________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪પ૯ આત્મામાં નહિ અને આત્મા કર્મમાં નહિ. નોકર્મમાં આત્મા નહિ અને આત્મા નોકર્મમાં નહિ. આહા.! બધી ચીજો આવી ગઈ. રાગથી માંડીને બધી ચીજો (આવી ગઈ). આહાહા....!
પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી.” આહાહા..! ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા અને એની વાણી પણ... આહા..હા...! નોકર્મમાં એ આવે છે ને ? એને અને આત્માને સ્વરૂપ વિપરીતતા છે, કહે છે. આહાહા..! અરે..! આવું છે. અત્યંત સ્વરૂપ વિપરીતતા. પરસ્પર – આનાથી આ અને આનાથી આ. એકબીજાને પરસ્પર અત્યંત
સ્વરૂપવિપરીતતા હોવાથી...” આત્માનું સ્વરૂપ અને વિકારી અને કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી. લ્યો ! વિપરીતનો અર્થ વિરુદ્ધ છે. આહા..હા.! હવે ભાવકર્મનું સ્વરૂપ આત્માના સ્વરૂપથી અત્યંત વિપરીત અને વિરુદ્ધ છે. એ ભાવકર્મ જીવને લાભ કરે? કહો ! આ...હા...! ઓલો “કાંતિલાલ બધે ઈ લખે છે (કે), એને વિશુદ્ધિ કીધી છે. માટે વિશુદ્ધિ શુદ્ધનું કારણ કેટલાક માનતા નથી. તમારો “કાંતિ ઈશ્વર'. આહા...હા..!
મુમુક્ષુ :- એકાંતથી એવું જ માનવું જોઈએ શું ?
ઉત્તર :- એને કાંઈ ખબર નથી. એકાંત જ માને છે. વિશુદ્ધિથી થાય. એને વિશુદ્ધિ શબ્દ વાપર્યો છે. ભઈ ! ઈ તો અહીં ઘણી વાર કહેવાય ગયું છે કે, વિશુદ્ધિ શુભનેય કહેવાય અને વિશુદ્ધિ શુદ્ધનેય કહેવાય. વિશુદ્ધિ શબ્દ આવ્યો માટે શુદ્ધનું કારણ છે એમ છે જ નહિ.
અહીં તો એ વિશુદ્ધિ જે કષાયની મંદતા અને આત્માને પરસ્પર અત્યંત વિરુદ્ધ છે. અહીં તો ઈ કીધું. કહ્યું કે નહિ એમાં ? આવ્યું કે નહિ એમાં ? વિશુદ્ધ ભાવ. કષાય મંદ ભાવ ક્રોધાદિમાં આવી ગયો. આહાહા...! ક્રોધ વિભાવ ભાવ છે (એ) અત્યંત સ્વરૂપ વિપરીત છે. વ્યવહારનું સ્વરૂપ અને નિશ્ચય આત્માનું સ્વરૂપ) બે વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપ વિરુદ્ધ છે. આહાહા..! કેટલા ભેદ થયા ?
એકની બીજી ચીજ નહિ, બીજાના પ્રદેશ ભિન્ન, આ..હા...! એટલે સત્તાની ઉત્પત્તિ એક નહિ. આહાહા..! તેથી આધાર-આધેય સંબંધ નહિ. આહા..હા.! આટલા બધા ભેદ) ! કેટલું સ્પષ્ટ કર્યું છે. મધ્યસ્થ થઈને (સમજી બાપુ ! તારે તારું કલ્યાણ કરવું હોય (તો). દુનિયા દુનિયાની જાણે. દુનિયા નવ તત્ત્વ સદાય રહેવાના છે. આસવ, બંધ રહેવાના છે. અનંત કાળ અનંત તીર્થંકરો થયા અને હજી થશે તો એ તત્ત્વના શ્રદ્ધનારા રહેવાના છે. આસવ અને બંધને ધર્મ માનનારા એવા તત્ત્વ માનનારા રહેનારા છે. અનંત તીર્થંકરો થયા, મહાવિદેહમાં થયા. આહાહા..! અને ત્યાં પણ તું અનંત વાર ગયો. આહાહા..! ઈ સ્વરૂપ સાંભળીને પણ અંદર વિપરીતતા ગઈ નહિ. ઈ વિપરીતતામાં રહ્યો હતો. વિપરીતતામાં રહ્યો તો એનો સ્વભાવ સંબંધ સંયોગો વિપરીત મળે. આ..હા...! સંયોગમાં નરક ને નિગોદ, તિર્યંચ ને પશુ (મળે). આહાહા..!