________________
૪૪૪
સમયસાર સિદ્ધિ-૬ અર્થ છે કે, સ્વભાવનું નિર્મળ પરિણમન છે એ દ્વારા જણાય છે. પરિણમન છે એ આધાર છે, આત્મા તે આધેય છે. આહાહા....! એવી શૈલી લીધી છે.
“એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બન્નેના પ્રદેશો બિન હોવાથી...” આ.હા...હા...! એ વ્યવહાર રત્નત્રયનો રાગ અને ભગવાન આત્મા, બેના પ્રદેશો ભિન્ન છે. છે અસંખ્ય પ્રદેશ માહ્યલા પણ અસંખ્ય પ્રદેશમાં જે પ્રદેશના અંશમાં રાગ ઉત્પન્ન થાય તે રાગભાવ અને તેનું ક્ષેત્ર, ભાવ અને તેનું ક્ષેત્ર, આના ભાવ અને આ ક્ષેત્રથી ભિન્ન છે. સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, ભઈ ! આહા..હા...!
મુમુક્ષુ :- મનમાં કલ્પના કરવાની કે બેય જુદા છે ? ઉત્તર :– જ્ઞાનસ્વરૂપ અહીં તો આત્મા લેવો છે. મુમુક્ષુ :- કાલ્પનિક રીતે જુદા ન પડે.
ઉત્તર :- જુદા નહિ. આત્મા અને જ્ઞાન બેય એક જ અહીં તો લીધા. રાગ જુદો. જ્ઞાન શબ્દ અહીંયાં આત્મા છે. ઉપયોગ કીધો, ઉપયોગ કીધો ને ? ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ છે ઈ ઉપયોગ છે તો આ. આત્મા ઉપયોગમાં એટલે જાણનક્રિયામાં ઉપયોગ છે એટલે આત્મા છે. આહા..હા...! થોડી ઝીણી વાત છે, ભઈ ! આહા...હા!
કેમકે બેયના પ્રદેશ જુદા છે. બેને સંબંધ નથી, કેમ ? કારણ આપે છે કે, બેયના પ્રદેશ જુદા છે. કારણ કે ભાવ જુદો છે તો ભાવનું ક્ષેત્ર પણ જુદું છે. ધ્રુવ અને ધ્રુવનું ક્ષેત્ર, ધ્રુવભાવ અને ક્ષેત્ર આનાથી જુદું છે અને આનાથી (-ક્રોધાદિથી) એ જુદું છે. અહીં તો વિકારમાં લીધું છે પણ નિર્વિકારી પરિણતિ થાય એનાય પ્રદેશ જુદા છે. કેમકે બે ભાવ થયા ને ! એક ધ્રુવભાવ છે અને એક પરિણતિ ભાવ છે. બે ભાવ થયા માટે બે ભાવના પ્રદેશ બેયના જુદા છે. શુદ્ધ પરિણતિના પ્રદેશ જુદા છે. અહીં તો અશુદ્ધ પરિણતિની) વાત કરી છે. સમજાણું કાંઈ ? આહાહા..! આવું ઝીણું છે. ઓલા કહે, દયા પાળો, વ્રત કરો ને અપવાસ કરો. લ્યો ! થઈ ગયો (ધર્મ) જાઓ! હવે એ વાણિયાને આ સમજવું ! એકબીજાને સંબંધ નથી કારણ કે બન્નેના અંશો – ક્ષેત્ર, ભાવ ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે.” શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા અને રાગ, બેની એક સત્તાની અનુપપત્તિ છે. બેની એક સત્તા જ નથી, બેની સત્તા જુદી છે. આહા...હા..!
એ તો હમણાં કહ્યું, પેલા કાંતિલાલ ઈશ્વર છે ને ? માસિક કાઢે છે ને એમાં નાખ્યું છે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં પહેલા (આવે છે કે, ભગવાનની સ્તુતિથી વિશુદ્ધ પરિણામ થાય છે. પણ વિશુદ્ધ તો શુભનેય કહેવાય છે, શુદ્ધને પણ કહેવાય છે). અહીં શુભને (વિશુદ્ધ) કહે છે. એનો અર્થ એમ નથી કે, શુભ છે માટે એને વિશુદ્ધ પરિણામ થાય છે). અપેક્ષાએ વિશુદ્ધ કીધા છે. પણ એ ઉપરાંત “મોક્ષમાર્ગ પ્રકાશક'માં જરી પોતે એવું લીધું છે કે, વિશુદ્ધિ છે એ શુદ્ધનું કારણ છે. એમ લીધું છે. નિમિત્તથી કથન છે.