________________
૪૫૦
સમયસાર સિદ્ધિ-૬
એ આત્મા આત્મામાં જ છે. જે આત્માનું પરિણમન કીધું એને આત્મા કીધો, જાણનક્રિયાને આત્મા કીધો. એટલે આત્મા આત્મામાં છે. એ આત્મા પોતાના સ્વરૂપમાં છે. તે સ્વરૂપ જાણનક્રિયા એવું સ્વરૂપ છે. માટે આત્મા એમાં છે. સમજાણું કાંઈ ? આવું સ્વરૂપ છે.
જાણનક્રિયા છે એ પર્યાય છે. એ પર્યાયને આધારે આત્મા છે. એ પર્યાયને આધારે જણાય છે માટે તે આધાર કીધો છે. આહા..હા...! જાણનક્રિયા એ ઉત્પન્ન ક્રિયા છે. ઉત્પાદ છે, ઉત્પન્ન છે. એ ઉત્પન્ન ક્રિયાને આધારે આત્મા જણાય છે. માટે તે આત્માનું એ સ્વરૂપ છે. માટે તે સ્વરૂપને આધારે તે આત્મા છે માટે સ્વરૂપ અને આત્મા, બે અભિન્ન છે. આ અપેક્ષા. આહા..હા...! કેટલા પડખાં આમાં (સમજવા) ? નવા માણસને (આકરું લાગે). બાપુ ! વીતરાગમાર્ગ બહુ અલૌકિક છે ! વીતરાગ સિવાય કોઈ ધર્મમાં, કોઈમાં આ સાચી વાત છે જ નહિ. બધાએ કલ્પિત કરેલ છે. શ્વેતાંબર ધર્મમાં આ વાત નથી ને ! આ..હા....! શું કહીએ પણ લોકોને આકરું પડે. શ્વેતાંબર ધર્મ અને સ્થાનકવાસી, એમાં જૈનપણાની શૈલી જ નથી. આહા..હા...! આ..હા..હા...!
કહે છે, રાગ અને આત્માની સત્તા બે ભિન્ન (છે) પણ રાગને જાણનારું અને પોતાને જાણનારું, એવી જે જાણવાની ક્રિયા, એવું જાણવાનું જે ઉત્પાદ પરિણમન, એને આધાર (કહેવાય છે) અને આત્મા આધેય (છે). આહા...હા...!
મુમુક્ષુ :- સંવરની વાત તો કઠણ છે.
ઉત્તર ઃ- સંવરની વાત તો બહુ સાદી ભાષામાં તદ્દન સાદી ભાષામાં મર્મ ખોલ્યા છે. બાપુ ! સંવર એટલે શું ? આહા..હા...! આસ્રવરહિત સંવરની ઉત્પત્તિ છે. એ સંવરની ઉત્પત્તિ (થવી) એ જાણનક્રિયા છે. એ આત્માની જાણનશ્રદ્ધા એ ક્રિયા છે. એ ક્રિયા આત્માનું સ્વરૂપ છે અને આત્માનું સ્વરૂપ હોવાથી તેને આધારે આત્મા રહ્યો છે. આ..હા..હા...! એને જાણનારી ઉત્પન્ન પર્યાય જો ન હોય તો એ કોને આધારે જણાય ? એ..ઈ...! રાગ(ના) આધારે તો જણાતી નથી. તો પર્યાય જ ઉત્પન્ન ન હોય, પ્રગટ (ન હોય) તો આ ત્રિકાળ છે એને જાણ્યો કોણે ? આહા..હા...! મૂળમાં મોટો ફેર છે. આહા..હા...!
જાણનસ્વરૂપ જ એનું છે એમ કહે છે. એ રાગાદિ એનું સ્વરૂપ નહિ. તેથી તેની સત્તા ભિન્ન, પ્રદેશ ભિન્ન, આધાર-આધેય ભિન્ન. આહા..હા...! અને જાણનક્રિયા અને આત્મા, બેની સત્તા એક, બેમાં આધાર-આધેય એક, જાણન(ક્રિયા) આધાર અને વસ્તુ આધેય. બેને અંદર સંબંધ ખરો. એને આધારે રહે અને આધેય એમાં રહે એવો સંબંધ. આહા..હા...! એ જાણન જે શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એટલે પરિણમન, શુદ્ઘ ઉપયોગ પાઠમાં લીધો છે પણ અર્થમાં જાણનક્રિયા લીધી. કારણ છે કે, ઓલો ઉપયોગ જે છે, શુદ્ઘ ઉપયોગમાં જો આત્મા કહો તો શુદ્ધ ઉપયોગ સદાય રહેતો નથી, કોઈ વિકલ્પમાં ૨હે. પણ શુદ્ધનું પિરણમન સદાય રહે છે. ‘ચંદુભાઈ’ ! સમજાણું ! શુદ્ધનું પરિણમન. આ...હા...! પર્યાયની