________________
શ્લોક-૧૨૨
૪૦૯
નિયમ લીધા, બાહ્ય સાધુ થયો પણ અંતરમાં આત્મજ્ઞાન જે જોઈએ, આત્માનો સ્વાદ સમકિતમાં લેવો જોઈએ એ લીધો નહિ. અને તેના ત્યાગથી જ બંધન છે. એના અત્યાગથી બંધન નથી. સ્વરૂપ જે છે તેના અત્યાગથી બંધન નથી, એના ત્યાગથી બંધન છે. આહા..હા...! હીરાલાલજી’ ! આહા...હા...!
તેના ત્યાગથી બંધ જ થાય છે.’ ભાષા જુઓ. પ્રભુ ! ચૈતન્યમૂર્તિ પરમાત્મા ! વીતરાગ સ્વરૂપે અંદર બિરાજમાન છે, એને છોડીને જે રાગાદિ કરે, એને નિશ્ચયથી બંધ જ થાય છે. એને અબંધ, કોઈ સંવર, નિર્જરા છે નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? અંત૨માં સ્વરૂપની દૃષ્ટિનો ત્યાગ નથી તેને બંધ નથી અને સ્વરૂપની દૃષ્ટિનો જેને ત્યાગ છે, એ પછી ભલે વ્રત ને તપ કરીને મરી જાય, સૂકાઈ જાય, તો એને બંધન છે.
તાત્પર્ય (એ છે) કે (શુદ્ધનય) ત્યાગવા યોગ્ય નથી અને અત્યાગથી બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ થાય, બે અર્થ લીધા. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં આદર છે એનો ત્યાગ નથી ત્યાં બંધ નથી અને એનો જ્યાં ત્યાગ થયો, રાગમાં આવ્યો એને બંધન છે. આહા..હા...! આ આખો એક સિદ્ધાંત (કહ્યો). શુદ્ધ સ્વરૂપની રમણતા, શ્રદ્ધાજ્ઞાન ને રમણતા (થાય) તેના ત્યાગથી બંધન છે. તેના અત્યાગથી મુક્તિ છે. આ..હા..હા...! એના ત્યાગથી શુભભાવમાં આવે તો બંધન છે. આહા..હા...! વિશેષ કહેશે.... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૫૬ શ્લોક-૧૨૩, ૧૨૪ સોમવાર, જેઠ વદ ૯, તા. ૧૮-૦૬-૧૯૭૯
(‘સમયસાર’) ૧૨૩ કળશ. ૧૨૨માં આવી ગયું કે, શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી. એટલે શું ? વ્યવહારનય ત્યાગવા યોગ્ય છે. બે વાત થઈ ને એમાં ? આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, એનું પરિણમન ને દૃષ્ટિ (થઈ) એ છોડવા લાયક નથી. અને તેના અત્યાગથી કર્મબંધ થતો નથી, તેના ત્યાગથી બંધ થાય અને તેના અત્યાગથી બંધ થતો નથી. એટલે ? શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એનો જેને ત્યાગ નથી તેને બંધ થતો નથી. અને જેને વ્યવહારનો ત્યાગ છે એને બંધ થતો નથી. આહા..હા...! અને જેને વ્યવહારનો અત્યાગ છે એને બંધ થાય છે. તાત્પર્ય કહ્યું છે ને ? અહીં એ શ્લોક(માં) તાત્પર્ય છે, રહસ્ય છે. તાત્પર્ય એટલે રહસ્ય. આખા સિદ્ધાંતનું આ રહસ્ય છે.
મુમુક્ષુ :
સિદ્ધાંતનો સાર શું ?
ઉત્તર :- તાત્પર્ય ઈ સાર છે, રહસ્ય છે. આહા..હા...! ગમે એટલા પછી બાર અંગ ભણો, વાંચો. વાત ઈ કે, આ ચૈતન્યવસ્તુ પૂર્ણ શુદ્ધ આનંદ, એની શ્રદ્ધા અને એનું પરિણમન