________________
ગાથા-૧૮૧ થી ૧૮૩
૪૬૧
(કહ્યું). હવે જ્યારે એને સંવર ભેદ બતાવવો છે. આ..હા...! જે વાસ્તવિક એક તત્ત્વમાં નથી અને એ તત્ત્વમાં એ તત્ત્વ નથી. એમ ભેદજ્ઞાન બતાવવું છે. ત્યાં તો રાગમાં આત્મા અત્યંત વિરુદ્ધ (છે એટલે આત્મામાં) છે જ નહિ. આહા..હા....! ઈ વિરુદ્ધ છે એ આત્મામાં છે જ નહિ, એમ.
ક્રોધાદિનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે...’ આહા..હા....! રાગમાં રાગ છે અને રાગ જાણક્રિયા પણ કરી શકે છે. આત્માની જાણન, સમ્યગ્દર્શન પણ કરી શકે છે એમ નથી. આહા..હા...! રાગ રાગને કરે તેમ રાગ સકિતને કરે એમ ત્રણકાળમાં નથી. આહા..હા...! એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી,...’ વિકારને, કર્મને અને નોકર્મને આત્માની સાથે અને આત્મા એની સાથે, કોઈ રીતે સ્થાપી શકાતું નથી.
કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે...’ અહીં આ વધારે લીધું, જોયું ? જાણનક્રિયા એ સ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાનની ક્રિયા અને રાગની ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવ – બેયના સ્વભાવ ભિન્ન છે. હવે આટલું તો સિદ્ધ કર્યું. આહા..હા...! બેયના સ્વભાવ ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને આત્માના પરિણામ જે જાણવાના પરિણામ, સમ્યગ્દર્શનના (પરિણામ) એ બેયનું સ્વરૂપ ભિન્ન છે. આહા..હા...! તે બેયના સ્વભાવ જ જુદા છે. બેયના સ્વભાવ ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. આહા..હા...! રાગ રાગના સ્વભાવે પ્રકાશે છે, ભગવાનઆત્મા જાણનક્રિયાથી પ્રકાશે છે. આહા..હા...! કહો. કહ્યું ને, જ્યાં હોય ત્યાં બધે ઈ જ શબ્દ લ્યે છે. ક્ષમાની સામે. કષાય ભાવ છે. બધે ઠેકાણે એ આવે છે. કર્તા-કર્મમાં આવે છે. આહા..હા...! બહુ સારું લખ્યું, હોં ! પહેલો અધિકાર આખો ઘણો સારો અધિકાર !!
કારણ વિકા૨પણે આત્માનું જાણનપણું સ્થાપી શકાતું નથી અને આત્માનું જાણપણું વિકારથી થાય એમ સ્થાપી શકાતું નથી. ‘કારણ કે જાણનક્રિયા... એટલે સમ્યગ્દર્શન-શાનની પરિણતિ અને ક્રોધાદિની પરિણિત, રાગની પરિણતિ ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે...’ બેયનો સ્વભાવ જ ભિન્ન ભિન્ન છે એમ જાણે છે. આહા..હા...! હવે આમાં વ્યવહારના રત્નત્રય શાસ્ત્રમાં આવે. વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે (એમ આવે) પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવે. આ વાતને ખોટી પાડીને કરે ? (જો એમ કહે તો) પૂર્વાપર વિરોધ થઈ ગયો. આહા..હા...!
આત્મા આનંદસ્વરૂપ એ જ્ઞાન અને આનંદસ્વરૂપની પરિણતિ અને રાગની પરિણિત બેનું સ્વરૂપ ભિન્ન સ્વભાવ છે. બેયનો સ્વભાવ જ ભિન્ન પ્રકાશે છે. આહા..હા...! શરીર, વાણી, મન તો ક્યાંય આઘા નોકર્મમાં રહી ગયા પણ અંદર ભાવકર્મ અને આત્માનો સ્વભાવ, બે ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. ભગવાન જાણન-દેખનથી પ્રકાશે છે અને રાગ છે એ વિકારથી