________________
ગાથા-૧૮૧ થી ૧૮૩
૪૬૫
કહે કે, પુણ્ય અને પાપ, રાગ-દ્વેષાદિ લક્ષણ છે અને આત્મા લક્ષ છે. એ..ઈ...! પંચાસ્તિકાય’ ! એ પરથી ભિન્ન વસ્તુની સ્થિતિ બતાવવી છે. અહીં તો હવે વિકાથી ભિન્ન બતાવવો છે. ક્ષણિક કૃત્રિમ વિકૃત અને ત્રિકાળી અવિકૃત સ્વરૂપ, બે વચ્ચેની વહેંચણીની વાત છે. પંચાસ્તિકાય’માં ત્યાં સુધી આવે – ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્' તો રાગ-દ્વેષનો ઉત્પાદ એ લક્ષણ છે અને આત્મા દ્રવ્ય લક્ષ છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ છે. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય લક્ષણ છે અને દ્રવ્ય છે તે લક્ષ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્ છે અને સત્ છે તે દ્રવ્ય છે. બે સૂત્ર છે ને ! એક કલાકમાં કેટલું યાદ રહે ? એવી ઘણી વાતું છે.
આહા..હા...!
‘આ પ્રમાણે...’ આત્માનું અને વિકારીનું. આહા..હા...! સ્વભાવ જ્યાં શુદ્ધ.. શુદ્ધ.. શુદ્ધ... શુદ્ધ... એવું જ્યાં શુદ્ધનું ભાન થયું એ શુદ્ધની પિરણિતમાં રાગનું અને રાગની પરિણતિમાં આત્માનું... આહા...હા...! ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું.' ઠીક ! આહા..હા...! આ પ્રમાણે આત્માનું અને વિકારનું ભાવક્રોધનું, દ્રવ્યક્રોધ તો જડ (છે), તેમજ કર્મ-નોકર્મનું.. આહા..હા...! ભેવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. વિશેષ આવશે..
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૬૦ ગાથા-૧૮૧-૧૮૩ શુક્રવાર, જેઠ વદ ૧૩, તા. ૨૨-૦૬-૧૯૭૯
-
(‘સમયસા૨’) ‘સંવર અધિકાર' પહેલેથી શરૂ (કરીએ), ફરીને. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી...’ ઉપચારથી કથન કહેવાય એ તો જાણવા માટે છે બાકી એક વસ્તુને (અને) બીજી વસ્તુને કાંઈ સંબંધ નથી. એક આત્માને અને બીજા આત્માને કાંઈ સંબંધ નથી. એક પરમાણુને અને આત્માને કાંઈ સંબંધ નથી. એક પરમાણુને બીજા પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી. બધું આમાં આવી જાય.
ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી)... આહા..હા...! એમ આત્માને દેવ-ગુરુ-શાસ્ત્રથી પણ કાંઈ સંબંધ નથી. એમ છે.
આહા..હા...!
મુમુક્ષુ :- વ્યવહાર સંબંધ તો છે.
=
ઉત્તર :– ઈ તો કીધું, કથન – ભાષા કહેવાય બાકી વસ્તુ નથી. વ્યવહાર તો કથનમાત્ર છે. આવે છે ને ? ‘કળશટીકા’માં.
બાકી એક ચીજ આત્મા છે એને બીજા આત્મા સાથે કે પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી. ‘કારણ...’ કાંઈ સંબંધ નથી એનું કારણ કે, બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...' બેયના