________________
શ્લોક-૧૨૬
૪૮૯
કરીને–)' ક્યાંય પણ રાગઅંશ આત્મામાં રહે નહિ (એ રીતે). આહા..હા...! ચારે તરફથી જુદું પાડીને.
(–સમસ્ત પ્રકારે બન્ને જુદાં કરીને−)’ ‘(વં નિર્મલમ્ મેવજ્ઞાનમ્ àતિ)” ‘આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે;...' આહા..હા...! અનંત કાળમાં કર્યું નહોતું એ આ કર્યું, કહે છે. એનું નામ ધર્મ કહેવાય છે, બાકી બધી વાતું, થોથાં છે. આ..હા...! રાગથી ભિન્ન પડેલો જે આત્મા, ઉગ્ર અભ્યાસથી વિભાગ કરીને ચારે તરફથી વિભાગ કરીને. કોઈપણ રાગનો અંશ કે શરીરનો અંશ આત્મામાં ન આવે. આહા..હા...! આત્માનો શાનાંશ છે એ કંઈ રાગમાં ને શરીરમાં ન જાય. ચારે તરફથી વિભાગ કરીને –સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને–)' (વં નિર્મલમ્ મેવજ્ઞાનમ્ વેતિ)” “આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય...’ થાય છે. આ સમ્યજ્ઞાન, આનું નામ સભ્યજ્ઞાન, આનું નામ સમ્યગ્દર્શન. આ..હા....!
સમ્યક્ એટલે જેવું છે તેવું દર્શન. સમ્યક્ એટલે સત્યનું દર્શન. સત્ય જેવો આત્મા છે, રાગથી ભિન્ન પડીને, ભેદ પાડીને જેવો છે તેવો અંદર અનુભવ્યો એ સત્ છે, તેથી તેને સમ્યગ્દર્શન કહે છે. આત્માના સત્યને સત્ય તરીકે જાણીને, અનુભવીને કબુલ્યું.
આહા..હા...!
માટે હવે એકશુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત...’ આ..હા..હા...! જોયું ? અને બીજાથી એટલે રાગથી રહિત એવા હે સત્પુરુષો !” ‘મોવર્’ આનંદમાં આવી જાવ, એમ કહે છે. આ..હા..હા...! રાગના વિકલ્પથી, વૃત્તિથી આત્માને જુદો પાડતાં આત્મામાં અતીન્દ્રિય આનંદ આવે ત્યારે તેને ભેદજ્ઞાન અને સમિકત થયું એમ કહેવામાં આવે. ત્યારે તેને ધર્મની શરૂઆત થઈ. આહા...હા....! આવો માર્ગ. મોવમ્ છે ને ? આનંદ, આનંદને પ્રાપ્ત કર.
હે સત્પુરુષો ! તમે મુદિત થાઓ.’ અંદર આનંદમાં આવી જાઓ. આ.હા...હા...! (રાગાદિથી) ભેદ પાડીને. જેમ તું દુઃખમાં હતો, ૨ાગ એટલે દુ:ખ, (તેનાથી) ભેદ પાડતાં આત્માનો આનંદ આવે, મુદિત થાઓ, ખુશી થાઓ, રાજી થાઓ, રાજીપો એમાં આવો. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૬૨ શ્લોક-૧૨૬, ગાથા-૧૮૪-૧૮૫ સોમવા૨, અષાઢ સુદ ૧,
તા. ૨૫-૦૬-૧૯૭૯
(‘સમયસા૨’, ૧૨૬ કળશનો ભાવાર્થ). જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે...’ એટલે આ આત્મા ચેતનાસ્વરૂપ છે, એમ. જાણે-દેખે એ એનું સ્વરૂપ છે ‘અને રાગાદિક... શુભ-અશુભ રાગ એ પુદ્દગલવિકાર હોવાથી જડ છે;...' આ ચૈતન્યસ્વરૂપ છે તો આ જડ છે. બેય સામેસામા