________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૭૧
દશા છે એમાં જ્ઞાન રહ્યું છે અને એ જાણવું જ્ઞાનનું સ્વરૂપ જ છે. એ સ્વરૂપને આધારે જણાણો છે માટે આધાર એ છે, જ્ઞાન એમાં રહેલું છે. આહાહા...! “જ્ઞાન જ આધાર છે.” “જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી.' ઈ પરિણમન એ જ્ઞાનનું સ્વરૂપ જ છે, એમ કહે છે). એ પરિણમનને આધારે રહ્યું એ બધું અભિન્ન જ છે. રાગ-દ્વેષના પરિણામ ભિન્ન છે એમ આ ભિન્ન નથી. આહા...હા....!
અહીં ‘જ્ઞાન જ આધાર છે.” એમ કીધું ને ? ઈ જ્ઞાન આધાર છે કોણ? કે, જાણનક્રિયા. જ્ઞાન આધાર છે ઈ કોણ ? કે, જાણનક્રિયા. કીધું છે ને ? જુઓને ! “જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન....” એટલે વર્તમાન જાણવાની પરિણતિ અને જ્ઞાન એટલે કાયમી ચીજ, તે “જુદાં નથી. આહાહા..! હવે આવું કંઈ અભ્યાસમાં આવે નહિ, વકીલાતમાં આવે નહિ, બી.એ, એલ.એલ.બી.માં નિશાળમાં આવે નહિ. પાપના ધંધા આખો દિ'. આ વસ્તુ !
અહીંયાં તો તારું સ્વરૂપ તને જાણે, જે જાણવાની ક્રિયા તે તારું સ્વરૂપ અને તેને આધારે તું. આહા..હા...! અરે...! આવા મોટા છોકરા હોય, આધાર મળે નહિ, ઘરડા થઈ ગયા. મકાન ઠીક હોય તો ઠીક આધાર કહેવાય. આ હા..હા...! અહીં તો દયા, દાનનો, ભગવાનની ભક્તિનો રાગ એ આધાર અને આત્મા એમાં આધેય એમ નથી. એ રાગને અને ત્રિકાળને જાણનારી પર્યાય, રાગ છે તેનું અસ્તિત્વનું જ્ઞાન અને ત્રિકાળી અસ્તિત્વ પ્રભુ, એનું જ્ઞાન એ જાણનક્રિયામાં આધાર, એ જ્ઞાન આધાર – એ જાણનક્રિયા આધાર, આધેય આત્મા. આહાહા...! ઈ તો આપણે આ બધું આવી ગયું છે.
(આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે).” જ્ઞાન એટલે વસ્તુ, જ્ઞાનમાં જ એટલે જાણનક્રિયા, એમાં જ છે. આહા..હા...! વસ્તુ છે એની પર્યાય એ એનું સ્વરૂપ છે. જાણ્યું કે, આ ભગવાન જ્ઞાયક છે, ચૈતન્ય છે, પૂર્ણ છે, પ્રભુ છે, ભગવાન છે એમ જે જ્ઞાનપર્યાયે જાણ્યું એ પર્યાય જ, (જ્ઞાન જ્ઞાનમાં જ છે. માટે તે આત્માનું સ્વરૂપ પણ, આત્મા કહો કે જ્ઞાન કહો, એ બેય જ્ઞાન જ્ઞાનમાં જ છે. આહાહા...! આત્મા પોતાના સ્વરૂપમાં પર્યાયમાં છે. ‘(જ્ઞાન જ્ઞાનમાં જ છે).' જ્ઞાન એટલે ત્રિકાળી સ્વરૂપ, જાણનક્રિયામાં જ છે. આહા...હા...!
“એવી રીતે ક્રોધ ક્રોધમાં જ છે). મુનિ છે ને ? (એટલે) ઉત્તમ ક્ષમાની સામેનો ક્રોધ લીધો છે. અણગમો. વસ્તુ સ્વરૂપ છે તેનો અણગમો અને રાગનો પ્રેમ, રાગનો પ્રેમ એ ક્રોધ છે. આહા..હા...! (ક્રોધ ક્રોધમાં જ છે).’ આત્મામાં નથી. આત્મા એમાં નથી અને ક્રોધ આત્મામાં નથી. આત્મા ક્રોધમાં નથી, ક્રોધ આત્મામાં નથી. આહાહા...! જેમ જાણનક્રિયાનો ભાવ એમાં આત્મા છે માટે જ્ઞાન તે જ્ઞાનસ્વરૂપ જ છે, જાણવું ઈ પોતાનું સ્વરૂપ છે. ક્રોધ - અણગમો, આત્મા જેને રુચતો નથી, ગોઠતો નથી એવો જે ક્રોધભાવ,