________________
ગાથા– ૧૮૧ થી ૧૮૩
૪૪૩
પણ નથી જ.' સંબંધ પણ નથી, એમ કહ્યું. સત્તા તો જુદી છે પણ આધાર-આધય સંબંધ પણ નથી, એમ. તેથી પણ નથી જ.' એમ (કહ્યું). આ પણ નથી, એમ કહેવું છે). ઓલું તો પ્રદેશ જુદા છે, સત્તા જુદી છે પણ આધાર-આધેય સંબંધ પણ નથી. રાગ, વ્યવહાર રત્નત્રયનો રાગ આધાર અને એને લઈને આત્મા જણાય એમ નથી. આહા...હા...! આવી વાત “સંવર અધિકાર’માં ચોખ્ખી વાત મૂકી. તેથી દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ...” દરેક વસ્તુ પોતાના સ્વરૂપમાં આધાર – દઢપણે રહેવારૂપ “જ”. એકાંત કીધું. ‘આધારાધેયસંબંધ છે.” એટલે કે દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં જ રહેવારૂપ આધાર છે.
માટે જ્ઞાન કે જે.” જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન એટલે આત્મા એ પોતાની જાણનક્રિયા...” આમ ભાષા લીધી છે. ઓલો ઉપયોગ ન લેતા આ લીધું. જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એની જે જાણવાની, શ્રદ્ધવાની, સ્થિરતાની, આનંદની ક્રિયા.
ટીકા. ખરેખર...” એટલે નિશ્ચયથી “એક વસ્તુની બીજી વસ્તુ નથી.” એટલે ? એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. એટલે ? ચૈતન્યસ્વરૂપને અને દયા, દાન, વ્રત કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વ્યવહારનો રત્નત્રયનો રાગ, એ રાગને અને આત્માને કાંઈ સંબંધ નથી. આહાહા...! છે ? ‘એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી)” કાંઈ સંબંધ નથી. આહાહા...!
મુમુક્ષુ – શેય-જ્ઞાયક સંબંધ પણ નહિ ?
ઉત્તર :- એ સંબંધ એટલે નિમિત્ત-નિમિત્ત થયો. એ તો કહે. એમાં કાંઈ એ તો નિમિત્ત વસ્તુ નથી. ખરેખર તો એ શેય અને આ, ઈ પણ વ્યવહાર છે. જ્ઞાન શેયને જાણે ઈ વ્યવહાર છે, જ્ઞાન જ્ઞાનને જાણે એ નિશ્ચય છે. ઝીણી વાત, ઝીણી વાત છે, ભાઈ ! આહા..હા..!
અહીં તો પાઠ તો એવો છે, ઉપયોગમાં ઉપયોગમાં નથી એમ નથી કીધું. ઉપયોગમાં ઉપયોગ છે. ત્યારે અહીં ઉપયોગમાં ઉપયોગ છે એમ જો લેવા જઈએ તો શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. તો એમ લેવા જઈએ તો શુદ્ધ ઉપયોગ તો સદાય હોતો નથી. એથી શુદ્ધ ઉપયોગમાં શુદ્ધ ઉપયોગ જે છે એનો અર્થ ઈ કરશે, પછી જાણનક્રિયા અર્થ કરશે. ઉપયોગ અર્થ નહિ કરે. કારણ કે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ સદાય રહેતો નથી. તો પછી એને આધારે જ હોય તો જાણનક્રિયા પરિણમન જે શુદ્ધ છે એનો આધાર નથી એમ થઈ જાય. છે ઈ. ઉપયોગ ભલે બહારમાં – રાગાદિમાં જાય છતાં આત્માની જાણનક્રિયા, પરિણમનક્રિયા, શુદ્ધ પરિણમનક્રિયા એ જ એટલો ઉપયોગ (છે). એમાં આત્મા છે. આહાહા...! નથી રાગમાં, નથી અજીવમાં, નથી શરીરમાં, નથી ખરેખર તો શુદ્ધ ઉપયોગમાંય પણ ત્રિકાળ વસ્તુ નથી. જાણનક્રિયામાં ઈ વસ્તુ છે. આહાહા...!
મુમુક્ષુ - જાણનક્રિયામાં નિષ્ક્રિય વસ્તુ કેમ કહેવાય ? ઉત્તર :- જાણનક્રિયા એ નિર્મળ પરિણતિ છે એના દ્વારા જણાય છે. જાણનક્રિયાનો