________________
૪૨૨
સમયસાર સિદ્ધિ-૬ નિમગ્નમાં અંદર સમાઈ ગયું. આ પ્રગટ થયું. આહાહા...! ઉન્મગ્ન, નિમગ્ન બે નદી છે. ને ! આપણે આવી ગયું ને ! ઉન્મગ્ન. સવારમાં ઉન્મગ્ન. પર્યાયદૃષ્ટિથી જોવે તો ઉન્મગ્ન. દ્રવ્યદૃષ્ટિથી જોવે તો નિમગ્ન છે. આહા..હા..! રાગાદિ આસવોનો નાશ થવાથી, આ જ્ઞાન પ્રગટ થયું...” રિપIRIR: આ..હા...હા...! IિRIR:] નો અર્થ ? અત્યંત અત્યંત. [WIRારે:] નો અર્થ અત્યંત અત્યંત. ચૈતન્યજ્યોતિનો જ્યાં આશ્રય લીધો ત્યારે અત્યંત અત્યંત પર્યાયમાં પ્રગટ થાતું જાય છે. આ..હા..! એવો “અત્યંત અત્યંત (અનંત અનંત)...” DIRારે:] નો અર્થ કર્યો.
‘વિસ્તાર પામતા....” જ્ઞાનની પર્યાયની વિશાળતા પ્રગટ થતાં. વિરસવિસરે] “નિજરસના ફેલાવથી.” આનંદના ફેલાવથી, વિસ્તારથી જ્ઞાન જ્યાં આસવરહિત થઈને પૂર્ણપણાને પ્રાપ્ત થયું, ત્યારે પોતાના નિજ આનંદના રસથી ફેલાણું. જ્ઞાન તો પૂર્ણ થયું પણ અતીન્દ્રિય આનંદનો રસ ફેલાણો. જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદ આવ્યો. આહાહા...! “નિજરસના ફેલાવથી લોકના અંત સુધીના સર્વ ભાવોને..” આહા..હા...! ‘તરબોળ કરી દે છે.” એટલે કે જાણે છે. આહા...હા...! એ જ્ઞાન જ્યાં અંતર પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયું, પૂર્ણ સ્વરૂપને આશ્રયે, પૂર્ણ સ્વરૂપને આશ્રયે પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું એ લોકાલોક પૂર્ણને તરબોળ કરી દે છે). તરબોળ (કરી દે છે) એટલે એને જાણી લે છે. આહાહા...! કોઈ વસ્તુ બાકી રહેતી નથી. તરબોળ કરી દે છે, જાણી લે છે.
[અવનમાં જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે. જે જ્ઞાન કેવળ થયું એ તો થયું એ થયું. સાદિ અનંત અચળ છે. આહાહા..! એવી એવી પર્યાયની અનંતી શક્તિઓનો સાગર છે ઈ. આહા..હા...! એક પર્યાય એક ગુણની, એવી અનંતી પર્યાય અનંત ગુણની. “જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટ્યા પછી સદા એવું ને એવું જ રહે છે...” જે સ્વરૂપ પ્રગટ્યું એ એવું ને એવું રહે છે. સોળ આને જેમ સોનું પ્રગટ્યું એમ આ પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન જે પ્રગટ્યું (એ) એવું ને એવું રહે છે.
સાદિ અનંત અનંત સમાધિ સુખ’ ‘સદા એવું ને એવું જ રહે છે – ચળતું નથી, અને...” [ગતુ જે જ્ઞાન અતુલ છે... આહાહા...! જેને કોઈ ઉપમા આપી શકાતી નથી એવું અતુલ છે. - જેના તુલ્ય બીજું કોઈ નથી.” એવું એ જ્ઞાન આસવરહિત થતા અનાસ્રવી ભગવાનઆત્મા, એનો આશ્રય લેતા પૂર્ણ અનાસવી દશા થાય છે ત્યારે આસ્રવ જરીયે રહેતો નથી. પણ એ પૂર્ણને જાણે અને અનંત આનંદને ફેલાવતું જ્ઞાન પ્રગટ થાય છે. અનંત જ્ઞાન અને અનંત આનંદ – બે. સાથે અનંત આનંદ – સુખ પણ પ્રગટ્યું. એકલું જ્ઞાન નહિ, જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદ પણ ફેલાણો. આહા..હા...! “જેના તુલ્ય બીજું કોઈ નથી.” લ્યો ! આ...હા....!