________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪પ૭ એમ નક્કી કરવું જોશે ને, બાપુ ! આવી વસ્તુ જે રીતે છે તે રીતે નક્કી કરવી જોઈશે). આહા..હા...!
અહીં તો મારે બીજું શું કહેવું હતું ? આત્મા જાણનક્રિયાને આધારે (છે) અને ક્રોધાદિ ક્રોધાદિક્રિયાને આધારે રહેલા છે). વિકારી ભાવ વિકારી પર્યાયને આધારે (છે). આહાહા...! પહેલી એ વાત સિદ્ધ કરી. આત્માને આધારે એ નહિ અને એને આધારે આત્મા નહિ. આહાહા....! છે કે નહિ? ભાઈ ! આ ફેરી “ઉલ્લાસચંદજીએ વખત લીધો. નિવૃત્તિ મળી. સારું કર્યું. આ તો બાપુ ! સમજવા જેવી વાત છે, ભાઈ ! અત્યારે તો મુશ્કેલી પડી ગઈ. આહા...હા...! આ તો પરમસત્યનો પ્રવાહ છે. પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરનું કથન આ શૈલીનું છે.
આ.હા...હા....! એ કહીને હવે કહે છે, વળી વિકારમાં એ પહેલું સિદ્ધ કર્યું. હવે સાથે બીજું ભેળવી દયે છે. વિકારમાં કર્મમાં કે નોકર્મમાં.” પેલું જડકર્મ. પહેલું ભાવકર્મ લીધું. ભાવકર્મની સાથે એને સંબંધ નથી. પછી એની સાથે મેળવવા લીધું, દ્રવ્યકર્મ. પછી નોકર્મ – બહારના નિમિત્તો લીધા). એ “જ્ઞાન નથી.” એ ત્રણે જ્ઞાન નથી, એ ત્રણેમાં આત્મા નથી. જેમ વિકારમાં આત્મા નથી, કર્મમાં આત્મા નથી, નોકર્મમાં આત્મા નથી. આહાહા...! “મીઠાલાલજી' આવું છે. ક્યાં ગયો તમારો છોકરો ગયો ? કહો, સમજાણું કાંઈ? આહાહા..!
કર્મમાં આત્મા નથી અને નોકર્મ નોક”માં. આમ એક નોકર્મ તો આહાર, શરીર વર્ગણા આદિ લીધી છે ને ? એને નોકર્મ લીધું અને એક નોકર્મ એટલે બીજી બધી ચીજો, ભાવકર્મ, દ્રવ્યકર્મ સિવાયની બધી ચીજો તેને નોકર્મ કહેવામાં આવે છે. બાયડી, છોકરા, કુટુંબ બધું નોકર્મ છે. એમાં આ આત્મા નથી. આહા...હા...!
મુમુક્ષુ :- આત્મા નથી પણ એની સાથે સગપણ છે.
ઉત્તર – ધૂળેય સગપણ નથી. કલ્પના માની છે. પરદ્રવ્યની સાથે શું ? આહા..હા...! જ્યાં સ્વચતુષ્ટથી છે અને પરચતુષ્ટયથી નથી. એવી સપ્તભંગિ પહેલો અને બીજો બોલ. આહા..હા...! ભઈ ! આ તો શાંતિથી, આગ્રહ છોડીને સમજવા જેવી વાત છે. બહુ ઝીણું. તેથી પ્રભુએ કહ્યું ને કે, વાદવિવાદ કરીશ નહિ. કારણ કે શાસ્ત્રમાં એટલા બધા કઈ જાતના શબ્દો હોય એને માળો સામે મુકે. આ ઉપગ્રહ મૂક્યો, લ્યો ! ધર્માસ્તિ, અધર્માતિ ઉપગ્રહ કરે છે. હવે અહીં “ઇબ્દોપદેશમાં તો એમ કહ્યું કે, ધર્માસ્તિ, અધર્માસ્તિકાયવત બધા ઉદાસીન નિમિત્ત છે. આહા..હા...! એ તો પોતે ગતિ કરે ત્યારે એને નિમિત્ત કહેવાય. એટલું. બીજી ચીજ જાણવાને માટે છે. એ માટે તો ખુલાસો કર્યો છે કે, જો એ ગતિ કરાવે તો સદાય ગતિ જ થયા કરે. ધર્માસ્તિકાયની સ્થિતિનું નિમિત્તપણું પણ ન રહી શકે. માટે ગતિ કરે એને ઓલા નિમિત્ત કહેવાય, સ્થિતિ કરે એને ઓલું નિમિત્ત કહેવાય. એમ કરીને આમ સ્વતંત્ર સિદ્ધ કર્યું. આ.હા..!