________________
૪૪૦
સમયસાર સિદ્ધિ-૬ વસ્તુના અને બીજી વસ્તુના પ્રદેશ ભિન્ન છે એમ કહ્યું. તેથી બેની સત્તા એક નથી. એમ કહ્યું. હવે કહે છે કે, એકબીજાને આધાર-આધેય પણ નથી. આધાર-આધય સંબંધ પણ નથી, એમ છે ને ? ‘આધારાધેયસંબંધ પણ નથી..” ઓલા બે તો કીધા, હવે આ ત્રીજું કહેવું છે. આહા..હા...! શરીરને આધારે આત્મા અને આત્માને આધારે શરીર, આત્મા જ્યારે નીકળીને સ્વર્ગમાં જાય ત્યારે કર્મને આધારે આત્મા ત્યાં જાય છે અને આત્માને આધારે કર્મ જાય છે એમ નથી. સૌનું કારણ સૌ. આહાહા! સ્વર્ગમાં જાય ત્યારે કર્મ તો સાથે છે ને ? પણ એ કર્મને આધારે આત્મા ચાલે છે અને આત્મા ગતિ કરે છે માટે આત્માને આધારે કર્મ સાથે આવે છે એમ નથી. આહા...હા...! આવી ચીજ છે. આચાર્યોએ ગજબ કામ કર્યા છે ! સાદી ભાષામાં..
એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી, એમ. એક સાથે બીજીને, એકની સાથે એટલે બીજાની સાથે બીજીને આધાર-આધયસંબંધ પણ નથી જ. તેથી દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. આહા...હા...! તેથી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ આધારાધેયસંબંધ છે. એટલે આત્માની નિર્મળ પરિણતિ તે આધાર છે, ભગવાન તે આધેય છે. એનાથી જણાય માટે તે આધેય છે. આહા...હા..! આસ્રવ આધેય છે અને આત્મા અને આધાર છે, એમ છે નહિ. ઓલા રાડ્યું પાડે છે ને કે, વ્યવહારથી નિશ્ચય થાય. જૂઠી વાત છે. રાગ – પુણ્ય-પાપના દયા, દાનનો આસવ એ વસ્તુ જ ભિન્ન છે, તેના પ્રદેશ ભિન્ન છે, તેની સત્તા ભિન્ન છે. આહા..હા..! આવો માર્ગ છે.
હવે, ચોથું. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે.' આહા..હા...! શું કહે છે ઈ ? ભગવાનઆત્મા નિર્મળ શુદ્ધ ચૈતન્ય, એની શુદ્ધ પરિણતિને આધાર-આધેય છે. (શુદ્ધ પરિણતિ) આધાર છે, એને આત્મા આધેય છે. બીજાના આધારઆધેય સાથે સંબંધ કાંઈ નથી. જેની શુદ્ધ પરિણતિથી જણાય તેથી તેને આધાર કહ્યો અને આત્માને આધેય કહ્યો. આવું છે.
“તેથી દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. પોતાની સાથે આધાર છે. એટલે ? નિર્મળ પરિણતિ તે આધાર અને આત્મા તે આધેય એમ સંબંધ છે. સમજાય છે કાંઈ ? નિર્મળ મોક્ષનો માર્ગ તે આધાર, આત્મા તે આધેય. સંવર તે આધાર, આત્મા આધેય. કેમકે સંવરથી તે આત્મા જણાય છે. નિર્મળ પરિણતિથી તે આત્મા જણાય છે. એટલે સંવરની સત્તા અને આની સત્તા ત્યાં એક ગણી નાખી અને એને આધારઆધેય સંબંધ ગણ્યો. સંવર આધાર છે, વસ્તુ આધેય છે. વિશેષ કહેશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)