________________
૪૪૮
સમયસાર સિદ્ધિ-૬ અને પરની અપેક્ષા. અહીંયાં આધાર-આધેય છે. આ..હા...હા..! એ વસ્તુ તો વસ્તુ છે. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે, એ છેનું અહીંયાં પરિણમનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ પરિણમન થયું એ પરિણમનને આધારે ‘આ છે', આ છે અંશનું પરિણમન થયું એ અંશમાં ‘આ અંશી આવડો પૂરો છે' એમ એને આધારે જણાણું માટે એને આધાર (કહ્યો), વસ્તુને આધેય (કહી). આહા..હા..! કહો, “મીઠાલાલજી ! આવી ચીજ છે. લોકોને આકરી પડે પણ શું થાય ?
એક બાજુ એમ કહે કે, પ્રવચનસાર’ એમ પોકારે (કે), દ્રવ્ય પર્યાયને પહોંચે. વિકારી કે અવિકારી, હોં ! ત્યાં તો દ્રવ્ય ને ગુણ ને પર્યાય સિદ્ધ કરવું છે, એટલું. અહીં તો સંવર સિદ્ધ કરવો છે. સંવર ક્યારે થાય ? કે ચૈતન્યમૂર્તિ શુદ્ધ છે તેનો આશ્રય લઈ અને શુદ્ધ પરિણમન જે થાય, ત્યારે એ પરિણમનમાં એ ચીજ જણાણી માટે એ પરિણમન તે આધાર છે, આત્મા તે આધેય છે. આહા...હા...! આટલું બધું ફેરવવું કેટલું ! સાફ છે, આમ ચોખ્ખી (વાત છે). આહા...હા....!
જેને રાગ અને કર્મનો સંબંધ જ નથી. નિમિત્ત-નિમિત્ત એ કોઈ સંબંધ નથી. શેયજ્ઞાયક સંબંધ એ પણ વ્યવહાર છે. આહા...હા..! આહા...હા...! એમાં થતી શુદ્ધ પરિણતિ, શુદ્ધની દૃષ્ટિએ, લક્ષે થતી એ) પરિણતિમાં એને જણાણો કે “આ દ્રવ્ય છે'. પરિપૂર્ણ ભગવાન પરિપૂર્ણ વસ્તુ, ભલે એ પરિણતિમાં એ દ્રવ્ય આવ્યું નહિ પણ પરિણતિમાં એ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે તેટલું જ્ઞાન અને પ્રતીત થઈ ગઈ. આ..હા..હા..! સમજાણું કાંઈ ? આહા..હા..! આ બધું માથા ફરી જાય એવું છે. આહાહા....!
‘જાણનક્રિયારૂપ પોતાનું સ્વરૂપ.” જોયું છે ? એનું પરિણમન છે ને ઈ પોતાનું સ્વરૂપ છે. ચૈતન્ય ભગવાન ધ્રુવ છે એનું જે પરિણમન છે એ પોતાનું સ્વરૂપ છે. આહાહા...! એક ઠેકાણે એમ કહે કે, પર્યાયસ્વરૂપમાં દ્રવ્ય આવતું નથી અને દ્રવ્યસ્વરૂપમાં પર્યાય આવતી નથી. ઈ વાત તો એમ જ (છે). અહીં પણ એમ કીધું, પર્યાય સ્વરૂપ છે એમાં દ્રવ્ય જણાણું. દ્રવ્ય એમાં આવ્યું નથી પણ જેટલું, જેવડું દ્રવ્ય છે, જેટલા સામર્થ્યવાળું (છે), અનંત ગુણના પુરુષાર્થના, એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, જ્ઞાનમાં અનંત પુરુષાર્થનું રૂપ છે, અનંત આનંદનું રૂપ છે, અનંત અકર્તા, અકારણનું રૂપ છે. એવા એવા અનંતા ગુણનું જે સામર્થ્ય, એવું જે તત્ત્વ જે જાણનક્રિયાના ઉપયોગમાં આવ્યું, જાણનક્રિયા લીધી. ઉપયોગમાં ઉપયોગ છે, એમાં ઉપયોગમાં (એટલે એને અહીં જાણનક્રિયા લીધી. આહા...હા..! સમજાણું કાંઈ ? છે ને સામે ? પુસ્તક છે કે નહિ ?
જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત –રહેલું છેઆહા...! કેમ ? કે) જાણ નક્રિયાનું જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે... આહાહા.! આત્મા ચૈતન્યસ્વરૂપ પૂર્ણ આનંદાદિ એનું જાણવું થયું, શ્રદ્ધવું થયું, ઠરવું થયું, અનંત ગુણાંશ શક્તિમાં જે હતા તે વ્યક્તરૂપે થયા, બધા અંશ (વ્યક્તરૂપે થયા) તે પરિણમનને આધારે જણાણું કે આ (આત્મા