________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૪૭ એવું પોતાનું સ્વરૂપ. એ જાણનક્રિયા એનું સ્વરૂપ છે. રાગાદિ એનું સ્વરૂપ નથી. જાણવું. જાણવું-દેખવું એવું પરિણમન એ તો એનું સ્વરૂપ છે.
એ જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (રહેલું) છે..” આ..હા...હા...! એ પોતાના સ્વરૂપમાં આત્મા – જ્ઞાન રહ્યું છે, એમ કહેવું છે ને ? જ્ઞાન પોતાના સ્વરૂપમાં રહ્યું છે. સ્વરૂપ એટલે ? જ્ઞાન એવો જે આત્મા. એને જાણનક્રિયારૂપી જે પોતાનું સ્વરૂપ તેમાં એ રહેલો છે. એટલે તેમાં તે જણાય છે. આવી વાત છે. સમજાય છે આમાં ?
જ્ઞાન” એટલે આત્મા કે જે જાણનક્રિયારૂપ.... ઈ પોતાનું સ્વરૂપ છે. આહાહા...! રાગાદિ એનું સ્વરૂપ નહોતું. જે જાણનક્રિયા, આત્મા જે જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ, એની જે વર્તમાન જાણનક્રિયા, શ્રદ્ધાક્રિયા, શાંતિની ક્રિયા, આનંદની (ક્રિયા) એ જાણનક્રિયામાં બધા ગુણોની પર્યાય આવી ગઈ. આહાહા...! સમજાય છે કાંઈ? જાણ નક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત -રહેલું) છે” બે વસ્તુ જુદી પાડી. જ્ઞાન એટલે જ આધેય અને જાણનક્રિયા એ આધાર. એ જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં રહેલું છે. આહા..હા...! સમજાય છે ? પુસ્તક છે ને સામે ? આમાં લોઢામાં-બોઢામાં ક્યાંય ત્યાં હાથ આવે એવું નથી. પૈસા આવે, એ પણ એની પર્યાયનો કાળ (હોય તો આવે). આહા..હા...!
અહીં તો પહેલું એમ કીધું, પ્રવચનસારમાં તો એમ આવી ગયું કે, દ્રવ્ય પોતાની પર્યાયને પહોંચી વળે છે. દ્રવ્ય પોતાની પર્યાયને પહોંચે છે, પ્રાપ્ત કરે છે, પામે છે. અને પર્યાય દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ ? પર્યાય દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે અને પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત કરે છે. પછી વિકાર કે અવિકાર બેય. હોં ! ત્યાં નિર્વિકારી પર્યાયની વાત નથી. દ્રવ્ય જે છે એ પોતાની જે પરિણતિ છે કે પર્યાય છે. વિકારી કે અવિકારી. દ્રવ્ય છે એ પોતે મિથ્યાત્વને પામે છે એ પોતાની ક્રિયા પર્યાય છે. આવું છે. એ તો આપણે ઘણા બોલ ગયા. ૯૮ ને ૯૯. એને અવસરે થતો મિથ્યાત્વ ભાવ તેને દ્રવ્ય પહોંચી વળે છે, દ્રવ્ય પ્રાપ્ત કરે છે, દ્રવ્ય પામે છે. એને દ્રવ્ય પામે છે. આહા..હા..! આ..હા..હા..! બીજી કોઈ ચીજ નથી પામતું એટલું ત્યાં સિદ્ધ કરવું છે.
અહીં બીજી વાત સિદ્ધ કરવી છે. આહાહા! અહીં તો વસ્તુ છે પણ એ વસ્તુનું જ્યાં અંદર ભાન કરે છે, એની સન્મુખ થાય છે ત્યારે જે જ્ઞાન ને શ્રદ્ધાનું પરિણમન થયું એના સ્વરૂપને આધારે એ ચીજ છે. કારણ કે એના સ્વરૂપને આધારે એ જણાયું છે. આટલું હવે યાદ ક્યારે રાખવું ? કહો, ‘ગંબકભાઈ ! એને “મુંબઈનું સાંચવવું કે “કાંપનું સાચવવું કે આ (સમજવું)? શું કરવું ? “ઉલ્લાસજી ! આ જુદી જાતનો ઉલ્લાસ છે. આહા..હા.! (શ્રોતા :- મુંબઈનું ને લોઢાનું બેયનું સાચવવું ?)
કહે છે, પ્રભુ ! એક વસ્તુની બીજી વસ્તુ નથી. એ રાગાદિ અને પર આદિની અપેક્ષા. બેયની સત્તા જુદી એ રાગાદિ અને પરની અપેક્ષા. બેયનો આધારાધેય નહિ એ રાગાદિ