________________
૪૫૪
સમયસાર સિદ્ધિ-૬
જાણનક્રિયા આધાર છે).' આત્મા તેમાં રહેલ છે. શેમાં? જાણનક્રિયામાં. જાણનક્રિયા આધાર છે, આત્મા આધય છે. કેમકે એનાથી જણાય છે માટે. આ..હા...!
‘તત્ત્વાર્થ સૂત્રમાં તો એવો પાઠ છે. દ્રવ્યાશ્રયા....” દ્રવ્યને આશ્રયે ગુણ છે એવો પાઠ છે. દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા” એવો પાઠ છે. દ્રવ્યને આશ્રયે ગુણ છે. અહીં તો પર્યાયનું વર્ણન છે. ત્યાં દ્રવ્યને આશ્રયે ગુણ છે અને પર્યાયે ખરેખર તો દ્રવ્યને આશ્રયે છે. પણ અહીં તો (એ) સિદ્ધ કરવું છે કે, જેના દ્વારા તે જણાય તેના આધારે તે છે. આહા..હા....!
જાણન, શ્રદ્ધા આદિ પરિણમન જે થાય એના પરિણમનને આધારે તે જણાય માટે તે જાણનક્રિયા તે આધાર છે, આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે આધેય છે. બેય એક જ જાત છે. એની જાતમાં એ આધારમાં છે. કજાત જે રાગ છે એમાં એ આત્મા નથી. આહા...હા...! (જાણ નક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે” એટલે શું ? કે, આત્મા જે જ્ઞાન છે તેની ક્રિયા જ્ઞાનની જ છે. માટે એ બધી ક્રિયાને આધારે એ જ્ઞાન જ છે, એ આત્મા જ છે. જાણનક્રિયા અને આત્મા, જાણનક્રિયાને આધારે આત્મા, બેય એક જ છે. બેય એક જાત છે. આહા..હા..! બહુ ઝીણું, બહુ જ. જાણવાની ક્રિયા, શ્રદ્ધવાની ક્રિયા, એને પ્રતિષ્ઠિત – એને આધારે આત્મા (છે). કેમકે બેય એક જ જાત છે, એમ કહે છે. જ્ઞાન જ સ્વરૂપ છે, ઈ આત્મા સ્વરૂપ (છે). જાણનક્રિયા એ આત્માનું જ સ્વરૂપ છે. આહા...હા...!
‘(કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે).” આત્મા આત્મામાં જ છે, એમ. આત્મા જાણનક્રિયા, એવી આત્મા, એ આત્મા આત્મામાં જ છે. જાણન, શ્રદ્ધા આદિ આત્મા એ આત્મા આત્મામાં જ છે. આત્મા રાગમાં, વિકલ્પમાં નથી. સમજાણું ? “એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે). વિકાર પરિણામ છે એ વિકારને આધારે, વિકારની પરિણતિને આધારે વિકાર છે. આહા..હા...!
આમ તો કીધું ને, દ્રવ્યશ્રયા નિર્ગુણા ગુણા એ ‘તત્ત્વાર્થ સૂત્રમાં (છે) અને ‘તત્ત્વાર્થ સૂત્ર'નો એક શબ્દ એવો છે કે, ધર્માસ્તિ, અધર્માસ્તિ છે એ ઉપકાર કરે છે. એવો પાઠ છે. અને અહીં ઇષ્ટોપદેશમાં કહે કે, ભઈ ! બધું ધર્માસ્તિકાયવત છે. ઉપકારનો અર્થ છે, એટલી વાત. ત્યાં ઉપકારનો અર્થ ઉપકાર કરે છે એમ લઈ લ્ય એમ નથી. પાઠ એવો છે. અહીં પુસ્તક નથી.
મુમુક્ષુ :- પાઠ છે એ પ્રમાણે અર્થ કરવો જોઈએ ને !
ઉત્તર :- ઈ ઉપકારનો અર્થ જ આ છે. આ પેલા લોકનું છાપું આવે છે ને ? પછી નીચે લખે), “જીવાનામ્ પરસ્પર ઉપગ્રહા' પરસ્પર ઉપગ્રહ (એટલે) ઉપકાર કરે. ઉપકારનો અર્થ એક બીજી ચીજ છે, એટલું. ઉપકાર કરે છે એનો અર્થ ઉપકાર (ખરેખર કરે છે એમ નથી). અહીં ઈ પુસ્તક નથી ને ? “તત્ત્વાર્થ સૂત્ર” ! “સુખ-દુઃખ, જીવિત, મરણ” લીધું છે. એટલે શું પણ ? સુખ-દુઃખે ઉપકાર કરે છે ? દુઃખ ઉપકાર કરે છે ? મરણ ઉપકાર