________________
૪૬૬
સમયસાર સિદ્ધિ-૬ પ્રદેશ ભિન્ન છે. આહાહા..! વિકારી પરિણામ અને નિર્વિકારી વસ્તુ બેના ક્ષેત્ર ભિન્ન છે. બેનું રહેવાનું સ્થાન ભિન્ન છે. વિકાર અલ્પ પ્રદેશ – અંશમાં રહે છે અને આખી ચીજ બધા પ્રદેશમાં રહે છે. રાગ દયા, દાન, ભક્તિ આદિ એના પ્રદેશો એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એના જુદા છે અને આત્મા ત્રિકાળી આનંદસ્વરૂપ (છે) એના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તો જુદા છે. આહા..હા..! પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તો જુદા છે પણ એની પર્યાયનો અંશ જેટલો, જેટલામાંથી ઉઠે એટલા પ્રદેશો પણ દ્રવ્ય આત્માની અપેક્ષાએ જુદા છે.
‘તેમને એક સત્તાની અનુપપત્તિ છે. બે થઈને એક સત્તા ઉત્પન્ન થતી નથી. વસ્તુ સ્વભાવ શુદ્ધ ચૈતન્યમૂર્તિ, એનું પરિણમન અને રાગનું પરિણમન બેની સત્તા જુદી જુદી છે, બેનું હોવાપણું જુદું જુદું છે. આહા...! આ ભેદજ્ઞાન કરાવ્યું છે. ભગવાન આત્મા જ્ઞાનપરિણમનમાં જણાય એવો છે. એથી જ્ઞાનપરિણમન તે આત્માનું સ્વરૂપ છે. રાગ છે તે જડ છે, અચેતન છે. તેથી તેના પ્રદેશો જુદા હોવાથી બેની એક સત્તા નથી. બેનું હોવાપણું એકપણે નથી, બેનું હોવાપણું બેપણે જુદું જુદું છે. આહાહા...!
‘અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી” એ રીતે એક વસ્તુ આત્મા અને એની સાથે બીજા આત્મા અને શરીરાદિ. આહા..હા...! ભગવાનઆત્માને અને પંચ પરમેષ્ઠીને પણ ભિન્ન સત્તા છે, ભિન્ન હોવાપણું છે તેથી કાંઈ સંબંધ નથી. ‘એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી.” આ કારણ છે).
એક સાથે બીજીને આધારાધયસંબંધ પણ નથી જ.’ આહા...હા...! રાગનો આધાર અને આત્મા આધેય એમ નથી. આ.હા...! દયા, દાન, વ્રત, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા એ રાગ જડ છે. જડનો આધાર ને ચૈતન્ય એમાં આવે એમ નથી. આહા..હા..! એમ ચૈતન્યની શુદ્ધ પરિણતિ નિર્મળ પરિણતિ તે આધાર, આત્મા આધેય. આહા...હા...! અહીં તો ઈ સિદ્ધ કરવું છે ને ! નહિંતર તો પર્યાય છે તે દ્રવ્યમાં નથી. વર્તમાન પર્યાય પ્રગટ છે એ સિવાયની બધી પર્યાયો દ્રવ્યમાં છે, બાહ્ય નથી. પણ વર્તમાન પર્યાય છે એ દ્રવ્યમાં નથી. ઈ શું કહ્યું? કે. આત્મામાં જે અનાદિઅનંત પર્યાય છે એમાં પ્રગટ એક સમયની પર્યાય તે પર્યાય દ્રવ્યમાં નથી, એનું સત્ત્વ ભિન્ન છે. ભૂત અને ભવિષ્યની પર્યાયો અંદરમાં રહી છે એ દ્રવ્યમાં છે. આહા..હા...! અને વર્તમાન પ્રગટ પર્યાય વિનાનો કોઈ દિ એનો કાળ હોય નહિ. એ પ્રગટ પર્યાય અને વસ્તુ બેની સત્તા – પ્રદેશ ભિન્ન છે. આહા..હા..! તેથી તેની સત્તા ભિન્ન છે. અરે! આ..હા..હા...!
માટે એક સાથે બીજીને આધારાધયસંબંધ પણ નથી જ.’ વ્યવહાર રત્નત્રય પહેલા થાય તો એના આધારે સમ્યગ્દર્શન થાય એમ નથી. શુભરાગ મંદ રાગ પહેલા થાય અને પછી સમ્યગ્દર્શન થાય એવી વસ્તુ નથી. આહાહા...! આકરી વાત છે, ભાઈ ! જૈનદર્શન ઝીણું બહુ. પણ એ વસ્તુને સમજવામાં એનું ફળ પણ અનંત આનંદ છે ને ! આ.હા...!