________________
૪૫૨
સમયસાર સિદ્ધિ-૬, એ (કહીને) હવે વિરુદ્ધનું લે છે.
‘ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે.. આહાહા...! ક્રોધાદિ છે એનું પરિણમન જે છે, એને આધારે એ ક્રોધ છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયા...” (એટલે) પરિણમન. આહા.! ક્રોધ વસ્તુ છે ઈ વસ્તુ ગણી અને પછી એનું પરિણમન ગમ્યું. એ પરિણમનને આધારે ક્રોધ છે. આહાહા..! ઝીણું આવ્યું આજે પણ અધિકાર એવો છે ત્યાં (શું થાય ?) આહાહા...!
ક્રોધ શબ્દ દ્વેષ અને આદિ શબ્દ રાગ. રાગમાં લોભ અને માયા આવે. એ લોભની ઇચ્છાની વૃત્તિ ઉત્પન્ન થઈ. આહાહા..! એ ઇચ્છાની પરિણતિ, એ ક્રોધની ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એ ઇચ્છાની પરિણતિ, જે ક્રોધ, માન, માયા, લોભ છે એની પરિણતિ છે, એને આધારે એ છે. એ પરિણતિને આધારે એ ક્રોધ છે, આત્માને આધારે નહિ. આહા..હા...!
ક્રોધાદિ છે ને ? ક્રોધ, માન, માયા, લોભ, વિષય-વાસના, રાગાદિ એ જે ક્રોધાદિ ક્રિયા, એનું પરિણમન, એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એના સ્વરૂપ – પરિણમન સ્વરૂપ એનું છે. વિકારી ભાવનું પરિણમન એ એનું સ્વરૂપ છે. આહાહા..! એ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એના સ્વરૂપને આધારે વિકાર છે, આત્માને આધારે નહિ, આત્માની પર્યાયને આધારે નહિ. આહા...હા...! બહુ ઝીણું !
મુમુક્ષ :- ક્રોધાદિનો આધાર મોહકર્મ ગણવામાં આવે ?
ઉત્તર :- કર્મ-કર્મ અહીં નહિ. અહીં તો અંદરની વાત છે. કર્મ-ફર્મ. નોકર્મ તો બહાર રહ્યા. ઈ આવશે. આ મેળવ્યા પછી આવશે. આઠ કર્મ ને નોકર્મ પછી (આવશે). આઠે કર્મ આવશે. પણ આ તો પહેલાં અંદરનું નક્કી કરે પછી ઓલું છે). એ તો બહારનું તત્ત્વ છે), જુદા છે. પણ આ જુદા ભાસતા નથી માટે તેને જુદાપણું બતાવીને પછી કહે, આની પેઠે બધું લઈ લેવું. કર્મ, શરીર, ફલાણું-ઢીકણું.. (બધું લઈ લેવું). આહાહા....!
મૂળ પ્રાણ તો સાધારણ શરીર જુદું છે, કર્મ જુદું છે, એવી ધારણા તો ઘણીવાર થઈ ગઈ છે. અગિયાર અંગના જાણપણા (તો થઈ ગયા છે, પણ આ જુદું થયા વિના એ જુદા છે એવું યથાર્થપણું ન આવે. આહા...હા...! આમ તો અગિયાર અંગના જાણપણા નથી કર્યા ? શરીર જુદું છે, કર્મ જુદું છે. એટલું તો આવ્યું ને ? રાગ જુદો છે એવું પણ ખ્યાલમાં - ધારણામાં આવ્યું હતું પણ ભાવમાં નહોતું આવ્યું. આહા..હા...!
રાગરહિત સ્વભાવની દૃષ્ટિ કરીને જે પરિણમન થવું જોઈએ) તે નહોતું. તેથી તેને કહે છે કે, પરિણમનને આધારે તે જણાણો. અને ક્રોધ ને વિકાર છે એ પરિણતિને આધારે વિકાર છે, એ આત્માને આધારે વિકાર છે જ નહિ. વિશેષ કહેવાશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)