________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૪૫ અહીં કહે છે, વિશુદ્ધિ જે શુભભાવ છે એ આત્મામાં નથી. બેની સત્તા જુદી છે. જુદી સત્તા જુદી સત્તાને શું કરે ? આહાહા..! આવું છે. કઠણ વાત છે, કઠણ. “એક સત્તાની અનુપપત્તિ છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે);.” આહાહા.! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવનો ભાવ, એને દ્રવ્ય ગણીએ તો એના પ્રદેશો પણ ભિન્ન છે. જેટલામાંથી ઈ ઉઠે છે એટલા અંશ – ક્ષેત્ર જુદું છે. એને પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ લઈએ તો કાળ એનો એક સમય પૂરતો, ક્ષેત્ર એ પ્રદેશનો છેલ્લો અંશ, વસ્તુ પોતે ઈ, ભાવ એનો એ વિકારી. સમજાણું કાંઈ આમાં ?
જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ રાગના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જુદા. આહાહા....! અને ભગવાન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, એના પ્રદેશ જુદા. આહા...હા...! તેમને એક સત્તાની પ્રાપ્તિ છે જ નહિ. આહાહા...! પણ ઓલું “મોક્ષમાર્ગ પ્રકાશકમાં જરીક લખ્યું છે ને ! વિશુદ્ધિનું આઠમે પાને છે. સ્તવનથી એને વિશુદ્ધિ થાય છે. એને જાણે એમ કે, શુભને વિશુદ્ધ કીધો ને ! એમ. પણ એ શુભનેય વિશુદ્ધ કીધો છે અને શુદ્ધનેય વિશુદ્ધ કીધો (છે), બેય છે. શાસ્ત્રમાં બેય શબ્દ છે. વિશુદ્ધ એટલે ઓલા કષાયની તીવ્રતાની અપેક્ષાએ એને વિશુદ્ધિ કીધી છે, પણ છે તો રાગ, કષાય અને આત્માની સત્તા બે જુદી, બેના પ્રદેશ જુદા, બેના ભાવ જુદા. એ ઉપરાંત ‘એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. આહાહા...! રાગ આધાર અને નિર્મળ પરિણતિ આધેય, એને આશ્રયે પ્રગટે એમ નથી. આહા..હા...! આધારઆધેય સંબંધ પણ નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ (આધાર અને આત્મા આધેય એમ નથી).
એક કોર કુંદકુંદાચાર્યદેવ” “મોક્ષ પાહુડમાં કહે કે, “પરવવીવો કુમારું ! “પરબ્બાવો
અને એક કોર એમ કહે કે, એ વિશુદ્ધિ એ શુદ્ધતાનું કારણ છે). શુભભાવ એ પરદ્રવ્યને લક્ષે (થાય છે). પણ એ દુર્ગતિ છે, ચૈતન્યગતિ નથી. આહા...હા...! ઝીણી વાત બહુ. ચર્ચાએ કાંઈ પાર ન પડે. ભાવ સમજવા માગે તો સમજાય એવી વાત છે.
એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ.” શું કહ્યું) ? સત્તા જુદી છે, પ્રદેશ જુદા છે (અને) આ પણ નથી, એમ. તેથી “પણ” (શબ્દ) લેવો પડ્યો. સમજાણું કાંઈ ? આહાહા..! રાગની ક્રિયા અને આત્માનો સ્વભાવ, બંને કાંઈ સંબંધ નથી, એના પ્રદેશ ભિન્ન છે માટે, બેની સત્તા તેથી જુદી છે માટે અને તેથી એને બેયને આધાર-આધેય સંબંધ પણ નથી. આહાહા..! આવો માર્ગ છે.
વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે, ઈ ના પાડે છે. એની સત્તા જુદી છે, પ્રદેશ જુદા છે અને એને આધાર-આધેય સંબંધ પણ નથી. આહા...હા...! આવો માર્ગ છે. સંપ્રદાયથી તો આ વાતનો) મેળ ખાવો મુશ્કેલ. કેટલા બોલો સ્પષ્ટ કર્યા છે ! આ.હા.હા...!
ચૈતન્ય ભગવાન નિર્મળાનંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદાદિ અતીન્દ્રિય ગુણનું ધામ !