________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૬૭ આકરું પડે. પંચ પરમેષ્ઠીની સાથે આધાર-આધેય નહિ. ઈષ્ટ કહેવાય છે ને ? પંચ પરમેષ્ઠી. પણ પંચ પરમેષ્ઠી તો એમના માટે. ઈ તો વ્યવહારથી ઈષ્ટ કહેવાય છે. બાકી આત્માને અને એને કાંઈ સંબંધ નથી. આહાહા...!
‘આધારાધેયસંબંધ પણ નથી જ. એમ. એટલે શું? માથે ઘણું કહ્યું ને ? એક વસ્તુને (બીજી વસ્તુ સાથે) પ્રદેશ સંબંધ નથી. એક બીજીને કાંઈ સંબંધ નથી અને એકબીજાની સત્તા ભિન્ન છે માટે આધાર-આધેય સંબંધ પણ નથી. “નથી જ. એમ છે. આહા..હા...! ગમે તેટલો કષાયનો મંદ ભાવ હોય, શુક્લ લેયા હોય પણ એનાથી આત્માને ધર્મ થાય એમ નથી. આહાહા...! હજી તો ધંધા આડે એ પણ નવરાશ ન મળે, સંસારના પાપ.
અહીં તો કહે છે કે, ઈ કષાયની એટલી બધી મંદતા હોય છતાં એના આધારે સમ્યગ્દર્શન થાય એમ નથી. અથવા એને આધારે આત્મા જણાય એમ નથી. આહા..હા...! તેથી દરેક વસ્તુને) પોતના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ... હવે છે શું ? વસ્તુ પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપ ઈ આત્મા કહેવાય. ઈ સ્વરૂપમાં પ્રતિષ્ઠા છે. તેમાં રહેવું એની શોભા છે. અને તેનો એને આધાર છે. આહા..હા..!
પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ...” આ.હા...હા...! એ પર્યાયનો આધાર છે એમ કહે છે. વસ્તુ છે તેનું સ્વરૂપ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એ સ્વરૂપને આધારે એ વસ્તુ છે. આહા..હા..! પ્રગટ પર્યાય જે છે એ આત્માનું સ્વરૂપ છે. અહીં પર્યાયને આત્માનું સ્વરૂપ કહેવું છે. એક કોર પર્યાયને પરદ્રવ્ય કહે. નિયમસાર' ! કઈ અપેક્ષાએ ? પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી એ અપેક્ષાએ એને પરદ્રવ્ય કીધું. પણ અહીંયાં તો પર્યાય જે છે, પહેલીવહેલી અને અનંત કાળમાં જણાયું નથી એ સમ્યગ્દર્શન-જ્ઞાનની પરિણતિ દ્વારા જણાય છે. માટે તેને આધાર અને આત્માને આધેય કહ્યો છે. આહા...હા...! પર્યાય આધાર.
એ તો સિદ્ધ કરવા પહેલા આવી ગયું હતું, પર્યાય કર્તા, કર્મ, કરણ અને દ્રવ્ય તેનું કાર્ય. કર્તા-કર્મમાં આવી ગયું છે ને ? આહા..હા...! ઝીણી વાતું, બાપુ ! વીતરાગનો મારમ્ બહુ ઝીણો છે. અત્યારે તો બધા ગોટા ઉઠાવ્યા છે. એ દરકારે ક્યાં છે ? આહા..હા..! તદ્દન વસ્તુ ભગવાન દ્રવ્ય છે ને ! વસ્તુ છે ને ! તો વસ્તુનું જ સ્વરૂપ – પરિણતિ છે તે તેનો આધાર છે. આહા..હા...! પ્રગટ જે પર્યાય છે તે તેનો આધાર છે. કેમકે એ પર્યાય દ્વારા જણાણો. આત્મા છે એ પ્રગટ પર્યાયમાં જણાણો). બીજી ભૂત-ભવિષ્યની પર્યાયો અંદરમાં છે પણ વર્તમાન જે પર્યાય પ્રગટ છે એનાથી એ જણાય છે. તેથી તે પર્યાય આધાર છે, દ્રવ્ય આધેય છે. આહા...હા...! આવું ઝીણું છે.
“માટે જ્ઞાન...” જ્ઞાન એટલે આત્મા. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ છે, આધાર-આધય સંબંધ છે. પોતાના સ્વરૂપની સાથે આધાર-આધેય સંબંધ છે. એટલે જે પર્યાય પ્રગટ શુદ્ધ પરિણતિ છે એનો આધાર છે, એને આધારે જણાણો છે. એવો આધાર પર્યાયમાં એ છે