________________
ગાથા–૧૮૧ થી ૧૮૩
૪૫૩
પ્રવચન નં. ૨૫૯ ગાથા–૧૮૧-૧૮૩ ગુરૂવાર, જેઠ વદ ૧૨, તા. ૨૧-૦૬-૧૯૭૯
‘સમયસાર”, “સંવર અધિકાર અહીં સુધી) આવ્યું છે. ક્રોધાદિક આવ્યું. આત્મા છે એ ત્રિકાળી નિત્ય ધ્રુવ છે પણ વર્તમાન જાણનક્રિયા એ સન્મુખની થાય એમાં એ જણાય. માટે જાણનક્રિયા એ આધાર છે અને આત્મા આધેય છે. બેય એકસ્વરૂપ છે. ઉપયોગે ઉપયોગ. જાણનક્રિયામાં આત્મા છે. આત્મા રાગમાં, શરીરમાં, વાણીમાં ક્યાંય નથી. એ જાણનક્રિયા – જાણવાનો ઉપયોગ જે થાય, ક્રિયા થાય તેને આધારે જણાય છે એથી તે જાણનક્રિયામાં પ્રતિષ્ઠિત છે. આહા..હા....!
હવે ક્રોધાદિક...” એટલે કે પુણ્ય અને પાપના ભાવ જે વિકારી ભાવ કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે..” એ વિકારી ભાવ વિકારી પરિણતિમાં રહેલા છે. જાણનક્રિયામાં આત્મા રહેલ છે એમ વિકારી પરિણતિની ક્રિયામાં વિકાર રહેલો છે. એટલે વ્યવહાર વ્યવહાર કરે તો કહે છે કે, એ વ્યવહાર વિકાર છે અને વિકારની પરિણતિમાં વિકાર રહેલો છે, આત્મામાં નહિ. આહાહા..! આવું (છે).
ક્રોધાદિનું અભિન્નપણું હોવાથી કોને ? ક્રોધાદિકમાં જ છે એ. ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાથી. આહા..હા..! જેમ જાણનક્રિયા આત્મા સાથે અભિન્ન હોવાથી તે જાણનક્રિયા તે આધાર પ્રતિષ્ઠિત, એને આધારે આત્મા છે, જણાય છે. એમ ક્રોધાદિ ક્રિયા ભિન્ન છે. આત્માથી તદ્દન ભિન્ન છે. આહાહા..! વ્યવહાર રત્નત્રયનો જે રાગ, કષાય એ ક્રોધાદિથી અભિન્ન છે. એ વિકારથી એ અભિન્ન છે. આત્માથી તદ્દન ભિન્ન છે. આ..હા..! આવું છે.
પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે.” એટલે કે વિકાર ભાવ જે છે એની પર્યાયમાં જે પરિણમન છે એમાં એ રહેલ છે. એ એમાં પ્રતિષ્ઠિત છે, આત્મામાં નહિ. આહાહા..! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ – રાગ એ એની પર્યાયની ક્રિયામાં રહેલ છે, પ્રતિષ્ઠિત ક્રિયામાં રહેલ છે), આત્મામાં નહિ. આહાહા...! ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિનપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે.”
‘(જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે. વધારે સ્પષ્ટ કર્યું, જ્ઞાનનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ જાણનક્રિયા (છે). જાણવું-દેખવું, આનંદ, શાંતિ આદિ ક્રિયા જાણનક્રિયા કહેવામાં આવે છે. આહાહા....! આત્માની પર્યાયમાં જે જાણન, શ્રદ્ધા, શાંતિ, આનંદ (છે) એ બધી જાણનક્રિયા કહેવામાં આવે છે. એ જાણનક્રિયા, ‘(જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે,) આત્માનું સ્વરૂપ જાણનક્રિયા છે. રાગ ને ક્રોધાદિ સ્વરૂપ એ એનું સ્વરૂપ નથી. માટે જ્ઞાન આધેય અને