________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૬૯
ભિન્ન છે. આહા..હા...! જેનાથી જણાણો, વર્તમાન પર્યાયથી (જણાણો) તો એ જાણનક્રિયારૂપ પરિણમન એનું સ્વરૂપ છે અને તેથી સ્વરૂપમાં રહેલો છે અને તેથી તે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જાણનક્રિયા સ્વરૂપ જ છે. જ્ઞાન જાણનક્રિયા એ પર્યાય છે અને જ્ઞાન તે દ્રવ્ય – વસ્તુ છે. આહા...હા...! આવો માર્ગ. કોને પડી છે ? અરે! કયાંક ચાલ્યું જાવું છે.
“જ્ઞાનમાં જ છે.” “જાણનક્રિયાનું જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે...” એ જાણનક્રિયામાં જ્ઞાનમાં જ છે. એટલે વસ્તુનું સ્વરૂપ અભિન્ન છે. વસ્તુ તે વસ્તુમાં જ છે. વસ્તુના સ્વરૂપમાં છે એટલે વસ્તુ વસ્તુના સ્વરૂપમાં જ છે. સમજાણું કાંઈ ? ત્યાં સુધી તો અસ્તિની વાત લીધી.
હવે, જે કંઈ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રાના પરિણામ થાય એ વિકાર છે. જે ક્રોધાદિ છે એ ક્રોધાદિ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એનું – ક્રોધાદિનું પરિણમન છે એ પરિણમનમાં એ વિકાર છે. આહા..હા...! નિર્મળ પરિણમનમાં જેમ આત્મા છે એમ એની પરિણમનની ક્રિયામાં એ વિકાર છે. આહા..! આત્મામાં નહિ. આવી ચીજ પડી છે. અભ્યાસ માટે વખત મળે નહિ. આખો દિ' પાપ. બાયડી, છોકરા ને ધંધો. પાપના ધંધા કરી કરીને ચાલ્યા જવાના. આહા...હા...! આવી ચીજ હજી સમજવામાં પણ ન આવે એ અનુભવમાં કયારે લે )
મુમુક્ષુ :- આપને ગુરુ ધાર્યા ને સમજવામાં ન આવે ?
ઉત્તર :- જેણે ઘણો પરિચય કર્યો છે એની વાત અત્યારે નથી. આહા...! પણ કંઈ પરિચય નથી કે, આ શું ચીજ છે ? અને એ ચીજને જે પર્યાયે જાણી એ પર્યાય એનું સ્વરૂપ છે અને તેથી તે સ્વરૂપ અને જ્ઞાન બે અભિન્ન છે. આ..હા..! જે પર્યાયે જાણ્યું. તે પર્યાય અને આત્મા અભિન એક છે. આહા..હા.! ઓલામાં એમ કહે કે, પર્યાયમાત્ર હેય છે, પરભાવ છે અને પરદ્રવ્ય છે. ત્યાં આગળ એકલો ઉપાદાન ધ્રુવ સ્વભાવ જણાવવો છે. અહીં આશ્રય કોનો લેવાય છે એટલું જણાવવું છે. પર્યાય વિના એ જણાય શેમાં પણ? કાર્ય તો પર્યાયમાં છે. ધ્રુવ તો કૂટસ્થ છે. એ હલતું નથી સદશરૂપે કાયમ છે. એને ત્રિકાળી ભગવાનને જાણવા માટે વર્તમાન પર્યાય પ્રગટ છે તે જ એને જાણે છે. સમજાણું કાંઈ ? આહા..!
વિકારી પર્યાય વિકારને આધારે છે. ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિનપણું....” જોયું? જેમ ઓલા આત્મા જે પર્યાયથી જણાણો તે તેનું સ્વરૂપ છે. તે સ્વરૂપને અને આત્માને અભિન્નપણું છે. એમ ક્રોધાદિની પર્યાયનું પરિણમન અને વસ્તુ બે અભિન્ન છે. આત્માથી તદ્દન ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આત્માથી ભિન્ન છે. આ.હા..હા...! અને એની વિકારની પરિણતિથી તે વસ્તુ અભિન્ન છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
(જ્ઞાનનું સ્વરૂપ જાણ નક્રિયા છે,)* આત્માનું સ્વરૂપ તો જાણવું એ (છે). અહીં