________________
૪૪૨
સમયસાર સિદ્ધિ-૬
પ્રદેશ ભિન્ન છે. બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે.” તેમને બેને એક સત્તાની ઉત્પત્તિ નથી. રાગના પરિણામ, દયા, દાન આદિ દેવ-ગુરુ-શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધાના પરિણામ) અને આત્મા, એ બેની સત્તા એક નથી. આહા..હા...! બેયની સત્તા તો જુદી, તદ્દન જુદી છે. આહાહા..! આમ છે.
ઓલું છે એટલે એમાં નાખ્યું છે, આજે કાંઈક આવ્યું છે – રત્નત્રય. એક છાપું કાઢે છે ને ! ઈ આમાં છે ને – “મોક્ષમાર્ગ પ્રકાશકમાં ! એ ખબર છે, વિશુદ્ધિ (શબ્દ) બેય ઠેકાણે વપરાય છે. શુભમાંય વપરાય છે, શુદ્ધમાંય વપરાય છે. આ નાખ્યું છે. અરિહંતાદિની પ્રત્યે જે સ્તવનાદિરૂપ ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે. માટે તે વિશુદ્ધ પરિણામ છે. એને વિશુદ્ધ (કહ્યા છે). જુઓ ! આમાં છે. વિશુદ્ધ કહેવાય છે. તથા સમસ્ત કષાયભાવ મટાડવાનું સાધન છે. નિમિત્તથી કહે છે). વ્યવહાર સાધન ક્યાંક કહ્યું છે ને ! એ અપેક્ષાએ એમ કહ્યું. તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. આટલું છે. અરે!
એનું ક્ષેત્ર જુદું, પ્રદેશ જુદા, સત્તા જુદી. કયે ઠેકાણે કહ્યું હોય એ સમજવું જોઈએ). એ તો વ્યવહાર સાધન-સાધ્ય (આવે છે. નિર્મળ પર્યાયનું ક્ષેત્ર જુદું છે. પણ અહીં અત્યારે એનું કામ નથી. અહીં તો મલિન પરિણામ જે શુભ છે, ક્રોધાદિ ક્રોધ કહેશે, સ્વભાવ પ્રત્યેથી વિરુદ્ધ ભાવ એવો જે ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ-માન એટલે દ્વેષ અને માયા-લોભ એટલે રાગ. એ રાગ અને દ્વેષની સત્તા જુદી છે, એના પ્રદેશ જુદા છે. એ આત્માની વસ્તુથી વસ્તુ જુદી છે. આ..હા..! આવી વાત છે.
(બન્નેની સત્તા જુદી જુદી છે);” આ.હા..હા...! ચૈતન્ય ભગવાન જ્ઞાયકસ્વભાવ અને વ્યવહાર રત્નત્રયનો રાગ એ બેના પ્રદેશ જુદા અને સત્તા જુદી. આહાહા...! જગતને બેસવું (કઠણ પડે). “અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી.” એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી “એક સાથે બીજીને આધારાધયસંબંધ પણ નથી જ.’ નથી જ, એમ કહ્યું છે. રાગ આધાર અને નિશ્ચય સ્વભાવ આધેય સમજાય, રાગને આધારે નિર્મળ (સ્વભાવ) સમજાય એમ નથી. આહા...હા...! નિર્મળ પર્યાય છે એમાં નાશવાન ઉપયોગ લીધો છે પણ એકલો શુદ્ધ ઉપયોગ છે એ સદાય ન રહી શકે એટલે એનું શુદ્ધ પરિણમન આધાર લીધું. નહિતર ઉપયોગમાં ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. પણ એમ કહેવા જાય તો એકલો શુદ્ધ ઉપયોગ કેટલીક વાર નથી, પરિણમન શુદ્ધ છે અને ઉપયોગ રાગમાં જાય છે. એટલે એનું શુદ્ધ પરિણમન છે, આત્માનું શુદ્ધ પરિણમન છે તેમાં આત્મા છે. સમજાણું કાંઈ ? ઉપયોગનો અર્થ એવો થયો. જ્ઞાનસ્વરૂપ જાણનક્રિયા. એ જાણનક્રિયા ઉપયોગનો અર્થ કર્યો છે. આ..હા..! ઓલો તદ્દન શુદ્ધ ઉપયોગ કરે તો શુદ્ધ ઉપયોગ સદાય હોતો નથી. આહાહા..!
એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ