________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૩૯ મુમુક્ષુ :- જરી કઠણ પડે. ઉત્તર :- હા, કઠણ પડે તેથી ધીમે ધીમે લઈએ છીએ).
એ ભાવ આવે છે તે રીતે પકડો. જે આસવ ભાવ છે એ આત્મવસ્તુથી એને બીજી વસ્તુ જ કહેવામાં આવી છે. પર્યાયને પણ વસ્તુ કહેવામાં આવી છે. અન્ય વસ્તુ (કહેવામાં આવી છે). ત્રિકાળની અપેક્ષાએ પર્યાયને અન્ય વસ્તુ (કહી છે). અમથી નિર્મળ પર્યાય (પણ). આહા...! “ચિવિલાસમાં ઘણો અધિકાર છે. નિર્મળ પર્યાય અન્ય વસ્તુ છે. આહા..હા...! ત્રિકાળીની અપેક્ષાએ એક સમયની અવસ્થા તે ભિન્ન છે. છતાં એ પર્યાય નિર્મળ છે અંદર અને વસ્તુ પણ નિર્મળ છે. આમાં ચાલતા વિષયમાં) ફેર છે.
જેટલામાં ભગવાન શુદ્ધ ચૈતન્ય છે એ બધા નિર્મળ પ્રદેશો છે, અને જે પ્રદેશના અંશમાં પુણ્ય-પાપ, મિથ્યાત્વ આદિ ઉત્પન્ન થયું એ વસ્તુ જુદી અને તે પ્રદેશ જુદા. જે પ્રદેશ જુદા તો એમ કોઈ કહે કે, આસ્રવ ગયા પછી એ પ્રદેશ ક્યાં ગયા ? કે, આસ્રવ ગયા પછી પ્રદેશ નિર્મળ થઈ ગયા. પછી ઈ અનેરી વસ્તુ ન રહી. આહાહા...! સમજાણું કાંઈ ? આ સવા છે ત્યાં સુધી અન્ય વસ્તુના પ્રદેશ ભિન્ન છે. આસ્રવનો નાશ થયો ત્યારે પછી એ આસ્રવના જે પ્રદેશ હતા એ તો અભિન્ન થઈ ગયા, નિર્મળ થઈ ગયા. પછી એ પ્રદેશ આસવના હતા માટે ભિન્ન રહી ગયા, નિર્મળ પણ એમ નથી. એ.ઈ....!
મુમુક્ષુ :- અગમનિગમની વાત છે. ઉત્તર :- અગમનિગમની વાત છે. આહા...હા....!
(અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજ વસ્તુ નહિ હોવાથી... આહાહા...! હવે ત્રીજો બોલ આવ્યો. ‘એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. આ.હા..હા...! આત્માને આધારે કર્મ રહે અને કર્મને આધારે આત્મા તો નથી. આ શરીર આત્માને આધારે રહે છે એમ નથી). આ જીવતું શરીર છે ત્યાં સુધી આમ રહે, લ્યો ! જીવ નીકળી ગયા પછી ?
મુમુક્ષુ :- પડી જાય. ઉત્તર :- પડી જાય !
અહીં કહે છે કે, જીવને આધારે આ માથું રહ્યું નથી. આહાહા...! કોઈને આધારે કોઈ દ્રવ્ય રહેતું નથી. અહીં તો આસવને આધારે આત્મા નથી એમ કહે છે). આ...હા...હા...! ઝીણી વાત છે. (કળશ) ટીકાકારે તેથી આ ૐ નમઃ કરીને ટીકા શરૂ કરી. બીજે ૐ નમ: નથી લખ્યું. ૩ૐ નમઃ નથી લખ્યું. ક્યાંક મેં મૂક્યું છે, હોં ! છે ? આ નહિ, ઓલું. નથી. એમાં છે. સંવર એટલે કે મોક્ષનો માર્ગ, આત્માની નિર્મળ પરિણતિ. તેનું મંગળિક કરતાં પહેલો ૐ નમઃ કર્યો. આહા...હા...!
પહેલી એ વાત થઈ કે, એક વસ્તુની બીજી વસ્તુ નથી. આવી ગયું ? પછી એક