________________
શ્લોક-૧૨૩
૪૧૫
ચૈતન્યનો આશ્રય કરનારા જીવો ‘અલ્ય કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓ...” બહાર નીકળતી જ્ઞાનની (વ્યક્તિઓ) એટલે ભેદો. અને સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર... આહા...! પુરુષના આકારે આકાર છે. સ્ત્રીના શરીરમાં રહેલો આત્મા પણ, છે તો એ પોતે પોતાના પૂર્ણ સ્વરૂપરૂપ જ છે. એનો એ પણ પુરુષાકાર કહેવામાં આવે છે, અને પુરુષાકાર કહેવામાં આવે છે. આહા..હા.! “વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ..” આ..હા.હા..! વીતરાગ જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માને દેખે છે....... આહા..હા...!
કેટલી અર્થકારે સ્પષ્ટતા કરી છે ! પેલા કહે, નહિ. આચાર્યનું કથન લાવો. પણ આચાર્યના કથનમાં ગંભીરતા ઘણી છે અને પંડિતો થયા એવા કે એનું સ્પષ્ટીકરણ બહુ સારું કર્યું. બનારસીદાસ', “ટોડરમલ” આ..હા...! ચર્ચામાં એમ થયું ને ત્યાં ? કેવું કહેવાય ગામ ? ખાણીયા. ખાણીયા !” “ખાણીયામાં ચર્ચા થઈ તો એ લોકો કહે, પંડિતોના શબ્દો નહિ, આચાર્યોના (કથનો) ચર્ચામાં લાવો. “ફૂલચંદજી કહે, આચાર્યો, મુનિ અને પંડિતો બધાના જોશે. સંસ્કૃત, પ્રાકૃત, દેશભાષા પંડિતોએ કરી એ બધું જોશે. બનારસીદાસમાં પણ ત્રણ ભાષા આવે છે. આહા..હા.! કારણ કે, પંડિતોએ સ્પષ્ટ કરી નાખ્યું છે. એટલે એને ઈ ખટકે. શાસ્ત્રોમાં ગંભીર વાત ગંભીર છે. ગંભીરને સ્પષ્ટ રીતે) સાધારણ માણસને સમજાય એ રીતે (અર્થકારે અર્થ) કર્યા. ‘ટોડરમલ', બનારસીદાસ', “ભાગચંદજી’, ‘જયચંદજી', “હેમરાજજી' પણ. આહા..હા...!
એવા “જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ...' વ્યક્તિઓ એટલે ભેદો, એને “સંકેલીને એકરૂપ જ્ઞાનરૂપ થઈ જાય. આહા..હા...ભેદને પણ છોડી દઈ. રાગને તો છોડ, પણ ભેદને છોડ. કેમકે ભેદ ઉપર લક્ષ જશે તો રાગ થશે. આહા...હા..! નિમિત્ત ઉપર લક્ષ જશે તો રાગ થશે અને કર્મના નિમિત્તે થતા રાગ થાય પણ ભેદ ઉપર લક્ષ જશે તોપણ) રાગ થશે. આહા..હા! એટલે નિમિત્તને છોડી, ભેદને છોડી, કર્મના નિમિત્તથી થતા વિકારને પણ છોડી... આ...હા...હા...! નિર્વિકારી ભગવાન અંદર એકરૂપે બિરાજે છે એનો અનુભવ કરવો. આહા..હા..! અહીંયાંથી ધર્મની શરૂઆત અહીંથી છે. બાકી બધી વાતું (છે). મૂળ વાત ઉપરથી ગઈ, પડી રહી.
આ..હા..હા...! વસ્તુ છે આખી, પૂર્ણ સ્વરૂપ (છે), અખંડ છે, અભેદ છે. એને ભેદનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી. આહાહા...! અખંડ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપ ભૂતાર્થ જે છે તેના ઉપર દૃષ્ટિ લગાવ, તેનો અનુભવ કર. આવું છે.
શુદ્ધનયમાં આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં.” જોયું? આહાહા... અહીં તો વાત જ (આ છે). વિકલ્પથી નિર્ણય કરે એ નહિ. અંદર નિર્વિકલ્પપણે ઠરતાં, ભેદ ઉપર લક્ષ નહિ તો વિકલ્પાનો) તો ક્યાં પ્રશ્ન છે)? આહા..હા...! જ્ઞાનના ભેદો, દર્શનના ભેદો, એવા ભેદ પર્યાયમાં છે એનું પણ લક્ષ છોડીને. રાગના વિકલ્પની તો વાત શી કરવી?