________________
૪૫૮
સમયસાર સિદ્ધિ-૬ બે દ્રવ્ય છે અને એ બેય દ્રવ્યની જે ક્રિયા એકસાથે ઈ કરાવતી હોય તો એક અહીં ગતિ કરાવે અને એક સ્થિતિ કરાવે ? એમ તો છે નહિ. આહા...હા...! જે ગતિ કરતી હોય તેને ધર્માસ્તિ નિમિત્ત કહેવાય. ઈ તો ગતિ કરતી હોય એને કીધું. તેને નિમિત્ત કહેવાય. ગતિ કરતા જીવ કે જડ સ્થિર થઈ જાય (તો) એ અધર્માસ્તિકાય સ્થિર કરે ? એ તો પોતે સ્થિર થાય છે ત્યારે અધર્માસ્તિનું નિમિત્ત કહેવાય છે. આવી વાત છે. આહાહા....
વિકારમાં, ભાવકર્મમાં જેમ આત્મા નથી.... આ..હા...હા....! તેમ જડકર્મમાં આત્મા નથી તેમ બાહ્યના બધા નિમિત્તો છે તેમાં આત્મા નથી. આહા..હા...! અને “જ્ઞાનમાં.” આત્મામાં ક્રોધાદિક.” ભાવક્રોધ, જડકર્મ અને નોકર્મ નથી. આત્મામાં એ નથી અને એમાં એ આત્મા નથી, અરસપરસ (છે). આહાહા...!
આ તો સંવરનો અધિકાર છે. એકદમ બધું અટકી ગયું. ભગવાન આત્માએ પોતાની સામું જોયું ત્યાં જે જાણનક્રિયા થઈ ત્યાં આસ્રવ રોકાઈ ગયો. આ.હા...! અને જાણનક્રિયામાં આત્મા જણાણો. આહા..હા..! ત્યાં ક્રોધાદિ એટલે ભાવઆસ્રવ છે એ અટકી ગયો અને એને લઈને પછી દ્રવ્ય નવા પરમાણુ આવવાના હતા એ એને આવવાના હતા જ નહિ. એનાથી ન આવ્યા એમ કહેવામાં આવે છે. આહા...હા...! અરે.રે...! વાતે વાતે ફેર લાગે.
કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી.” લ્યો ! ભાષા દેખો ! ધર્માસ્તિ, અધર્માતિ ઉપકાર તો એક કોર રહી ગયા પણ આત્મામાં થતા દયા, દાનના પરિણામ, ભક્તિ આદિના પરિણામ અને આત્માને પરસ્પર અત્યંત વિપરીતતા છે. છે ? સમજાણું ? આહા...હા...! તેમને પરસ્પર” એટલે કે વિકારી પરિણામને, જડકર્મને અને નોકર્મને પરસ્પર આત્મામાં એ નહિ અને એમાં આત્મા નહિ. એમ પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીત છે. ઓ.હો.હો...! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ રાગ શુદ્ધ ચૈતન્ય ભગવાનથી અત્યંત સ્વરૂપ વિપરીત છે. વિપરીત એમ નથી લીધું, અત્યંત સ્વરૂપ વિપરીત છે. આહા..હા... છે કે નહિ એમાં ? કોક કહે કે, ઘરના અર્થ કરે છે. એમ કહે છે. ઘરના ખરા, આત્માના ઘરના ખરા. આહાહા....!
અરે.. ભાઈ ! તારે શું કરવું છે ? તારે બીજી ચીજને સંબંધમાં રાખવી છે ? રાખવું છે (ક્યાં) ? એ તો અનાદિથી છે. તો અનાદિથી સંબંધમાં રાખ્યું તો સંયોગો નરક, નિગોદના મળશે. આહા...હા...! આત્માના આનંદ અને જ્ઞાનની પરિણતિ સિવાય કોઈપણ ચીજને જો સંબંધમાં રાખવી હોય તો એ સંબંધમાં રાખવાથી નરક અને નિગોદનો સંબંધ થશે. આહાહા..! ‘ગોવિંદરામજી આવી વાત છે. આ સમજીને શું કરવું? બપોરે પ્રશ્ન કર્યો હતો ને ? આહાહા..!
તેમને...” એટલે વિકારી ભાવને અને આત્માને, કર્મને અને આત્માને જોયું ? અને નોકર્મને અને આત્માને પરસ્પર.” પરસ્પર (અર્થાતુ) એ આમાં નહિ અને આ એમાં નહિ. આહા..હા...! વિકાર પરિણામ આત્મામાં નહિ અને આત્મા વિકાર પરિણામમાં નહિ. કર્મ