________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૪૯
છે). આનંદને આધારે જણાણું કે પૂર્ણ આનંદ છે, જ્ઞાનની વ્યક્તતાનો અંશ પૂર્ણ જ્ઞાનને જણાવે છે), શાંતિના આશ્રયે પૂર્ણ શાંતિ (જણાણી), પુરુષાર્થને આશ્રયે પૂર્ણ પુરુષાર્થ જણાણો). એમ એ પ્રગટ જે પર્યાય (થઈએમાં જે અંશ આવ્યા, એ અંશો દ્વારા તે જણાણો છે માટે તેને – અંશને આધાર કહેવામાં આવે છે અને અંશીને આધેય કહેવામાં આવે છે. સમજાય છે ? આહા..હા..!
જાણ નક્રિયારૂપ જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે.” એ આત્મા ભગવાન ત્રિલોકનાથ, એની જે જાણવાની, દેખવાની, શ્રદ્ધવાની પર્યાય થઈ એ એનું સ્વરૂપ છે અને તેથી એ જ્ઞાનની ક્રિયા, શ્રદ્ધાની ક્રિયા, શાંતિની ક્રિયા એ જ્ઞાનથી અભિન્ન છે, આત્માના સ્વભાવથી તે પર્યાય અભિન્ન છે. આહા...હા...! “અભિન્ન હોવાને લીધે જ્ઞાનમાં જ છે...”
મુમુક્ષુ :- પર્યાયમાં દ્રવ્ય આવે ?
ઉત્તર – ઈ પર્યાયમાં દ્રવ્ય આવ્યું નથી પણ આ બાજુ સન્મુખ થઈ ગયું માટે અભિન્ન છે, એમ કહેવું છે. બાકી પર્યાય પર્યાય છે અને દ્રવ્ય દ્રવ્ય છે. એ અત્યારે નથી લેવું. અભિન્નનો અર્થ અભેદ થઈ ગયો. રાગ છે ભિન્ન છે એવી રીતે આ અભિન્ન છે, એમ.
મુમુક્ષુ :- દ્રવ્યને અને પર્યાયને અભિન્ન કહેવું એ કઈ નયનું કથન છે ?
ઉત્તર :- અત્યારે નિશ્ચયનયનું કથન છે. એવી વાત છે. આ તો ઓગણીસમી વખત વંચાય છે ને ! આમાં તાકડે તમે આવ્યા. “રતિભાઈ ન આવ્યા ? “મુંબઈ હશે, ઠીક ! આહા...હા...!
મુમુક્ષુ :- જ્ઞાન અને આત્માના પ્રદેશ અભિન્ન હોવાથી અભિન્ન કહ્યું ?
ઉત્તર :- પ્રદેશ તો ભિન્ન ઈ નહિ. વસ્તુ એની છે, એક જ સત્તા છે. એમાં સ્વરૂપમાં વસ્તુ રહેલી છે. સ્વરૂપ જે જાણનક્રિયા છે જેમાં આ વસ્તુ રહેલી છે. માટે તે વસ્તુનું સ્વરૂપ છે, તે સ્વરૂપ હોવાને લીધે વસ્તુ અભિન્ન છે, એમ. પકડાય એટલું પકડો, બાપુ ! આ તો ભંડાર છે).
મુમુક્ષુ – પર્યાયના પ્રદેશો ભિન્ન છે.
ઉત્તર :– અત્યારે જુદા નથી (કહેવા). અત્યારે તો વિકારી પર્યાયના પ્રદેશો જુદા કહેવા છે પછી નિર્વિકારી પર્યાયના પ્રદેશો જુદા, અત્યારે નહિ. એ વાત તો કાલે થઈ ગઈ હતી, નહિ ? કે, ભઈ ! વિકારી પર્યાય મટી ગઈ પછી નિર્મળ પર્યાય ભળી ગઈ નિર્મળ સાથે. એટલે એ પર્યાય ભળી ગઈ નિર્મળ પણ છતાં એના પ્રદેશ તો, પર્યાયના અંશ જુદા છે. જે ત્રિકાળી પ્રદેશ છે અને એક સમયના પ્રદેશ છે એ જુદા છે. અત્યારે અહીં તો ફક્ત પરથી જુદું પાડવું છે. આહા..હા....! એવું છે.
જાણનક્રિયાનું જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે,” એટલે જાણવાની જે પરિણતિની ક્રિયા છે તેનાથી જ્ઞાન એટલે આત્મા “અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે;એમ.