________________
૪૫૬
સમયસાર સિદ્ધિ-૬ એને કરે શું ? આહા...હા...!
અહીં કહે છે, “વળી ક્રોધાદિકમાં... એટલે વિકારી ભાવમાં. હવે કર્મ ભેળવ્યા. પહેલું આ લઈ, સૂક્ષ્મ ભાવ, વિકારી ભાવ એની ક્રિયા અને એનું પરિણમન તદ્દન જુદું જ્ઞાન થયું. એ સિદ્ધ કરી અને હવે જડ પરવસ્તુ લે છે). ક્રોધ એટલે પુણ્ય-પાપની ક્રિયામાં. “કર્મમાં” અહીં તો ક્રોધાદિ શબ્દમાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ભાવ એમાં આત્મા નથી. એ વિકારી પરિણતિને આધારે વિકાર છે, આત્માને આધારે નથી, એને આધારે આત્મા નથી. આવું ઝીણું છે. કહો, “ગુલાબચંદજી” ! જુદું છે. દિગંબર આચાર્યોની એવી વાત છે. ગજબ વાત છે ! ધીરેથી, શાંતિથી સમજવું). એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચૂંબતું નથી. હવે ચૂંબતું નથી તે ઉપકાર કરે ?
મુમુક્ષુ :- ઉપકાર તો કરે ને, અહીંથી સો રૂપિયા મોકલવા હોય તો ?
ઉત્તર :- કોણ રૂપિયા મોકલે ? રૂપિયા રૂપિયાને કારણે જાય. આહા...હા...! કોથળીમાં જાય માટે કોથળીથી જાય છે, રેલથી જાય છે એમેય નથી. એ પોતાની તે સમયની ક્રિયાવર્તી શક્તિ છે એનું પરિણમન થઈને એમ જાય છે. આહા..હા...! આકરી વાત.
અહીં પહેલું આ લીધું કે, જાણનક્રિયા એટલે શુદ્ધ ઉપયોગ. જાણનક્રિયા લીધું કારણ કે ઓલો (શુદ્ધ) ઉપયોગ સદાય ન હોય. પાઠમાં ભલે ઉપયોગ છે. પણ જાણવાની ક્રિયા, પરિણમન, શ્રદ્ધવાની એને આધારે આત્મા જણાય છે. એથી એને પ્રતિષ્ઠિત – આત્માનો આધાર એને લીધો. હવે ઈ વાત કરી અને પછી એ વાત લીધી કે, વિકારી પરિણામ તે વિકારને આધારે છે. વિકારને આધારે છે, એ વાત લીધી. પહેલું કર્મ ને નોકર્મ ન લીધું. કારણ કે સૂક્ષ્મપણું સિદ્ધ કરી (આ લીધું). આહા..હા...! આવી વાત છે, ભઈ !
મુમુક્ષુ – પહેલા તો આપ એમ કહેતા હતા કે, વિકાર એ પુદ્ગલ જનિત છે.
ઉત્તર :- પુદ્ગલ જનિત કઈ અપેક્ષાએ ? એ નિશ્ચયથી તો પુદ્ગલ જ છે. આત્માનો સ્વભાવ નથી, પરિણતિનો સ્વભાવ એનો નથી. એની પરિણતિ દ્રવ્યને અનુસારે પરિણતિ હોય છે. એ ખરેખર પુગલજન્ય છે. પણ જ્યારે એની પર્યાયને સિદ્ધ કરવી હોય ત્યારે પર્યાય પોતામાં, પર્યાય પર્યાયને આધારે છે, વિકાર વિકારને આધારે છે, એમ (કહે). ઓલામાંથી ત્યે તો વિકાર યુગલને આધારે છે એમ થાય. પુદ્ગલથી વિકાર થાય, આત્માથી નહિ. આત્મામાં અનંતા.. અનંતા. અનંતા. ગુણો છે એમાં) એક પણ ગુણ વિકાર કરે એવો ત્રણકાળમાં (કોઈ) ગુણ નથી. એવું જે દ્રવ્ય, આનંદનું દળ, અનંત ગુણની પવિત્રતાનો મોટો સાગર, એમાં કોઈ ગુણ એવો નથી કે, વિકૃતિ (કરે). પર્યાયમાં વિકાર થાય છે એથી અશુદ્ધ ઉપાદાને એનામાં છે અને એ અશુદ્ધ ઉપાદાન છે ઈ વ્યવહાર છે અને વ્યવહાર છે તે નિમિત્તને આધીન થયેલો છે માટે છે આત્માનો નથી, એ પરનો છે. આહાહા! આવું છે. વાણિયાને પણ ધંધા આડે એટલી બધી નવરાશ ન મળે. આ..હા...! આવી વાત છે,