________________
૪૬૦
સમયસાર સિદ્ધિ-૬. મુમુક્ષુ :- “કાંતિ ઈશ્વરે’ તો શાબાશી આપવી જોઈએ એમ કહે છે.
ઉત્તર :ઈ તો આપે. ઘણો મોઢા આગળ છે. હોય એના માનનારા પણ સૌના માનનારા હોય ને ! બોકડા કાપે તો બોકડાના લેનારાય હોય કે નહિ ? એમ. ઉધી માન્યતા(ના) માનનારાય હોય કે નહિ? આહાહા..! અરે.રે...! શું થયું? ભાઈ ! બાપુ ! તું અનાદિઅનંત એની સંભાળ ન કરી અને રાગથી મને લાભ થાય એમાં સંભાળ કરે, તો જેને સંયોગથી લાભ થાય એમ માન્યું ઈ સંયોગ એને નહિ છૂટે. ચાર ગતિનો સંયોગ ભાવ તારો માન્યો એનાથી લાભ માન્યો તો સંયોગભાવ નહિ છૂટે. સંયોગી ચીજ નહિ છૂટે. આહા..હા...!
જ્ઞાન એટલે આત્માનું સ્વરૂપ “(અને ક્રોધાદિક) વ્યવહાર ભાવકર્મ (તેમ જ કર્મનોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) તેમને પરમાર્થભૂત.... હવે બીજું વધારે આવ્યું. ત્યાં હતું, પહેલામાં આવી ગયું હતું. ‘એક સાથે બીજીને આધારાધેય સંબંધ પણ નથી જ.' પહેલા આવી ગયું હતું. ચોથી લીટી. અહીં વિશેષ સિદ્ધ કર્યું. તેમને પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. આહા..હા...! ઓલામાં તો એક બીજીને આધારાધેય સંબંધ નથી એટલું આવ્યું હતું. ચોથી લીટી. એકબીજાને આધારાધેય (સંબંધ નથી. હવે અહીં પરમાર્થે સંબંધ નથી એમ કહે છે). પરમાર્થભૂત...” આહાહા..! રાગને અને આત્માને પરમાર્થભૂત આધાર છે જ નહિ. વ્યવહાર રત્નત્રયને અને આત્માને પરમાર્થભૂત આધારાધેય છે જ નહિ. આહા..હા...! આવી ચીજ છે.
પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. પહેલા એ આવી ગયું હતું પણ ઈ એકબીજાને આધાર-આધેય (સંબંધ નથી) એટલું હતું). હવે અહીં (કહે છે) પરમાર્થે આધાર-આધેય સંબંધ નથી. ખરેખર એકબીજી ચીજને આધાર-આધેય સંબંધ નથી, એમ. ખરેખર રાગને અને ભગવાનઆત્માને ખરેખર આધાર-આધેય સંબંધ નથી. કે રાગને આધારે આત્મા જણાય અને આત્માને આધારે રાગ થાય એમ છે નહિ. આહા..હા..! બહુ ઝીણું. આ..હા...!
“વળી જ્ઞાનનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ “જેમ જાણનક્રિયા છે.” જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ.” અરસપરસ લ્ય છે. પરસ્પર હતુ ખરું ને? “એમ ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂ૫) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી.” આહાહા...! કેટલું સ્પષ્ટ કર્યું છે ! બે તદ્દન (જુદા છે). રાગાદિ પદાર્થ, બીજો પદાર્થ જુદો પણ અંદર રાગ (થાય એ) પર પદાર્થ છે. ભાવકર્મ. આહાહા...! અશુદ્ધનયે એની પર્યાયમાં છે પણ શુદ્ધદષ્ટિથી જોઈએ તો એને અને આત્માને કાંઈ સંબંધ નથી એમ કહે છે. અશુદ્ધનયથી રાગ-દ્વેષ આદિ એની પર્યાયમાં છે અને અશુદ્ધનય એટલે વ્યવહાર થયો. ત્યાં તો એ લીધું. અશુદ્ધ દ્રવ્યાર્થિકનકે એમ લીધું છે. અશુદ્ધ દ્રવ્યાર્થિકનયે, દ્રવ્યાર્થિક કેમ (કહ્યું) ? કેમકે ઈ દ્રવ્યની પર્યાય છે ને એમ. એટલે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયે વિકાર એનો છે. એમ કહ્યું. પણ એ તો વસ્તુની સ્થિતિ જણાવવા