________________
ગાથા- ૧૮૧ થી ૧૮૩
૪૬૩
પડી ગયા. ‘રાજકોટ’વાળા ‘સોભાગચંદ’. આવે સાંભળવા પણ બરાબર એની વાત રાખીને (સાંભળે). બેનની ચોપડી વાંચી ને એકદમ નરમ પડી ગયા અને એકદમ મારી પાસે આવ્યા. મહારાજ ! આ ચોપડી કોઈ એકાદ જણો પણ વાંચીને ભવનો અંત લાવશે તોય શું ? છ હજાર પુસ્તક લીધા. રૂપિયે, રૂપિયે આપતા હતા ને ? આમ ત્રણ રૂપિયા કિંમત છે) પણ ‘મુંબઈ’વાળા બે (રૂપિયા) આપતા. છ હજાર પુસ્તક સભામાં વહેંચવા લીધા. સાડા ત્રણ હજાર વેંચાણા. કારણ કે કેટલાક છોકરા હોય, કેટલાક અન્યમતિ હોય, કેટલાકને પાસે તો છે. એટલે એમ કે ન હોય એને આપો. સાડા ત્રણ હજાર વેંચ્યા. કહો, ઈ નવીન વાત થઈ છે. ‘રાજકોટ’ બે હજા૨ ઘ૨નો અગ્રેસર માણસ, સાધુ એને પૂછે એ માણસ ‘મુંબઈ’માં બેનની ચોપડીમાં લખ્યું છે એ દિગંબર ધર્મ સત્ય છે એમાં લખેલું છે ને ? ઈ ચોપડી સભામાં વેંચી. સ્થાનકવાસી છોડીને. બાપુ ! આ માર્ગ બીજો છે, બાપા ! આહા..હા...! અને પાછા મારી પાસે હરખ કરવા આવ્યા. હરખ કરે, હોં ! આ..હા..હા...! આ પુસ્તક કોઈ એકાદ બાઈ વાંચશે, એકાદ આદમી વાંચીને ભવનો અંત લાવશે તોય લાભ થશે. એમ બોલ્યા, હોં ! આહા..હા....! લોકોને એવું સાધારણ લાગે. નાને મોઢે મોટી વાતું કહે છે આ તે. સાધુપણું નહિ, મોટમાં બેસવું એવામાં પાછી વાતું આવી કરવી. કહે. આ..હા...! બાપુ ! એ બહારની ચીજ જુદી છે, અંતરની જુદી છે. ક્ષાયિક સમિકતી તો ચક્રવર્તીના રાજમાં હોય, દેખાય. છન્નુ હજાર સ્ત્રી હોય, આસક્તિનો રાગ હોય છે. આહા..હા...! રુચિ ઊડી ગઈ છે, સુખબુદ્ધિ ઊડી ગઈ છે. કોઈપણ ચીજમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહા..હા...! ધર્મીને આત્માના સુખ સિવાય બધેય સુખબુદ્ધિ (ઊડી ગઈ છે). તીર્થંકર ગોત્ર ભાવ બંધાય એમાંથી પણ સુખબુદ્ધિ ઊડી ગઈ છે કે, આ ઠીક બંધાણું, આ ઠીક ફળશે. આહા..હા...! આવું છે. બહુ સરસ વાત કરી, હોં ! આખો પેરેગ્રાફ એકલા તત્ત્વથી ભરેલો છે. સંવર, સંવ૨. આહા..હા...! હવે દસ મિનિટ છે.
વળી વિશેષ સમજાવવામાં આવે છે ઃ— જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...' જુઓ ! આધાર-આધેયની વ્યાખ્યા. આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી...' આકાશ કોઈ બીજાને આધા૨ે છે ઈ છે જ નહિ. આકાશ જે સર્વવ્યાપક છે ઈ તો આકાશ આકાશના આધારે છે. આહા..હા...! આ આધારનો દાખલો આપે છે. ભારે ગાથા !
‘એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (આકાશનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં અરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી....’ બુદ્ધિમાં આકાશને બીજો આધાર હોય એવી વાત પ્રભવતી નથી. (–ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી);...' આકાશ બીજા દ્રવ્યને આધારે છે એ વાત ઠરી જાય