથી. આહાહા...! આવી વાત છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ , પૂજા કહે છે કે રાગ છે અને આત્મસ્વરૂપ ચિદાનંદથી એ વસ્તુ જ ભિન્ન છે. પ્રદેશ ભિન્ન છે, સત્તા ભિન્ન છે, આધારઆધેય ભિન્ન છે અને અત્યંત બે વચ્ચે સ્વરૂપ વિપરીતતા છે. માટે જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાન એટલે આત્મા, છેલ્લો શબ્દ છે ને ? આત્માને અને અજ્ઞાનને, એ પુણ્ય અને પાપના ભાવ તે અજ્ઞાન છે, એને જ્ઞાન નથી, એનામાં જ્ઞાન નથી. જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા અને અજ્ઞાનસ્વરૂપ એ પુણ્ય-પાપના ભાવ, તદ્દન જુદુંજુદા છે. એ અજ્ઞાનને આધારે આત્મા જણાય એવો નથી. આહા..હા..! સમજાણું ? આ વાત તો પહેલી સિદ્ધ કરી ગયા.
હવે. એને દાખલો આપીને સમજાવે છે. વળી વિશેષ સમજાવવામાં આવે છે - જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...” આકાશ સર્વવ્યાપક છે ને, આકાશ ! આ દેખાય એ આકાશ નહિ, હોં ! આકાશ અરૂપી છે. આ લોકમાં ચૌદ બ્રહ્માંડમાં છે અને ખાલી ભાગ, ખાલી. ખાલી. ખાલી... ખાલી. અલોક આકાશ, ક્યાંય અંત નથી, અંત નથી. અંત હોય તો અંત પછી શું ? આ ચૌદ બ્રહ્માંડની ચારે બાજુ આકાશ છે એ અનંત છે. એ આકાશ સર્વવ્યાપક છે. આ લોકમાય છે અને અલોકમાય છે. જેનો અંત ક્યાંય નથી. એનાથી ક્ષેત્રમાં મોટી કોઈ ચીજ નથી. આકાશના ક્ષેત્રથી મોટી (બીજી કોઈ ચીજ નથી.
જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...” જ્ઞાનમાં એ વાતને લઈને આધારાધેયભાવ વિચારવામાં આવે..” કે એ આકાશનો આધાર કોણ ? અને આકાશમાં રહે છે એ શું? એ આધેય શું છે? રહેનાર શું છે ? અને આધાર દેનાર શું છે ? આહા..હા....! બુદ્ધિમાં જો આકાશને માટે વિચારે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી.” આકાશ આકાશને જ આધારે છે. આકાશથી મોટું કોઈ ક્ષેત્ર નથી