________________
ગાથા- ૧૮૧ થી ૧૮૩
૪૫૧
પ્રગટ દશા શુદ્ધની કાયમ રહે છે. ઉપયોગ કદાચ ન રહે. એથી આ શબ્દ વાપર્યો છે. આ..હા..હા...! ઉપયોગને જાણનક્રિયા' શબ્દ વાપર્યો છે. આહા..હા...! આ ટીકા કહેવાય, આવી ! આ..હા..હા...! સંતો દિગંબર મુનિઓ(એ) ગજબ કામ કર્યાં છે ! આ..હા..હા...!
લોકોને અભ્યાસ નહિ (અને) પ્રવૃત્તિ આડે નિવૃત્તિ નહિ. આહા..હા...! પ્રવૃત્તિ પ્રવૃત્તિને ઘરે રહી. એની સત્તામાં એ પ્રવૃત્તિ છે નહિ. આહા..હા...! એની સત્તામાં તો શુદ્ધ પરિણમન છે. આહા..હા...! રાગે નથી તો ૫૨ શરીર, વાણી, મન ને ધંધાની ક્રિયા એ તો ક્યાં છે એમાં ? આહા..હા...! સમજાય છે કાંઈ ?
જાણક્રિયાનું જ્ઞાનથી...' જાણનક્રિયા એટલે પરિણમન શુદ્ધ પરિણમન. એનું ‘જ્ઞાનથી....’ એટલે આત્માથી “અભિન્નપણું હોવાને લીધે...' જાણક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જાણનક્રિયા જ્ઞાનમાં જ છે;...’ આહા..હા...! એનાથી જુદી નથી, એમ કહે છે. છે ? આ..હા...! જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે...' જાણક્રિયા જ્ઞાનમાં જ છે;...' આત્મામાં જ છે. ઈ નિર્મળ પર્યાય છે એ આત્મામાં જ છે, એમ કહે છે. એ આત્મા છે. આહા..હા....!
-
હવે, ઈ સિદ્ધ કરીને હવે વિરુદ્ધ સિદ્ધ કરે છે. એ અવિરુદ્ધ સિદ્ધ કર્યું. જાણનક્રિયા સ્વરૂપ પ્રતિષ્ઠિત એમાં આત્મા રહેલો છે. જાણનક્રિયા સ્વરૂપ, એને આધારે પ્રતિષ્ઠિત એટલે એને આધારે રહ્યો છે. કારણ કે એ આત્મા છે. જાણનક્રિયાનો સંવરભાવ એ આત્મા છે. આહા..હા...! એક કોર ‘શુદ્ધભાવ અધિકાર’ ‘નિયમસા૨’માં એમ કહે કે), સંવર, નિર્જરા ને કેવળજ્ઞાન બહિર્તત્ત્વ છે. કઈ અપેક્ષા છે ? બધાય તત્ત્વો. સંવર, નિર્જરા ને બધું બહિર્તત્ત્વ છે. અંતઃતત્ત્વ તો એક ત્રિકાળી આનંદનો નાથ છે). પણ એને જાણનારા વિના, છે એવું જાણ્યું કોણે ? એમ કહે છે. એને શેય બનાવ્યા વિના, આ શેય છે, એમ જાણ્યું કોણે ?
આ..હા..હા...!
મહાપુરુષ કોઈ કરોડપતિ, અબજોપતિ મળવા આવ્યો પણ એની સામું જોયું નહિ અને છોકરા સાથે અડધો કલાક રમતમાં રહી ગયો તો ઓલો ઉઠીને ચાલ્યો ગયો. એટલે એને તો મળ્યો જ નથી. એમ આખી ચીજ પ્રભુ મહાઆત્મા પડી છે, મહાત્મા મહાપુરુષ એ સમીપમાં પડી છે પણ એની સામું જોયા વિના (ખબર કેમ પડે ?) આહા..હા...! મુમુક્ષુ :ઈ ચાલ્યો નથી જાતો.
ઉત્તર :– ઈ તો ત્યાંને ત્યાં (છે પણ) એની દૃષ્ટિમાંથી ચાલ્યો ગયો છે ને ! ઈ ચાલ્યો ગયો. અનંતકાળથી ચાલ્યો ગયો. આહા..હા..! એની સત્તાનું અસ્તિત્વ જેવું અને જેટલું છે એટલું તેની સન્મુખ થઈને જાણ્યું નહિ તો એને તો એ સત્તા ચાલી ગઈ છે. આહા..હા...! આવું છે. અરે...! ધન્ય ભાગ્ય ! આ ચીજ ક્યાંથી કાને પડે ? આ કોઈ સંપ્રદાયની ચીજ નથી. આ તો વસ્તુનું સ્વરૂપ છે. આહા..હા...! વસ્તુના સ્વરૂપની આ બધી ટીકા છે. આહા..હા...!
-